Cricket: ક્રિકેટ અને હું; બોલવાનોય વહેવાર નહીં

  • Others
  • February 25, 2025
  • 0 Comments

-અર્કેશ જોશી

Cricket talks: આજે કોઈ ક્રિકેટ મેચ હતી. ઓફિસમાં બધા એ જ વાત કરતા. ઘરે આવીને એક રિલેટિવને ફોન કર્યો તો કહે કે મેચ જીતી ગયા એ બહાને જરા‌ બહાર નીકળ્યા છીએં. મને તો બાળપણથી એવું મગજમાં ઘુસી ગયેલું કે ક્રિકેટ તો અંગ્રેજોની રમત છે. આપણે શું કરવા રમવી જોઈએ?, ત્યારથી હું ક્રિકેટનો દુશ્મન બની ગયો. જોકે મારી દુશ્મનીની એને તો શું અસર થાય? પણ મને અસર થઈ. બધા જ્યાં જુઓ ત્યાં ક્રિકેટ જ રમે. ક્રિકેટની જ વાતો કરે. આપણને રસ ન પડે એટલે મુંગા બેસી રહેવાનું.

પછી કંટાળીને અવળુ બોલવાનું ચાલું કર્યું. મશ્કરી કરતો થયો ક્રિકેટની. બધાએ મારૂં નામ પાડી દીધું, ક્રિકેટનો ઔરંગઝેબ. પણ બધા આ જ રમત રમતા હોય તો જે મારીને આપણે એ રમવી જ પડે ને. રમવા માંડ્યો.

એ વખતે શેરીમાં પ્લાસ્ટિક બોલથી રમતા. મને અનાયાસે બોલને પકડીને ચપટી મારતા હોય તેમ ફેંકવાની આવડત આવી ગઈ અને બોલી જબરદસ્ત સ્પિન થતો. બીજા કોઇને આ ના આવડે. આપણે તો પહેલા જ બોલમાં દાંડીયા ગુલ કરી દઈએ. વાહ વાહ થઈ ગઈ.

બેટિંગમાં ધીમેકથી રમવું ફાવે જ નહીં. અડધી પીચે આવીને શોટ મારવા સિવાય કોઈ સ્ટાઈલ ન આવડે. કેચ તો કેચ. નહીં તો ચોગ્ગો. નાનો હતો ત્યારે એક રમુજી ઘટના બની ગયેલી. મેં ફટકો માર્યો તે બોલ સીધો એક મોટા ખાબોચિયાંમાં પડ્યો. બધા બોલ કાઢવાની વેતરણમાં, અને આ બાજું હું રન દોડ દોડ કરું. એકાવન, બાવન, ત્રેપન. અહીં ખબર કોને છે કે નિયમો શું છે?

ટ્રાન્ઝિસ્ટરના જમાનામાં રસ્તા પર કોઈને કોમેન્ટ્રી સાંભળતા જોઈને મને તો વિચિત્ર લાગે. પછી ટીવી આવ્યા. રવિ શાસ્ત્રી વિશ્વ કપ જીત્યો તે મેચ રેલવે ગેસ્ટ હાઉસમાં કોમન ટીવી પર જોઈ. એટલો બધો બોર થતો હતો ત્યારે કે ન પુછો વાત. તો પણ બેસી રહ્યો હતો. જાઉં ક્યાં? બધા જ ત્યાં ગુડાણા હોય તે. ખરૂં ભુત ભરાઈ ગયું છે ક્રિકેટ નું આપણા દેશમાં. કોઈ તાંત્રિકને બોલાવવો પડશે. પણ ડર એ છે કે એ તાંત્રિક જ ક્રિકેટ રમવા બેસી જાય તો!

આ પણ વાંચોઃ IPL 2025નું શેડ્યૂલ જાહેર, KKR vs RCB વચ્ચે ઓપનિંગ મેચ, 10 વર્ષ પછી કોલકાતામાં ફાઇનલ

આ પણ વાંચોઃ Bangladesh: હસીના બાદ યુનુસ પરથી બાંગ્લાદેશી વિદ્યાર્થીઓનો ભરસો ઉઠ્યો, યુનુસ સરકાર પણ જશે?

આ પણ વાંચોઃ RAJKOT: ટ્યુશન ગયેલી 15 વર્ષિય બાળકીનું અપહરણ, બાળકીનો હજુ સુધી પત્તો નહીં

આ પણ વાંચોઃ Anand: ચરોતરના સમૃધ્ધ ગણાતાં ધર્મજ ગામે કમળાના રોગે માથુ ઉંચક્યુ, અત્યાર સુધી 91 દર્દી, શું છે લક્ષણો?

Related Posts

બ્રહ્માંડમાં અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ ‘એલિયન યાન’ દેખાયું?, વૈજ્ઞાનિકોમાં વધી ચિંતા; ખાસ મિશન શરૂ થશે | 3I/ATLAS
  • November 3, 2025

3I/ATLAS: એલિયનની હાજરી વિશે વર્ષોથી એક રહસ્ય રહ્યું છે અને બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય બીજે ક્યાંક જીવન છે તેવી માન્યતાઓના આધારે અત્યાર સુધી અનેક પ્રયોગો થયા છે પણ હજુ સુધી નક્કર…

Continue reading
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો
  • October 29, 2025

અબજો વર્ષ પહેલાં દૂરના તારાઓની દુનિયાથી આવેલો ધૂમકેતુ હવે આપણા સૂર્ય તરફ ધસી રહ્યો છે. આ ધૂમકેતુ 3I/ATLAS છે. સૌરમંડળની બહારનો ત્રીજો પદાર્થ. વૈજ્ઞાનિકોની શોધ અન્ય તારાઓની દુનિયાના રહસ્યો ઉજાગર કરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 5 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 5 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 10 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 16 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 15 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!