US Deportation: આવતીકાલે અમેરિકા વધુ 119 ભારતીયોને કરશે ડિપોર્ટ, 8 ગુજરાતી

  • World
  • February 14, 2025
  • 0 Comments

US Deportation: એક બાજુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસે છે. ત્યારે બીજી તરફ ભારતીયોને અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સ પર કડકાઈભર્યું વર્તન કર્યું છે.  તાજેતરમાં 104 ભારતીયોને અમેરિકામાંથી ભારત પાછા મોકલવામાં આવ્યા હતા. ત્યારે હવે વધુ 119 ભારતીયોને ડિપોર્ટ કરાશે તેવી માહિતી મળી રહી છે. આવતીકાલે 15 ફેબ્રુઆરીના રોજ, અમેરિકાથી એક વિમાન 119 ગેરકાયદેસર રહેતા ભારતીયોને અમૃતસર એરપોર્ટ પર આવશે.

119માંથી 8 ગુજરાતીનો દેશનિકાલ

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને લઈને જતું વિમાન શનિવારે રાત્રે અમૃતસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરશે. જેમાં સૌથી વધુ 67 ગેરકાયદેસર સ્થળાંતર કરનારા પંજાબના અને 33 હરિયાણાના છે. બાકીના 8 ગુજરાતના રહેવાસી છે. 2 લોકો ગોવાના, 3 ઉત્તર પ્રદેશના, 2 મહારાષ્ટ્રના, 2 રાજસ્થાનના, 1 હિમાચલ પ્રદેશના અને 1 જમ્મુ અને કાશ્મીરના છે.

20 હજાર ભારતીયોને દેશનિકાલ કરવાનો તખતો તૈયાર

ઉલ્લેખનીય છે કે 5 ફેબ્રુઆરીના રોજ, 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને એક વિમાન અમેરિકાથી અમૃતસર પરત ફર્યું હતું. આ એ ભારતીયો હતા જે કોઈ પણ દસ્તાવેજો વિના અમેરિકામાં રહેતા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે 20 હજાર ભારતીયોની ઓળખ કરી છે. જેઓ કોઈપણ દસ્તાવેજો વિના ગેરકાયદેસર રીતે ત્યાં રહી રહ્યા છે. અમેરિકન સરકાર આ બધા ભારતીયોને દેશનિકાલ કરવા જઈ રહી છે. હવે ગેરકાયદેસર રહેતાં 119 ભારતીયો પાછા મોકલવાની તૈયારી કરી લીધી છે.

દેશનિકાલનો મુદ્દો સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો

ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને પાછા લાવવાનો મુદ્દો પણ સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો. જેના પર વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે આવું પહેલીવાર બન્યું નથી. આ દેશનિકાલ પ્રક્રિયા પહેલાથી જ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ PM મોદીના અમેરિકન પ્રવાસથી ભારતને શું ફાયદો થયો? જાણો 5 મહત્વપૂર્ણ મુદ્દા

આ પણ વાંચોઃ Modi Visit US: અમેરિકન પત્રકારે અડાણી મુદ્દે PM મોદીને પ્રશ્ન પૂછતાં ચહેરો જોવા જેવો થઈ ગયો! જુઓ શું કહ્યું?

આ પણ વાંચોઃ Modi Visit US: અમેરિકન પત્રકારે અડાણી મુદ્દે PM મોદીને પ્રશ્ન પૂછતાં ચહેરો જોવા જેવો થઈ ગયો! જુઓ શું કહ્યું?

આ પણ વાંચોઃ ટ્રમ્પ પર 26 લાખના બૂટ બગાડવાનો આરોપ, આ ગાયિકાએ ટ્રમ્પને આકરા શબ્દોમાં શું કહી દીધુ?

Related Posts

Iran: ઈરાનની ઈઝરાયેલને ધમકી,”હવે ન્યુક્લિયર પ્લાન્ટ ઉડાવશું!
  • March 5, 2026

Iran: અમેરિકા અને ઈઝરાયેલના હુમલાઓ વચ્ચે ઇરાને પણ ઈઝરાયેલની કેટલીક દુઃખતી નસો દબાવવાનું શરૂ કર્યું છે.ઈરાને ઈઝરાયલને કડક ચેતવણી આપી છે કે તેઓ હવે ન્યુક્લિયર પ્લાન્ટને ટાર્ગેટ કરી શકે છે…

Continue reading
China: ઈરાન એક પણ ગોળી ચલાવ્યા વિના અમેરિકાને પરાસ્ત કરી શકે છે! ચીની પ્રોફેસરે બતાવી ગજબની યુક્તિ! જાણીને હેરાન થઈ જશો!
  • March 5, 2026

China: ઈરાન હાલમાં એકલા હાથે અમેરિકા અને ઈઝરાયલનો સામનો કરી રહ્યું છે. તેણે સાઉદી અરેબિયા, કતાર અને બહેરીન જેવા અનેક ખાડી દેશોને પણ નિશાન બનાવ્યા છે. જોકે, યુદ્ધની પદ્ધતિઓ બદલાઈ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran: ઈરાનની ઈઝરાયેલને ધમકી,”હવે ન્યુક્લિયર પ્લાન્ટ ઉડાવશું!

  • March 5, 2026
  • 3 views
Iran: ઈરાનની ઈઝરાયેલને ધમકી,”હવે ન્યુક્લિયર પ્લાન્ટ ઉડાવશું!

China: ઈરાન એક પણ ગોળી ચલાવ્યા વિના અમેરિકાને પરાસ્ત કરી શકે છે! ચીની પ્રોફેસરે બતાવી ગજબની યુક્તિ! જાણીને હેરાન થઈ જશો!

  • March 5, 2026
  • 6 views
China: ઈરાન એક પણ ગોળી ચલાવ્યા વિના અમેરિકાને પરાસ્ત કરી શકે છે! ચીની પ્રોફેસરે બતાવી ગજબની યુક્તિ! જાણીને હેરાન થઈ જશો!

Trump: ઈરાને ચીન-રશિયાને દોસ્ત માન્યા!ભારત માટે નારાજ! કુલ 1145ના મોત

  • March 5, 2026
  • 10 views
Trump: ઈરાને ચીન-રશિયાને દોસ્ત માન્યા!ભારત માટે નારાજ! કુલ 1145ના મોત

Adani: કચ્છમાં અદાણીને જંગલો આપતા CM ભૂપેન્દ્ર પટેલ, જુઓ ખાસ વિશ્લેષણ

  • March 4, 2026
  • 3 views
Adani: કચ્છમાં અદાણીને જંગલો આપતા CM ભૂપેન્દ્ર પટેલ, જુઓ ખાસ વિશ્લેષણ

Modi: દોસ્ત ઈરાનના સુપ્રીમો ખામેનેઈના મોત અંગે મોદીના ભેદી મૌન સામે ઉઠ્યા સવાલ,જાણો પૂર્વ મંત્રી યશવંત સિન્હાએ શુ કહ્યુ!

  • March 4, 2026
  • 4 views
Modi: દોસ્ત ઈરાનના સુપ્રીમો ખામેનેઈના મોત અંગે મોદીના ભેદી મૌન સામે ઉઠ્યા સવાલ,જાણો પૂર્વ મંત્રી યશવંત સિન્હાએ શુ કહ્યુ!

BJP: ભિલિસ્તાન મુદે લડત ચલાવનાર પ્રફુલ વસાવા હવે ભાજપમાં જોડાઈ ગયા! નાયબ CM હર્ષ સંઘવીનો માસ્ટર સ્ટ્રોક કે બીજું કંઈ? જુઓ વિશ્લેષણ

  • March 4, 2026
  • 5 views
BJP: ભિલિસ્તાન મુદે લડત ચલાવનાર પ્રફુલ વસાવા હવે ભાજપમાં જોડાઈ ગયા! નાયબ CM હર્ષ સંઘવીનો માસ્ટર સ્ટ્રોક કે બીજું કંઈ? જુઓ વિશ્લેષણ