Cough syrup case:  ભારતે WHOને જવાબ આપ્યો-“ઝેરી કફ સિરપ કાંડ”માં તપાસ ચાલુ છે!

  • India
  • October 11, 2025
  • 0 Comments

Cough syrup case:  ભારતમાં ઝેરી કફ પીવાથી 25 બાળકોના મોત થવાની ઘટનાથી વિશ્વભરમાં તેના પડઘા પડ્યા છે અને WHOએ આ મામલે ભારત સરકાર પાસે જવાબ માંગતા હવે વિશ્વમાં દેશની દવા ઉપરની પ્રતિષ્ઠા ખરડાતા સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સિરપ ઉત્પાદકોની યાદી માંગી તપાસ શરૂ કરી છે જેમાં ગુણવત્તા અને સલામતી ચકાસવાનું શરૂ કરી તેનો રિપોર્ટ CDSCOદ્વારા વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ને આપી જાણ કરી કે ત્રણ સીરપ,કોલ્ડ્રિફ, રેસ્પિફ્રેશ-ટીઆર અને રિલાઇફના ઉત્પાદન અને વેચાણ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ તમામ રાજ્યોને કાચા માલ અને તૈયાર દવાઓનું ઉત્પાદન કરતા પહેલા તેનું પરીક્ષણ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.તપાસમાં જાણવા મળ્યું છે કે ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દરેક બેચનું યોગ્ય રીતે પરીક્ષણ કરતી નથી, જેના પરિણામે ગુણવત્તા નબળી પડે છે.

લેબ પરીક્ષણોમાં એ પણ ચોંકાવનારી વાત સામે આવી છે કે સિરપમાં ડાયએથિલિન ગ્લાયકોલ (DEG) અને એથિલિન ગ્લાયકોલ (EG) જેવાં ઝેરી કેમિકલની હાજરી નિર્ધારિત ધોરણ કરતાં 486 ગણી વધુ હતી,આ માત્રા માત્ર બાળક માટે ઘાતક નથી, પણ એ હાથી જેવા મોટા પ્રાણીની કિડની અને મગજને પણ ખતમ કરી શકે તેટલી વધુ હોવાની વાતો સપાટી ઉપર આવતા ભારે સનસનાટી મચી છે.

તપાસ અહેવાલ મુજબ,શ્રીસન ફાર્મા કંપનીએ 25 માર્ચ, 2025ના રોજ ચેન્નઈમાં સનરાઇઝ બાયોટેક પાસેથી પ્રોપિલિન ગ્લાયકોલ ખરીદ્યું હતું, જોકે એ નોન-ફાર્માસ્યુટિકલ ગ્રેડનું હતું, એટલે કે એ દવાના ઉત્પાદન માટે યોગ્ય નહોતું. આમ છતાં કંપનીએ ન તો એની શુદ્ધતા ચકાસી કે ન તો એમાં ડાયએથિલિન ગ્લાયકોલ અથવા એથિલિન ગ્લાયકોલની માત્રાનું પરીક્ષણ કર્યું અને બાળકોના જીવ ગયા છે.ચેન્નઈમાં ચેન્નઈ-બેંગલુરુ હાઇવે પર રંગનાથનનું 2,000 ચોરસ ફૂટનું એપાર્ટમેન્ટ સીલ કરવામાં આવ્યું હતું,

ગુજરાતમાં પણ બે કંપનીઓમાં ઝેરી કફ સિરપ પકડાતા હાલ કંપની સીલ કરી બજારમાં ગયેલો બધો સ્ટોક પરત ખેંચાઈ રહ્યો છે.

હવે, કફ સિરપ કાંડ મામલે સરકાર શુ કડક પગલાં ભરશે તેતો સમય જ બતાવશે કારણ કે નોટિસો અને સામાન્ય કાર્યવાહીમાં કાનૂની છીંડા શોધી જવાબદારો છૂટી જાય છે અને થોડા જ સમયમાં ફરી મોતના તાંડવનો ખેલ શરૂ થાય છે અગાઉ આફ્રિકા સહિતના દેશોમાં પણ ભારતીય કફ સિરપ પીવાથી અનેક બાળકોના મોત થયા હતા અને જુદા જુદા કિસ્સામાં તેનો કુલ મૃત્યુ આંક 300 જેટલો થયો હોવાછતાં સરકારે તેને ગંભીરતાથી નહિ લેતા ફરી ઝેરી સિપકાંડ સર્જાયું છે અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ ખુલાસો માંગ્યો છે ત્યારે હવે સરકાર તપાસના ઉધામા મારી પ્રતિબંધ સહિતની કાર્યવાહી ચાલુ હોવાનો રિપોર્ટ આપી દીધો છે.

આ પણ વાંચો:

UP: 30 વિઘા જમીન અને 3 લાખ રૂપિયા માટે પુત્રએ માતાને પતાવી દીધી, પછી લાશને લટાવી, આરોપીની ધરપકડ

UP: 30 વિઘા જમીન અને 3 લાખ રૂપિયા માટે પુત્રએ માતાને પતાવી દીધી, પછી લાશને લટાવી, આરોપીની ધરપકડ

Trump Tariffs News: ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 100% ટેરિફ લગાવવાની કરી જાહેરાત! ચીને રેર અર્થની નિકાસ ઉપર પ્રતિબંધ મુકતા ટ્રમ્પ બગડ્યા!

PCB ચેરમેન નકવી બેશરમી ઉપર ઉતર્યા ! કહ્યું, “ટ્રોફી મારી મંજૂરી વગર ભારતને સોંપવામાં ન આવે !”

Related Posts

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?
  • August 3, 2026

Defence Forces Vision 2047: ભારતે વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને 10 માર્ચે જાહેર કરાયેલ ‘ડિફેન્સ ફોર્સેઝ વિઝન 2047: ભવિષ્ય માટે તૈયાર…

Continue reading
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી
  • August 3, 2026

CJP Protest FIR: CJP ના નેતૃત્વમાં દેશના વિવિધ ભાગોમાં થયેલા વિદ્યાર્થી અને યુવા પ્રદર્શનો બાદ અનેક રાજ્યોમાં નોંધાયેલી FIRને લઈને નવી કાનૂની અને વહીવટી પ્રક્રિયા શરૂ થઈ છે. દિલ્હી, બિહાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 5 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 9 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 11 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 13 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 13 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો