Delhi Election: 15 કરોડવાળી ઓફરની તપાસ, કેજરીવાલના ઘરે ACB ટીમ પહોંચી, શું છે મામલો?

  • India
  • February 7, 2025
  • 0 Comments

Delhi  Election: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપ પર ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો હતો. અરવિંદ કેજરીવાલ અને અન્ય AAP નેતાઓએ આરોપ લગાવ્યો કે ભાજપે AAP ઉમેદવારોને 15 કરોડ રૂપિયાની ઓફર કરી રહી છે. જેથી ભાજપે આ આરોપો અંગે અરવિંદ કેજરીવાલ અને અન્ય લોકો વિરુદ્ધ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને ફરિયાદ કરી છે. જેથી ભાજપની ફરિયાદને ધ્યાનમાં લઈ દિલ્હીના ઉપરાજ્યપાલે તપાસના આદેશ આપ્યા છે. જે બાદ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) ની ટીમ અરવિંદ કેજરીવાલ, સંજય સિંહ અને મુકેશ અહલાવતના ઘરે પહોંચી તપાસ હાથ ધરી છે.

અરવિંદ કેજરીવાલ, સંજય સિંહ અને મુકેશ અહલાવત દ્વારા ભાજપ પર લગાવવામાં આવેલા ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના આરોપોની તપાસ ACB ટીમ કરશે. દિલ્હી ભાજપના મહાસચિવ વિષ્ણુ મિત્તલે LGને પત્ર લખીને આમ આદમી પાર્ટીના દાવાઓની તપાસ કરવા વિનંતી કરી હતી. પોતાના પત્રમાં, ભાજપના નેતાએ કહ્યું કે ભાજપ પર AAPના સાત ધારાસભ્યોને પક્ષપલટા માટે 15-15 કરોડ રૂપિયાની ઓફર કરવાના આરોપો પાયાવિહોણા છે. તમે આરોપો માટે કોઈ પુરાવા આપ્યા નથી, તેની તપાસ થવી જોઈએ.

અગાઉ, ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે AAPના આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આપણે બધા જાણીએ છીએ કે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી જૂઠાણું બનાવનાર મશીન બની ગયા છે. દિલ્હીના લોકોએ તેમના જુઠ્ઠાણાનું પરિણામ ભોગવ્યું છે, તેથી જ દિલ્હીની હાલત દયનીય છે. અરવિંદ કેજરીવાલને ખ્યાલ આવી ગયો છે કે દિલ્હીની સત્તા તેમના હાથમાંથી સરકી રહી છે, તેથી જ તેઓ આજે આવા આરોપો લગાવી રહ્યા છે. કાલે જ્યારે તેઓ ચૂંટણી હારી જશે, ત્યારે તેઓ EVM અને ચૂંટણી પંચને દોષ આપશે.

આ પણ વાંચોઃ Surat: બાળકના મોત બાદ જવાબદાર કાર્યપાલક ઈજનેર સહિત ચાર અધિકારીઓને નોટિસ

આ પણ વાંચોઃ હાથ-પગ બાંધીને પરત લવાયેલા ભારતીયો વિશે અમેરિકન મીડિયામાં શું વાત થઈ રહી છે?

Related Posts

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ
  • August 1, 2026

Amit Shah Parliament: ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગેરહાજરીને લઈને વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યો છે. વિરોધ પક્ષના સાંસદો દરરોજ સંસદ પરિસરમાં બેનરો સાથે પ્રદર્શન કરી રહ્યા…

Continue reading
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ
  • August 1, 2026

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની સર્કિટ બેન્ચ સ્થાપવાની વર્ષોથી ચાલી આવતી માંગને ફરી એક વખત રાજકીય અને કાનૂની સ્તરે વેગ મળ્યો છે. ભાજપના રાજ્યસભા સાંસદ સંજય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 4 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 6 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 7 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 7 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 9 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 7 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી