
Dahod Two daughters and mother die: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આફવા ગામમાં એક કરુણ ઘટના ઘટી છે. અહીં કૂવામાં પડી જતાં બે દીકરી સહિત માતાનું મોત થયું છે. 2 વર્ષિય એક બાળકી રમતાં રમતાં પડી ગઈ હતી. જેથી બીજી દીકરી સાથે બચાવવા ગયેલી માતા પણ ડૂબી હતી. આ ઘટનાથી પરિવારનો માળો વિખેરાયો છે. ગામમાં ગમગીનતા છવાઈ ગઈ છે.
ફતેપુરાના આફવા ગામે મોવડી ફળિયામાં રહેતી પરિણીતા લીલાબેન વળવાઈ તેમજ તેમની બે પુત્રીઓ મોહીનીબેન(ઉ.વ. 2) અને દિવ્યાની(ઉ.વ.1)ના મૃતદેહ આફવા ગામના મોવડી ફળિયાના કૂવામાંથી મળી આવ્યાં હતા. જેથી પંથકમાં ચકચાર મચી હતી. જાણવા મળી રહ્યું છે કે બાળકી સમતળ કૂવાની પારે રમી રહી હતી, તે દરમિયાન આ ઘટના ઘટી છે.
ઘટનાની જાણ પરિવારજનો તેમજ ગ્રામજનોને થતાં લોક ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસે ત્રણેય મૃતદેહનો કબજો લઈ દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યો હતો. પરિવાર હાલ શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ પણ વાંચોઃ Delhi Election: AAPના 7 ધારાસભ્યોએ એકાએક રાજીનામા આપ્યા, કોણે આપી લાલચ? જાણો કેજરીવાલ હાર-જીત પર શું અસર?