
Operation Sindoor: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલેલા વોર મામલે યુદ્ધવિરામ માટે ટ્રમ્પે કડક વલણ અપનાવતા ભારતના વડાપ્રધાન મોદીનો પોતાની ઉપર ફોન આવ્યો હતો કે
“અમારું કામ થઇ ગયું છે!”ત્યારે ટ્રમ્પે કહ્યું કે શું કામ થઈ ગયું છે?
ત્યારે મોદીએ ફરીવાર ચોખવટ કરતા કહ્યું કે “અમારું કામ થઇ ગયું, અમે યુદ્ધ નહી લડીએ”
સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે યુએસ-સાઉદી ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં સંબોધન દરમિયાન ટ્રમ્પે ફરી એકવાર આ મુજબ દાવો કર્યો હતો.તેઓ 60થી વધુ વખત વારંવાર કહી ચુક્યા છે કે ભારત-પાકિસ્તાન યુદ્ધ આગળ વધતા તેઓએ અટકાવ્યું હતું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવી દેવાનો દાવો કરી વિશ્વભરમાં ભારતની ફજેતી કરી રહયા છે પણ ખબર નહિ કેમ પણ આપણા વડાપ્રધાન મોદીજી પણ સામો ખુલ્લેઆમ ટ્રમ્પનું નામ લઈ જવાબ નથી આપી શકતા કે આ વાત ખોટી છે,માત્ર આપણું મંત્રાલય કહેતુ રહે છે કે ભારત-પાકિસ્તાન યુદ્ધમાં કોઈ ત્રીજા દેશની મધ્યસ્થી ન હતી.
પણ ટ્રમ્પ જે બોલી રહયા છે તે ખોટી વાત છે તેવું નામ જોગ કોઈ બોલતું નથી પરિણામે વિશ્વમાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
ગતરોજ બુધવારે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે યુએસ-સાઉદી ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં તેમના સંબોધન દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે બંને દેશો પર 350 ટકા ટેરિફ લાદવાની ધમકી આપીને યુદ્ધ ટાળ્યું હતું.ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન બંનેએ પછી મારી વાત માનવી પડી હતી અને તેઓના જ સામેથી ફોન આવ્યા કે ‘અમે નહિ લડીએ!’
અમેરિકન રાષ્ટ્રપતિના જણાવ્યા મુજબ તેમણે બંને દેશોને કહ્યું, “હું ભારે ટેરિફ લાદવા જઈ રહ્યો છું, હું નથી ઇચ્છતો કે તમે લોકો એકબીજા સામે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરો, લાખો લોકો મરે અને લોસ એન્જલસ પર પરમાણુ ધૂળ ઉડે.”યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટને કહ્યું કે તેઓ સંઘર્ષનો અંત લાવવા માટે 350 ટકા ટેરિફ લાદશે, અને જો બંને દેશો યુદ્ધ રોકી દેશે તો તેમની પાસે સારો વેપાર સોદો કરવાનો વિકલ્પ રહેલો છે અને બન્ને માની ગયા.
ટ્રમ્પે કહ્યું, “કોઈ અન્ય રાષ્ટ્રપતિ આવું કરતા નથી,આઠમાંથી પાંચ યુદ્ધો વેપાર અને ટેરિફને કારણે ઉકેલાયા હતા. મેં તે કર્યું.” તેમણે કહ્યું કે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે તેમને ફોન કર્યો અને લાખો લોકોના જીવ બચાવવા બદલ વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ સુસી વિલ્સ સમક્ષ તેમનો આભાર માન્યો.
ટ્રમ્પે પછી દાવો કર્યો, “વડાપ્રધાન મોદીએ મને ફોન કર્યો અને કહ્યું, ‘અમારું કામ થઈ ગયું.’ મેં કહ્યું, ‘તમારું શું કામ થઈ ગયું?’ મોદીએ જવાબ આપ્યો, ‘અમે યુદ્ધ નહીં કરીએ.'” ટ્રમ્પે કહ્યું, “પછી મેં મોદીનો આભાર માન્યો અને કહ્યું, ‘ચાલો એક સમજોતો કરીએ.'”
ટ્રમ્પના આ નિવેદન સામે મોદી કદાચ એવું એટલા માટે કહ્યું હોય કે “આપણું કામ પૂર્ણ થયું” એનો મતલબ આતંકવાદી ઠેકાણા ઉપર ભારતે કાર્યવાહી કરી લીધી છે. જોકે,ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી.વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જૂનમાં જણાવ્યું હતું કે મોદીએ ટ્રમ્પને ફોન પર સ્પષ્ટ કર્યું હતું કે ભારત ક્યારેય મધ્યસ્થી સ્વીકારશે નહીં.
મહત્વનું છે કે ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેના અને ડ્રોન ફોર્સે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરથી પંજાબ સુધી ફેલાયેલા જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને અન્ય આતંકવાદી સંગઠનોના ઓછામાં ઓછા 11 મુખ્ય ઠેકાણાઓ ઉપર હુમલા કર્યા હતા પણ બીજી તરફ ટ્રમ્પ કહે છે કે મારા કહેવાથી બધું અટકી ગયું એટલુંજ નહિ પણ અમેરિકાના USCC રિપોર્ટમાં એવો દાવો કરાયો કે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું.
આ બધી વાતોથી ભારતના સાર્વભૌમત્વ ઉપર ઊંડી અસર થઈ રહી છે.
https://x.com/kkjourno/status/1991451746095554854?t=0UJdPoemdOoKXJm0bdCTuw&s=08
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા







