
Dahod News: દાહોદ જીલ્લા LCBએ ડ્રોનની મદદથી બે આરોપીઓને ઝડપ્યા છે. છત્તીસગઢના મુગેલીથી ડમ્પર ચોરી બે આરોપીઓ દાહોદમાં ભાગીને આવતાં રહ્યા હતા. જેથી આ શખ્સોને બાતમી આધારે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે(LCB) બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં છત્તીસગઢના મુગેલીથી ડમ્પર ચોરી કરીને બે આરોપીઓ ગુજરાતની બોર્ડરથી દાહોદ પહોંચ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી દાહોદની અંવિતા હોટલ નજીક શંકાસ્પદ આરોપીઓનો પીછો કરતાં ડમ્પર મૂકી ફરાર થઈ ગયા હતા અને ખેતરમાં છૂપાઈ ગયા હતા. જોકે પોલીસે ડ્રોનની મદદથી આરોપીને શોધી કાઢ્યા હતા. આ આરોપીઓ હરિયાણાના હોવાનું સામે આવ્યું છે.
Great work by @SP_Dahod and the team! A stolen dumper from Mungeli, Chhattisgarh, was recovered after suspects abandoned it and fled. The team searched all night and used a drone in the morning, leading to a successful capture. Technology in action! @GujaratPolice in action. pic.twitter.com/kDJExHi5S7
— DGP Gujarat (@dgpgujarat) March 1, 2025
આરોપીઓ પાસેથી જેમાં હરીયાણાના બે ઈસમો સહિત દાહોદ LCBએ ડમ્પર કબજે કર્યું છે. આ ગુનાનો ભેદ ઉકેલી નાખવા બદલ ગુજરાતના પોલીસ વડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ આ ઘટના અંગેનો વીડિયો પોસ્ટ કરીને દાહોદ પોલીસની કામગીરીને બિરદાવી છે.
આ પણ વાંચોઃ ભાજપ MLAએ RTIને કહ્યું ખંડણી માંગવાનું સાધન, સરકારે RTI ‘બૂઠ્ઠો’ બનાવ્યો, જાગૃત લોકોનો ભારે વિરોધ
આ પણ વાંચોઃ Amreli: નાની બહેનની પરિક્ષા આપતી મોટી બહેન ઝડપાઈ, કહ્યું નાની બહેનને ટાઈફોડ!







