
Delhi Transgender Murder: દિલ્હી પોલીસે સોમવારે એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિની હત્યાના સંબંધમાં બે લોકોની ધરપકડ કરી છે, જેનો મૃતદેહ દિલ્હીના મધુ વિહાર વિસ્તારમાં ગળું કાપેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે બપોરે એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિની હત્યા અંગે પીસીઆર કોલ આવ્યો હતો, જેની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચીને પોલીસને ટ્રાન્સજેન્ડરનો મૃતદેહ લોહીથી લથપથ અને તેનું ગળું કાપેલી હાલતમાં મળ્યો. મૃતકની ઓળખ કરણ ઉર્ફે અન્નુ તરીકે થઈ હતી, જે ખીચડીપુરનો રહેવાસી હતો, જે હાલમાં ચિલ્લા ગામમાં રહેતો હતો.
પ્રેમ અને પછી પૈસા, હત્યાનું કારણ
સતત પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું કે દિલ્હીના ગાઝીપુર ગામની એક MCD સ્કૂલમાં રહેતો રેહાન ઉર્ફે ઇક્કા(19), છેલ્લા ચાર મહિનાથી કિન્નર સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતો. સમય જતાં વિવાદો વધવા લાગ્યા કારણ કે રેહાન કથિત રીતે કરણ પાસેથી પૈસા પડાવતો રહ્યો. જેથી કરણ તેનાથી દૂર રહેવા લાગ્યો, ત્યારે રેહાને તેના પર પોતાનો અધિકાર જમાવવાનું શરૂ કર્યું, રેહાનને કરણ વિશ્વાસઘાત કરતો હોવાનું લાગ્યુ.
ગુસ્સામાં આવીને બોયફ્રેન્ડે તેની ટ્રાન્સજેન્ડર ગર્લફ્રેન્ડની હત્યા કરી
ગુસ્સે ભરાયેલા રેહાને તેના સાથી મોહમ્મદ સરવર (ઉ.વ. 20, ખોડા કોલોની, ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ) સાથે મળીને ટ્રાન્સજેન્ડર ગર્લફ્રેન્ડ કરણ મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે શંકાસ્પદોની શોધમાં યમુના વિસ્તાર તેમજ ગાઝિયાબાદ અને મેરઠમાં અનેક દરોડા પાડવામાં આવ્યા હતા. ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, પોલીસ ટીમ મધ્યરાત્રિની આસપાસ લક્ષ્મી નગર મેટ્રો સ્ટેશન વિસ્તારમાં પહોંચી હતી. તેઓએ નજીકના પાર્કિંગ વિસ્તારમાં અને કિશન કુંજ/SDM ઓફિસ નજીક શકરપુર ફ્લાયઓવરની નીચે વોચ રાખી હતી.
પોલીસે હત્યારાની ધરપકડ કરી
પોલીસે કહ્યું કે રાત્રે લગભગ 12:45 વાગ્યે આપેલા વર્ણન સાથે મેળ ખાતા બે શંકાસ્પદ લોકો પગપાળા આવ્યા અને ફ્લાયઓવર નીચે ઊભા રહ્યા, જાણે કોઈની રાહ જોઈ રહ્યા હોય. બાતમીદાર દ્વારા પુષ્ટિ મળ્યા બાદ પોલીસ ટીમે રાત્રે લગભગ 1:00 વાગ્યે બંને શંકાસ્પદોને પકડી લીધા. તેમણે કહ્યું કે પૂછપરછ દરમિયાન બંને શંકાસ્પદોએ તે જ દિવસે કરણ ઉર્ફે અન્નુની હત્યામાં પોતાની સંડોવણી કબૂલી લીધી. તેમણે વધુમાં કહ્યું કે અમે કેસની વધુ તપાસ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો:
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો