આણંદ જીલ્લાનું કરમસદ ગામ આજે સજ્જડ બંધ, જાણો સૌથી મોટું કારણ?

ગુજરાતમાં નવા જીલ્લા અને નવી 9 મહાનગરપાલિકાઓ જાહેરાત કરતાં જ વિરોધનો શૂર ઉઠ્યો છે. ગુજરાતમાં ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સરદાર પટેલના વતન કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરતાં ગ્રામજનોમાં રોષ ભભૂક્યો છે. ગ્રમાજનોની વર્ષોથી માગ છે કે કરસમદને અલગ પાલિકા બનાવવામાં આવે. જોકે ગ્રામજનોની માગ ન પૂર્ણ થતાં આજે કરમસદ ગામ સજ્જડ બંધ રહ્યું છે.

આણંદ મહાનગરપાલિકામાં કરમસદ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના વિરોધમાં આજે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ગામમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો છે. ગત 1 જાન્યુઆરી 2025એ સત્તાવાર રીતે આણંદને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવ્યું છે. આ આણંદ મહાનગરપાલિકામાં સરદાર વલ્લભભાઈ પટેલના વતન કરમસદ ગામને પણ જોડી દેવામાં આવ્યું છે. જેનો ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. વિરોધને લઈ આજે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ગામમાં બંધનું એલાન અપાયું છે. ત્યારે ગામના તમામ નાના-મોટા વેપારીઓએ બંધને સમર્થન આપતાં આખું ગામ સજ્જડ બંધ જોવા મળ્યું છે. અનઈચ્છનિય બનાવ ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

આ  સમાચાર પણ વાંચોઃ  છત્તીસગઢના બીજાપુરમાં જવાનોની ગાડી ઉપર નક્સલી હુમલો; 8 જવાન શહીદ

મંદિરો પણ બંધ

કરમસદ ગામમાં આવેલ બેંકો અને મેડિકલ સ્ટોર સિવાય તમામ દુકાનો-ઓફિસો બંધ રાખવામાં આવી છે. સાથે-સાથે ટ્રસ્ટ સંચાલિત વિવિધ શાળા-કોલેજોમાં પણ આજે રજા આપવામાં આવી છે. મોટાભાગના મંદિરો પણ આજે ખોલવામાં આવ્યા નથી.

આણંદમાં ભેળવાથી કરમસદ ગામને શું છે નુકસાન?

કરસમદ સરદાર વલ્લભભાઇ પટેલનું વતન છે. જો તેને આણંદમાં ભે‌ળવી દેવાય તો સરદારનું અસ્તિત્વ મટી જાય. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા મૂકાઇ છે. અહીં તેમનું ઘર, સ્કૂલ અને મેમોરિયલ આવેલું છે. જન્મ અને પુણ્યતિથી ઉજવાય છે. ત્યારે લોકોની માગ છે કે કરસમદને સ્વતંત્ર નગરપાલિકા પાલિકા બનાવવામાં આવે. જો આવું નહીં કરવામાં આવે તે સરદારની ઓળખ ભૂંસાઈ જશે. કરમસદએ સરદાર પટેલની કર્મભૂમી છે.

આ સમાચાર પણ વાંચોઃ જ્યારે પીએમ મોદીની સ્પીચ વચ્ચે બંધ થઇ ગયું ટેલિપ્રોમ્પ્ટર; જૂઓ વીડિયો

Related Posts

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ
  • September 29, 2026

Sutrapada Adani Cement Mining Protest: ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં અદાણી સિમેન્ટ કંપનીની માઇનિંગ કામગીરી સામે છ ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. ધામડેજ, સિંગસર સહિતના ગામોના ખેડૂતો છેલ્લા…

Continue reading
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ
  • September 28, 2026

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં ઓછા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં હોવાનો દાવો કરતાં આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ કરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

INDIA Alliance SIR Protest: SIR વિવાદ વચ્ચે INDIA બ્લોકનું ‘લોકતંત્ર બચાવો’ આંદોલન, 2 ઑક્ટોબરથી દેશભરમાં માર્ચ

  • October 1, 2026
  • 2 views
INDIA Alliance SIR Protest: SIR વિવાદ વચ્ચે INDIA બ્લોકનું ‘લોકતંત્ર બચાવો’ આંદોલન, 2 ઑક્ટોબરથી દેશભરમાં માર્ચ

Umar Khalid Bail Case: છ વર્ષથી વધુ સમયથી જેલમાં છતાં જામીન નહીં, ઉમર ખાલિદ-શરજીલ ઇમામની અરજી ફગાવાઈ

  • October 1, 2026
  • 2 views
Umar Khalid Bail Case: છ વર્ષથી વધુ સમયથી જેલમાં છતાં જામીન નહીં, ઉમર ખાલિદ-શરજીલ ઇમામની અરજી ફગાવાઈ

Dhanraj Nathwani: અખિલેશે રિલાયન્સના ધનરાજ નાથવાણીને રાજ્યસભાની ટિકિટ આપી, કોણ છે આ સરપ્રાઇઝ ઉમેદવાર?

  • October 1, 2026
  • 3 views
Dhanraj Nathwani: અખિલેશે રિલાયન્સના ધનરાજ નાથવાણીને રાજ્યસભાની ટિકિટ આપી, કોણ છે આ સરપ્રાઇઝ ઉમેદવાર?

Odisha CAG Report: ઓડિશામાં જમીન ઉપયોગ પર CAGના સવાલ, 504 એકર કૃષિ જમીન બિનકૃષિ ઉપયોગમાં ફેરવાઈ

  • October 1, 2026
  • 7 views
Odisha CAG Report: ઓડિશામાં જમીન ઉપયોગ પર CAGના સવાલ, 504 એકર કૃષિ જમીન બિનકૃષિ ઉપયોગમાં ફેરવાઈ

S Jaishankar Food Crisis Warning: ‘આવનારા મહિનાઓમાં મોટું ખાદ્ય સંકટ આવી શકે’, અમેરિકામાં જયશંકરની ગંભીર ચેતવણી

  • October 1, 2026
  • 3 views
S Jaishankar Food Crisis Warning: ‘આવનારા મહિનાઓમાં મોટું ખાદ્ય સંકટ આવી શકે’, અમેરિકામાં જયશંકરની ગંભીર ચેતવણી

Goldy Brar FBI Most Wanted: અમેરિકાની FBIની ‘મોસ્ટ વોન્ટેડ’ યાદીમાં ગોલ્ડી બરાર, માહિતી આપનારને 10 લાખ ડૉલર સુધીનું ઈનામ

  • October 1, 2026
  • 6 views
Goldy Brar FBI Most Wanted: અમેરિકાની FBIની ‘મોસ્ટ વોન્ટેડ’ યાદીમાં ગોલ્ડી બરાર, માહિતી આપનારને 10 લાખ ડૉલર સુધીનું ઈનામ