દિલ્હીના સીએમ આતિશી પ્રેસ કોન્ફરન્સમાં રડ્યાઃ કહ્યું- મારા પિતાને ગાળો બોલવામાં આવી; બીજેપી નેતા બિધુરીએ કહ્યું- આતિશીએ પોતાનો બાપ બદલી નાંખ્યો

સોમવારે બીજેપી નેતા રમેશ બિધુરીના નિવેદનનો જવાબ આપતા દિલ્હીના મુખ્યમંત્રી આતિશી રડી પડ્યા હતા. આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રમેશ બિધુરી મારા 80 વર્ષના પિતાને ગાળો આપી રહ્યો છે. ચૂંટણી માટે આવી ગંદી રાજનીતિ કરશો? મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આ દેશની રાજનીતિ આટલી નીચે જઈ શકે છે.

આતિશીએ કહ્યું- હું રમેશ બિધુરીને કહેવા માંગુ છું, મારા પિતા આખી જિંદગી શિક્ષક રહ્યા છે. તેમણે હજારો ગરીબ બાળકોને ભણાવ્યા છે. હવે તે 80 વર્ષના છે અને એટલી ગંભીર હાલતમાં છે કે તે આધાર વિના ચાલી પણ શકતા નથી. રમેશ બિધુરી હવે એવા સ્ટેજ પર પહોંચી ગયા છે કે તેઓ એક વૃદ્ધ વ્યક્તિ સાથે દુર્વ્યવહાર કરીને વોટ માંગી રહ્યા છે.

અસલમાં દિલ્હીથી ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીએ રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આતિશીએ પોતાનો બાપ બદલી નાંખ્યો છે. તે માર્લેનાથી હવે સિંહ બની ગઈ છે. ભાજપે કાલકાજીમાંથી આતિશી સામે બિધુરીને ટિકિટ આપી છે.

બિધુરીના નિવેદન પર કેજરીવાલે કહ્યું- બીજેપી નેતાઓએ બેશરમીની હદ વટાવી દીધી છે.

બિધુરીના નિવેદન પર AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે X પર કહ્યું કે ભાજપના નેતાઓએ બેશરમીની તમામ હદો પાર કરી દીધી છે. બીજેપી નેતાઓ દિલ્હીના મુખ્યમંત્રી આતિષીને અપશબ્દો બોલી રહ્યા છે. દિલ્હીની જનતા મહિલા મુખ્યમંત્રીનું અપમાન સહન નહીં કરે.

આ પણ વાંચો-છત્તીસગઢના બીજાપુરમાં જવાનોની ગાડી ઉપર નક્સલી હુમલો; 8 જવાન શહીદ

બિધુરીએ પ્રિયંકા પર વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું.

આ પહેલા રવિવારે સવારે બિધુરીએ પ્રિયંકા ગાંધી પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે લાલુએ બિહારના રસ્તાઓને હેમા માલિનીના ગાલ જેવા બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ તેમ કરી શક્યા નહીં. હું તમને ખાતરી આપું છું કે, હું કાલકાજીના તમામ રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવીશ.

પવન ખેરાએ પ્રિયંકા ગાંધી પર બિધુરીના નિવેદન પર વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘આ દુર્વ્યવહાર માત્ર આ ખરાબ માણસની માનસિકતા જ નથી દર્શાવતું, તે તેના માલિકોની વાસ્તવિકતા છે. ભાજપના આ નીચ નેતાઓમાં તમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મૂલ્યો જોવા મળશે.

કોંગ્રેસના વિરોધ પર રમેશ બિધુરીએ કહ્યું, ‘મેં કોઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું નથી. જો કોંગ્રેસને નિવેદન સામે કોઈ વાંધો હોય તો પહેલા લાલુ યાદવને હેમા માલિનીની માફી માંગવા કહે, કારણ કે તેમણે પણ આવું નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો-રાજ્યમાં HMPV વાઈરસનો પ્રથમ દર્દી નોધાયા બાદ આરોગ્યમંત્રી કહ્યું કે આ જૂનો વાઈરસ!, ગુજરાતનું સ્વાસ્થ્ય જોખમમાં?

જો કે, જ્યારે વિવાદ વધી ગયો તો બિધુરીએ સ્પષ્ટતા કરતા કહ્યું- મેં આ વાત લાલુ યાદવે જે કહ્યું તેના સંદર્ભમાં કહી છે. લાલુ યાદવ તેમની સરકારમાં મંત્રી હતા ત્યારે પણ કોંગ્રેસ ચૂપ રહી હતી. જો મારા શબ્દોથી કોઈને દુઃખ થયું હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું.

ભાજપે શનિવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. યાદીમાં 29 નામ છે. જેમાંથી 7 નેતાઓ તાજેતરમાં AAP અને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે.

પ્રવેશ વર્મા નવી દિલ્હીથી અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડશે. કાલકાજીથી સીએમ આતિશી સામે રમેશ બિધુરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસે આ સીટ પર અલકા લાંબાને ટિકિટ આપી છે.

પાર્ટીએ પ્રથમ યાદીમાં ગત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ મેળવનાર મોટાભાગના ઉમેદવારોને ફરીથી ટિકિટ આપી છે. 29 ઉમેદવારોની યાદીમાં 13 ઉમેદવારોને રિપીટ કરાયા છે, જ્યારે 16ની ટિકિટ બદલાઈ છે.

આ પણ વાંચો-BREAKING: ગોપાલ ઈટાલિયાએ પટ્ટો કાઢી પોતાને જ ફટકાર્યો, જુવો આવું કેમ કર્યું?

  • Related Posts

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
    • March 19, 2026

    Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

    Continue reading
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
    • March 19, 2026

    ■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

    • March 21, 2026
    • 3 views
    Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

    Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

    • March 21, 2026
    • 5 views
    Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

    Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

    • March 21, 2026
    • 8 views
    Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

    Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

    • March 21, 2026
    • 10 views
    Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

    PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

    • March 21, 2026
    • 7 views
    PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

    Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

    • March 21, 2026
    • 10 views
    Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!