Trump: ઈરાન ઉપર અમેરિકન સેનાએ કર્યા મોટા હુમલા!! ખુદ ટ્રમ્પને જ ખબર નથી કે “લશ્કર ક્યાં લડે છે?”

  • World
  • March 31, 2026
  • 0 Comments

Trump: ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ કહે છે કે અમે શાંતિ વાર્તા ચાલુ રાખી છે અને 6 એપ્રિલ સુધી ઈરાન ઉપર હુમલો કરવા માંગતા નથી અને બીજી તરફ તેમનું સૈન્ય સતત હુમલા કરી રહ્યું છે,લાગે છે કે ટ્રમ્પને જ ખબર નથી કે લશ્કર ક્યાં લડે છે??તરંગી સ્વભાવના ટ્રમ્પ બોલે છે તેની વિપરીત સ્થિતિ જોવા મળી રહી છે પરિણામે હવે અમેરિકામાં ઠેર ઠેર ટ્રમ્પ વિરોધી જુવાળ ઉભો થયો છે.ટ્રમ્પની જાણ બહાર હુમલા થાય તેવું શક્ય ન હોવાછતાં હવે લાગે છે કે ટ્રમ્પને જ ખબર નથી કે લશ્કર ક્યાં લડે છે? નહીતો ટ્રમ્પ શુ કામ નિવેદન આપતા ફરે છે કે હવે ઈરાન ઉપર હુમલા નહિ થાય અને શાંતિ વાર્તા ચાલુ છે.ટ્રમ્પના આ નિવેદન બાદ તરત ઈઝરાયેલે ઈરાન ઉપર હુમલો કરી દીધો હતો ત્યારબાદ અમેરિકાએ ઈરાનમાં જમીની હુમલો કરવા પાયદળ મોકલ્યું આ પછી સતત હુમલા ચાલુ છે અને ઈરાન પણ વળતા હુમલા કરી રહ્યું છે.

ગઈકાલે મશહદ એરપોર્ટ ઉપર પણ અમેરિકાએ હુમલો કર્યો જેમાં ઈરાની વિમાનને નુકશાન થયું હતું આ એજ વિમાન હતું જે દિલ્હી આવવા રવાના થવાનું હતું અને ભારતથી દવાનો જથ્થો લઈ ઈરાન પરત જવાનું હતું પણ તે પહેલાં અમેરિકાએ હુમલો કરી વિમાન નષ્ટ કરી દીધું.આ હુમલા બાદ હવે અમેરિકાએ ઈરાનના ઈસ્ફહાન શહેરમાં એક મોટા હથિયાર ડેપો પર એરસ્ટ્રાઈક કરી છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, આ હુમલો સોમવારે રાત્રે કરવામાં આવ્યો હતો. આ માટે 2000 પાઉન્ડના બંકર-બસ્ટર બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં અમેરિકી અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ ડેપોમાં મોટી માત્રામાં હથિયારો અને સૈન્ય સામગ્રી રાખવામાં આવી હતી, જેને નિશાન બનાવવામાં આવ્યું હતું. બંકર-બસ્ટર બોમ્બનો ઉપયોગ મજબૂત અને ભૂગર્ભ ઠેકાણાઓને નષ્ટ કરવા માટે થાય છે.હુમલા બાદ ડેપોમાં રાખેલા હથિયારોમાં વિસ્ફોટ થતાં અનેક ધડાકા થયા અને વિસ્તારમાં આગના મોટા ગોટેગોટા ઉછળ્યા અને આ લશ્કરી કાર્યવાહી બાદ 6 એપ્રિલ સુધી “કોઈ હુમલો નહિ’ કહેનારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તે વાત ભૂલી જઈને સોશિયલ મીડિયા પર અમેરિકાએ કરેલા હુમલા બાદના થયેલા ધડાકાનો એક વીડિયો શેર કર્યો છે.આમ,ટ્રમ્પના તરંગી નિર્ણયો અને વિચિત્ર વર્તનની ચોમેર ટીકાઓ થઈ રહી છે પણ ટ્રમ્પને તેનાથી કોઈ ફેર પડતો નથી તેઓને લાગે છે કે હવે ક્યાં વારે વારે આ શક્તિશાળી પદ મળવાનું છે જોકે,ટ્રમ્પની વિચિત્ર હરકતોને લઈ દુનિયામાં ચિંતા ઉભી થઇ છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Iran War: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ‘અમે ઈરાન યુદ્ધ જીતી લીધું છે!’ ઈરાને કહ્યું “ટ્રમ્પ દુનિયાને એપ્રિલ ફૂલ બનાવી રહ્યા છે!’ ઈરાન ક્યારેય ઝુકશે નહિ!!
  • April 2, 2026

Iran War: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે સવારે રાષ્ટ્રજોગ કરેલા સંબોધનમાં દાવો કર્યો હતો કે અમેરિકાને ઈરાન યુદ્ધમાં જીત મેળવી લીધી છે,તેઓએ ઈરાનમાં સત્તા પરિવર્તન થઈ ગયું હોવાનો ધડાકો કર્યો…

Continue reading
Donald Trump: અમેરિકન સેનાએ ઈરાનમાં ઘૂસવા પોઝિશન સંભાળી! 12 A-10C ફાઇટર જેટનો કાફલો તૈનાત! ઈરાને કહ્યુ “સર્વનાશ કરી નાખીશું!” ફાંકો હોયતો કાઢી નાખજો!
  • April 1, 2026

Donald Trump: અમેરિકાએ તેના આગળના પ્લાન મુજબ ઈરાનમાં જમીની હુમલાની તૈયારી શરૂ કરી છે અને યુનાઇટેડ કિંગડમના RAF લેકેનહીથ બેઝ પર 12 A-10C થન્ડરબોલ્ટ II ફાઇટર એરક્રાફ્ટ તૈનાત કરી દીધા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Election: સુરત મનપામાં 60 વર્ષના ઈતિહાસમાં કેટલા મેયર બદલાયા? કોણે હેટ્રિક કરી? વાંચો,ખાસ અહેવાલ

  • April 2, 2026
  • 2 views
Election: સુરત મનપામાં 60 વર્ષના ઈતિહાસમાં કેટલા મેયર બદલાયા? કોણે હેટ્રિક કરી? વાંચો,ખાસ અહેવાલ

LPG Price Hike: આજથી LPGના ભાવ ₹2,000ને પાર, જે ઈરાન યુદ્ધ બાદ ત્રીજી વખત ભાવ વધારો થયો!

  • April 2, 2026
  • 10 views
LPG Price Hike: આજથી LPGના ભાવ ₹2,000ને પાર, જે ઈરાન યુદ્ધ બાદ ત્રીજી વખત ભાવ વધારો થયો!

AI: સવારે 6 વાગ્યે એલાર્મ વાગ્યુ અને નોકરી જતી રહી; ઓરેકલે એક જ ઝટકે 30,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા!!

  • April 2, 2026
  • 16 views
AI: સવારે 6 વાગ્યે એલાર્મ વાગ્યુ અને નોકરી જતી રહી; ઓરેકલે એક જ ઝટકે 30,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા!!

Iran War: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ‘અમે ઈરાન યુદ્ધ જીતી લીધું છે!’ ઈરાને કહ્યું “ટ્રમ્પ દુનિયાને એપ્રિલ ફૂલ બનાવી રહ્યા છે!’ ઈરાન ક્યારેય ઝુકશે નહિ!!

  • April 2, 2026
  • 5 views
Iran War: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ‘અમે ઈરાન યુદ્ધ જીતી લીધું છે!’ ઈરાને કહ્યું “ટ્રમ્પ દુનિયાને એપ્રિલ ફૂલ બનાવી રહ્યા છે!’ ઈરાન ક્યારેય ઝુકશે નહિ!!

Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર! રાજકીય માહોલ ગરમાયો! આચાર સંહિતા લાગુ

  • April 1, 2026
  • 8 views
Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર! રાજકીય માહોલ ગરમાયો! આચાર સંહિતા લાગુ

PM Modi: વાવ-થરાદમાં મોદીજીની સભા કેમ નિષ્ફળ રહી? એસટી બસો ખાલી જોવા મળી! સિનિયર પત્રકાર દિલીપ પટેલ શુ કહે છે? જુઓ વિડીયો

  • April 1, 2026
  • 12 views
PM Modi: વાવ-થરાદમાં મોદીજીની સભા કેમ નિષ્ફળ રહી? એસટી બસો ખાલી જોવા મળી! સિનિયર પત્રકાર દિલીપ પટેલ શુ કહે છે? જુઓ વિડીયો