
- Delhi Election 2025: વિજેતા ધારાસભ્યોને કેજરીવાલે સોંપ્યું મહત્વપૂર્ણ કામ; BJPને પાળવા પડશે વચન
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની કારમી હાર થતા સત્તાથી બેદખલ થઈ ગયા છે. રાજધાનીની કુલ 70 બેઠકોમાંથી ભાજપે 48 તો AAPએ 22 બેઠકો જીતી છે. ચૂંટણીમાં કારમો પરાજય થયા બાદ પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે ભાજપ વિરુદ્ધ નવું અભિયાન શરૂ કરી દીધું છે. કેજરીવાલે આજે (9 ફેબ્રુઆરી) વિજેતા તમામ ઉમેદવારો સાથે બેઠક યોજી હતી.
કેજરીવાલે વિજેતા ધારાસભ્યોને સોંપ્યું મહત્વપૂર્ણ કામ?
બેઠક બાદ આતિશીએ કહ્યું કે, ‘કેજરીવાલે વિજેતા તમામ ધારાસભ્યોને પોત-પોતાના વિધાનસભા ક્ષેત્રમાં જનતા માટે કામ કરવા કહ્યું છે. આ સાથે તેમણે તમામને એવું પણ કહ્યું કે, ભાજપે ચૂંટણી ટાણે જે વચનો આપ્યા હતા, તે પુરા કરાવવા તેઓ સુનિશ્ચિત કરે.’
કેજરીવાલ સાથે મુલાકાત કર્યા બાદ આતિશીએ તમામ મહિલાઓને અઢી હાજર રૂપિયા આપવાના ભાજપના વચનને યાદ કરી કહ્યું કે, ‘આમ આદમી પાર્ટી સુનિશ્ચિત કરશે કે, ભાજપ પ્રજાને કરેલા તમામ વચનો નિભાવે. આમ આદમી પાર્ટી રચનાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવશે અને સુનિશ્ચિત કરશે કે, ભાજપ મહિલાઓને 2500 રૂપિયા આપે, મફત વીજળી આપે અને દિલ્હીના લોકોને મળતી અન્ય સુવિધાઓ આપવાનું ચાલુ રાખે.
AAP के राष्ट्रीय संयोजक @ArvindKejriwal जी की नवनिर्वाचित विधायकों के साथ बैठक के बाद बोलीं पूर्व मुख्यमंत्री @AtishiAAP जी-
“BJP ने वादा किया था कि पहली कैबिनेट बैठक में महिलाओं को ₹2,500/महीने देने की स्कीम को पास किया जाएगा। हम सुनिश्चित करेंगे कि महिलाओं को 8 मार्च तक ये… pic.twitter.com/fFBveDht5y
— AAP (@AamAadmiParty) February 9, 2025
અન્ય એક ધારાસભ્યએ કહ્યું કે, કેજરીવાલે અમારી સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં તમામ ધારાસભ્યો હાજર હતા. અમારું કર્તવ્ય છે કે, દિલ્હીમાં જે કામ ચાલી રહ્યું છે, તે અટકવું ન જોઈએ અને ભાજપે જે વચનો આપ્યા છે, તે પુરા થાય. આ મુદ્દે કેજરીવાલે અમને નિર્દેશ આપ્યા છે.
આ પણ વાંચો- VIDEO: યુવતી પોતાની બહેનના લગ્નના સ્ટેજ પર કરી રહી હતી ડાન્સ; અચાનક આવ્યું મોત