
Delhi: દિલ્હી સરકાર બીયર પીવાની ઉંમર 25 થી ઘટાડીને 21 વર્ષ કરવાનો વિચાર કરી રહી છે. મિડિયા રિપોર્ટ્સ અનુસાર વરિષ્ઠ અધિકારીઓ સાથેની તાજેતરની બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે નોઈડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને ફરીદાબાદ જેવા NCR ના પડોશી શહેરોમાં બીયર પીવાની કાયદેસર ઉંમર પહેલાથી જ 21 વર્ષ છે. આવી સ્થિતિમાં દિલ્હીમાં બીયર પીવાની વય મર્યાદા ઘટાડવાથી ગેરકાયદેસર દારૂના વેચાણ અને કાળાબજારને રોકવામાં મદદ મળી શકે છે. સાથે ભાજપ સરકારને પણ ફાયદો થાય. ઉલ્લેખનીય છે કે કેજરીવાલની દારુ પોલીસી પર સવાલ કરનાર ભાજપ સરકાર હવે બિયરમાંથી નફો કરવાના કિમિયા શોધી રહી છે.
બેઠકમાં એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે રાજધાનીમાં દારૂની દુકાનો ચલાવવા માટે હાઇબ્રિડ મોડેલ અપનાવવું જોઈએ. એટલે કે સરકારી વિક્રેતાઓ સાથે ખાનગી ભાગીદારી પણ હોવી જોઈએ. હાલમાં દિલ્હીમાં ફક્ત 4 સરકારી કોર્પોરેશનો દારૂની દુકાનો ચલાવી રહ્યા છે. હકીકતમાં 2022 માં નવી આબકારી નીતિ પરના વિવાદ અને CBI-ED દ્વારા તપાસ પછી તત્કાલીન કેજરીવાલ સરકારે ખાનગી રિટેલરોને દૂર કરીને જૂની નીતિ પુનઃસ્થાપિત કરી હતી. નવી એક્સાઇઝ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો પર વિચારણા કરવામાં આવી રહી છે.
પીડબ્લ્યુડી મંત્રી પ્રવેશ વર્માની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ તાજેતરમાં દારૂ ઉદ્યોગ સાથે સંકળાયેલા હિસ્સેદારો સાથે તેની પ્રથમ બેઠક યોજી હતી. તેમાં ઉદ્યોગ મંત્રી મનજિંદર સિંહ સિરસા તેમજ દિલ્હી સરકારના મંત્રી આશિષ સૂદ અને આબકારી વિભાગના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થતો હતો.
પ્રીમિયમ બ્રાન્ડ્સની ઉપલબ્ધતા
સમિતિ એ સુનિશ્ચિત કરવા માટે વિચારી રહી છે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રીમિયમ બ્રાન્ડ્સ દિલ્હીમાં સરળતાથી ઉપલબ્ધ થાય. હાલમાં તેની અછતને કારણે ગ્રાહકો હરિયાણા અને યુપી તરફ વળે છે, જેના કારણે દિલ્હીને આવકનું નુકસાન થાય છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે નવા માળખાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો રહેશે કે પાડોશી રાજ્યોના દારૂના ભાવમાં તફાવતને કારણે દિલ્હીને નુકસાન ન થાય છે.
રહેણાંક વિસ્તારોમાં દારૂની દુકાનોની સંખ્યા ઘટશે
આબકારી વિભાગ ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારોમાં દારૂની દુકાનોની સંખ્યા ઘટાડવાનું પણ વિચારી રહ્યું છે. તેમને મોલ અને વાણિજ્યિક સંકુલમાં ખસેડવા જોઈએ. આનાથી સુરક્ષા અને સામાજિક અસર સંબંધિત ચિંતાઓને દૂર કરવામાં મદદ મળશે.
ગ્રાહકને વધુ વિકલ્પો મળે
હાલમાં દિલ્હીમાં ચારેય સરકારી કંપનીઓ દારૂનું વેચાણ કરે છે. દરેક બોટલ પર 50 રૂપિયાનું નિશ્ચિત માર્જિન રાખવામાં આવ્યું છે. અધિકારીઓ માને છે કે આ સિસ્ટમ પારદર્શિતા પ્રદાન કરે છે, પરંતુ ગ્રાહક અનુભવને મર્યાદિત કરે છે. સરકાર ઇચ્છે છે કે નવી નીતિમાં, પ્રીમિયમ બ્રાન્ડ્સ પણ સ્ટોર્સમાં ઉપલબ્ધ હોવા જોઈએ અને ગ્રાહકોને વધુ વિકલ્પો મળવા જોઈએ.
આ પણ વાંચો:
ગુજરાતમાં દારૂબંધી ખોટી, નવી લીકર પોલીસી બનાવોઃ શંકરસિંહ વાઘેલા
Ahmedabad: હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ, જાણો શું છે સમગ્ર મામલો
Gandhinagar: ફરી ભેગા થયાં PAAS નેતાઓ, હાર્દિક પટેલને ન બોલાવ્યા, સરકાર પાસે શું કરી માંગ ?
તેલ કા ખેલ, સત્તારુઢ BJP તમને કેવી રીતે લૂંટી રહી છે?, જુઓ | Modi Government
PM Modi: મોદીની માતાના અપમાનનો બદલો લેવા માત્ર બિહાર ભાજપે ઠેકો લીધો!, શું છે ચાલ?







