
Cyclone Montha Hits Andhra Coast : ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, ચક્રવાત મોન્થા બુધવારે (29 ઓક્ટોબર) સવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થયું હતું. IMD એ જણાવ્યું હતું કે ચક્રવાત પસાર થવા દરમિયાન પવનની ગતિ 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની હતી, જે 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી.
મંગળવારે સાંજે 7:30 વાગ્યાથી લગભગ 1 વાગ્યા સુધી લગભગ પાંચ કલાક સુધી લેન્ડફોલ ચાલ્યું. આ સમયગાળા દરમિયાન, 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જે 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચ્યો હતો. ચક્રવાતને કારણે અનેક વૃક્ષો પડી ગયા, અને દરિયા કિનારાના મકાનો ધરાશાયી થયા. ઘણા વિસ્તારોમાં વીજળીના તાર તૂટી ગયા અને થાંભલા પડી ગયા તેમજ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
ભારતીય હવામાન વિભાગે X ઉપર ચક્રવાત મોન્થા સબંધિત મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. વિભાગે જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લેન્ડફોલ કર્યા પછી ગંભીર ચક્રવાતી તોફાન મોન્થા નબળું પડી ગયું છે,તે છેલ્લા છ કલાક દરમિયાન લગભગ 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને હવે તે નબળું પડી ગયું છે.
બુધવારે (29 ઓક્ટોબર) સવારે ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થયું હતું. મંગળવારે તે લેન્ડફોલ થયું હતું, જેના કારણે દક્ષિણ રાજ્યોમાં ભારે નુકસાન થયું હતું, જ્યારે પડોશી ઓડિશામાં પણ 15 જિલ્લાઓમાં અસર દેખાઈ હતી.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાત મંગળવાર અને બુધવારે રાત્રે લેન્ડફોલ થયું હતું પરંતુ હવે તે દરિયાકાંઠેથી પસાર થઈ ગયું છે. IMD એ જણાવ્યું હતું કે ચક્રવાત પસાર થવા દરમિયાન પવનની ગતિ 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની હતી, જે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહી હતી.
થાઈ ભાષામાં “મોન્થા” નામનો અર્થ “સુગંધિત ફૂલ” થાય છે. ચક્રવાતના કારણે મંગળવારે આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો.પીટીઆઈએ પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે કોનાસીમા જિલ્લાના મકનાગુડેમ ગામમાં વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.કોનાસીમામાં વૃક્ષ પડવાથી એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિના મોત સાથે ત્રણના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. ચક્રવાતથી આંધ્રપ્રદેશમાં 38,000 હેક્ટરમાં પાકનો નાશ થયો હતો અને 1.38 લાખ હેક્ટર વાવેતરને નોંધપાત્ર નુકસાન થયું હતું.
મોન્થાના ભયને ધ્યાનમાં રાખીને, આશરે 76,000 લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા હતા,સરકારે વિવિધ સ્થળોએ 219 રાહત શિબિરો સ્થાપ્યા હતા.ચક્રવાતને લઈ 865 ટન પશુ ચારાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.સરકારે મંગળવારે રાત્રે 8:30 વાગ્યાથી બુધવારે સવારે 6 વાગ્યા સુધી ચક્રવાતથી પ્રભાવિત જિલ્લાઓમાં રસ્તાઓ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુક્યો હતો,જોકે, કટોકટીની તબીબી સેવાઓને મુક્તિ આપવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય રેલ્વેએ મંગળવારે પૂર્વ કોસ્ટ રેલ્વે ઝોનના વોલ્ટેર ડિવિઝનમાં ઘણી ટ્રેનો રદ કરી, ડાયવર્ટ કરી અથવા ફરીથી શેડ્યૂલ કરી. તેવી જ રીતે, દક્ષિણ મધ્ય રેલ્વે (SCR) ઝોને સોમવાર અને મંગળવારે કુલ 120 ટ્રેનો રદ કરી હતી.
આ પણ વાંચો:
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ








