નાગપુરમાં હિંસા બાદ અનેક વિસ્તારોમાં કર્ફ્યુ; કોંગ્રેસે હિંસા પર ઉઠાવ્યા સવાલ

  • India
  • March 18, 2025
  • 0 Comments
  • નાગપુરમાં હિંસા બાદ અનેક વિસ્તારોમાં કર્ફ્યુ; કોંગ્રેસે હિંસા પર ઉઠાવ્યા સવાલ

મંગળવારે નાગપુરના ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ખુલદાબાદમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગણી સાથે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન એક પવિત્ર ગ્રંથનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ પછી શહેરના ઘણા વિસ્તારોમાં હિંસા થઈ હતી. નાગપુર પોલીસ કમિશનર રવિન્દર સિંઘલે સોમવારે રાત્રે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 (ઉપદ્રવ અથવા શંકાસ્પદ ભયના તાત્કાલિક કેસોમાં આદેશ જારી કરવાની સત્તા)નો ઉપયોગ કરીને આ પ્રતિબંધો લાદ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે આગામી આદેશો સુધી પ્રતિબંધો અમલમાં રહેશે.

કોટાવાલી, ગણેશપેટ, તહસીલ, લકડગંજ, પચપાવલી, શાંતિનગર, સક્કરદરા, નંદનવન, ઈમામવાડા, યશોધરાનગર અને કપિલનગર વિસ્તારમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. આદેશમાં ચિકિત્સા સંબંધી ઇમરજન્સી સ્થિતિઓને બાદ કરતાં પોતાના ઘરોને છોડીને પોતાના ઘરોમાંથી બહાર નિકળવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ હિંસા વિશ્વ હિન્દુ પરિષદ એટલે વીએચપી અને બજરંગ દળ જેવા હિન્દુ સંગઠનો દ્વારા છત્રપતિ સંભાજીનગરમાં મુઘલ સમ્રાટ ઔરંગજેબની કબરને હટાવવાની માંગને લઈને આયોજિત એક પ્રદર્શનના કેટલાક કલાકો પછી શરૂ થઈ હતી. પ્રદર્શન દરમિયાન અનેક મુસ્લિમ સમૂહોએ આરોપ લગાવ્યો કે કલમા લખેલા એક કપડાને સળગાવ્યું પરંતુ નાગપુર પોલીસે આને અફવા કરાર આપ્યો હતો.

મીડિયા રિપોર્ટમાં નજરે જોનારાઓએ કહ્યું છે કે, તણાવ ખુબ જ ઝડપી વધી ગયું હતું. અથડામણ પછી હિંસા વધી ગઈ હતી. વાહનોમાં આગ લગાવી દીધી અને પથ્થરમારો થયો હતો. ઘટનાસ્થળથી આવેલા વીડિયોમાં સળગતા વાહનો અને કાટમાળ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે. સ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી અને વધારાના દળ તૈનાત કરવામાં આવ્યા તેથી વધુ અશાંતિ ફેલાય નહીં. આ અથડામણના કારણે સાર્વજનિક સંપત્તિને નુકશાન પહોંચાડવામાં આવ્યું છે.

કોંગ્રેસ નેતા પવન ખેડાએ મંગળવારે કહ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના ગૃહનગર નાગપુરના મહેલ વિસ્તારમાં કોમી રમખાણ ભડક્યા છે. નાગપુર 300 વર્ષ જૂનું શહેર છે. આ 300 વર્ષના ઇતિહાસમાં નાગપુરમાં કોઈ રમખાણો થયા નથી. આપણે બધાએ પૂછવું જોઈએ કે, આવી સ્થિતિ કેવી રીતે બની. કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યા પર ભાજપાની સરકાર છે. જો વિહિપ અને બજરંગ દળે ઔરંગજેબની કબર હટાવવાની માંગને લઈને વિરોધ પ્રદર્શન કર્યું, તો કેમ સરકારે કાનૂન-વ્યવસ્થા બનાવી રાખવા માટે કોઈ વ્યવસ્થા કરી નહીં? કોંગ્રેસ પાર્ટી અને અમે બધા નાગપુરના લોકોને શાંતિ બનાવી રાખવા માટે અપીલ કરીએ છીએ. એક રમત રમવામાં આવી રહી છે અને 300 વર્ષ જૂના ઇતિહાસને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. આ ખેલનો શિકાર ન બનો, શાંતિ બનાવીને રાખો કેમ કે, આજ આપણા હિતમાં છે. કેટલાક રાજકિય પક્ષ લોકોને ઉશ્કેરી રહ્યા છે અને વિચારે છે કે આનાથી તેમના રાજકિય હિતને ફાયદો થશે. આપણે આવી રાજનીતિથી બચવું પડશે. આપણા માટે શાંતિ મહત્વપૂર્ણ છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરના મહલ વિસ્તારમાં પથ્થરમારા અને વધતા તણાવ પછી સ્થિતિને નિયંત્રિત કરવા માટે કોશિશનું આશ્વસન આપતા શાંતિની અપીલ કરી છે.

મુખ્યમંત્રી કાર્યાલયે એક નિવેદન જારી કરીને કહ્યું, ‘પોલીસ પરિસ્થિતિને સંભાળી રહી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગરિકોને વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરી છે. અમે પોલીસ સાથે સતત સંપર્કમાં છીએ અને નાગરિકોએ તેમની સાથે કામ કરવું જોઈએ. નાગપુર હંમેશા શાંતિપૂર્ણ અને સહયોગી શહેર રહ્યું છે, અને આ તેની પરંપરા રહી છે. મુખ્યમંત્રીએ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને અધિકારીઓને સહયોગ આપવા વિનંતી કરી છે.

નાગપુરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ રહેવાસીઓને શાંતિ જાળવવા અપીલ કરી. તેમણે કહ્યું, ‘કેટલીક અફવાઓને કારણે નાગપુરમાં ધાર્મિક તણાવની સ્થિતિ ઊભી થઈ છે.’ આ શહેરનો ઇતિહાસ આવી પરિસ્થિતિઓમાં શાંતિ જાળવવા માટે જાણીતો છે. હું બધાને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને શાંતિ જાળવવા વિનંતી કરું છું. કૃપા કરીને રસ્તાઓ પર ન આવો અને કાયદો અને વ્યવસ્થાને સહયોગ આપો.

ગડકરીએ વધુમાં કહ્યું કે સરકાર દોષિતો સામે કાર્યવાહી કરશે. તેમણે કહ્યું, ‘મુખ્યમંત્રીને પરિસ્થિતિ વિશે જાણ કરવામાં આવી છે, તેથી હું બધાને અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરું છું.’

ઔરંગઝેબની કબરનો વિવાદ શું છે?

મુઘલ સામ્રાજ્યના છઠ્ઠા સમ્રાટ ઔરંગઝેબ (1618-1707) ઇતિહાસમાં એક વિવાદાસ્પદ શાસક રહ્યા છે. તેમનો મકબરો મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં ખુલદાબાદ નજીક એક સૂફી સંતની દરગાહના પરિસરમાં છે. હિન્દુ સંગઠનો અને જમણેરી જૂથોનો દાવો છે કે ઔરંગઝેબે તેમના શાસનકાળ દરમિયાન હિન્દુઓ પર અત્યાચાર ગુજાર્યો, મંદિરોનો નાશ કર્યો અને ધાર્મિક અસહિષ્ણુતાને પ્રોત્સાહન આપ્યું. તેઓ તેમને હિન્દુ વિરોધી માને છે અને તેમની કબરને અન્યાયનું પ્રતીક ગણાવીને તેને દૂર કરવાની માંગ કરે છે.

બીજી બાજુ ઇતિહાસકારોનો એક વર્ગ દલીલ કરે છે કે ઔરંગઝેબની નીતિઓને સંદર્ભમાં જોવી જોઈએ. તેઓ કહે છે કે તેમણે ફક્ત ધાર્મિક આધારો પર જ નહીં, પરંતુ રાજકીય અને આર્થિક કારણોસર પણ નિર્ણયો લીધા હતા. તેમ છતાં તેમની છબી લોકપ્રિય ધારણામાં નકારાત્મક રહે છે, જેનો ઉપયોગ જમણેરી જૂથો તેમના એજન્ડાને આગળ વધારવા માટે કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને સોશિયલ મીડિયાના યુગમાં ઔરંગઝેબ અંગે ધ્રુવીકરણ વધ્યું છે અને સમયાંતરે તેમની કબર દૂર કરવાની માંગ ઉઠી છે.

ઔરંગઝેબની કબરનો વિવાદ ઇતિહાસ કરતાં વર્તમાન રાજકારણ અને ઓળખ સાથે વધુ જોડાયેલો છે. હિન્દુ સંગઠનો તેને ‘ઐતિહાસિક ભૂલો સુધારવા’ના પગલા તરીકે રજૂ કરે છે, જ્યારે વિરોધ પક્ષો તેને ધાર્મિક ઉન્માદ ફેલાવવાનો પ્રયાસ માને છે. નાગપુરમાં થયેલી હિંસા એ વાતનો સંકેત છે કે આ મુદ્દો હવે છત્રપતિ સંભાજી નગર પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તે મહારાષ્ટ્ર અને કદાચ દેશમાં ધ્રુવીકરણ તરફ દોરી શકે છે.

આ ઘટના એ પણ સ્પષ્ટ કરે છે કે આજના સમયમાં હિંસા ભડકાવવામાં અફવાઓ અને સોશિયલ મીડિયા કેટલા અસરકારક છે. ઔરંગઝેબના મકબરા પરનો વિવાદ એક ઐતિહાસિક ચર્ચાથી આગળ વધીને ધાર્મિક અને રાજકીય સંઘર્ષનું પ્રતીક બની ગયો છે.

Related Posts

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?
  • April 29, 2025

Pahalgam Attack: 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકવાદી હુમલાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. જેમાં એક ઝિપ લાઇન ઓપરેટર હુમલા દરમિયાન ધાર્મિક સૂત્રોચ્ચાર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા…

Continue reading
Cyber ​​Attack: રાજસ્થાનની સરકારી વેબસાઇટને પાકિસ્તાને હેક કર્યાના આરોપ, શું લખ્યું!
  • April 29, 2025

 Cyber ​​Attack: રાજસ્થાન શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરતાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સાયબર ફોર્સે તેના પર પોતાની પોસ્ટ કરી છે. શિક્ષણ વિભાગની વેબસાઇટ ખુલી રહી નથી. વેબસાઇટ પર કાશ્મીરમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના