
- ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથીદાર એવા મસ્કને લઈને આપ્યું ચોંકાવનાર નિવેદન
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સત્તા સંભાળ્યા પછી અનેક કડક નિર્ણય લઈ રહ્યાં છે. આ નિર્ણયોની અસર ભારત સુધી પહોંચી રહી છે. પ્રથમ તો અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઈમિગ્રેન્ટ્સને હાંકી કાઢવા કડક પગલા ભર્યા છે, તો ટેરિફ યુદ્ધ શરૂ કરી દીધો હતો. ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પના આ તમામ નિર્ણયોની ભારત પર ખુબ જ નકારાત્મક અસર થઈ છે.
આ બધા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે. આ નિવેદન વિશ્વના સૌથી ધન્યવાન અને તેમની સરકારમાં રહેલા એલન મસ્કને લઈને છે. મસ્કને લઈને આપેલા નિવેદનને લઈને તર્ક વિતર્ક કરવામાં આવી રહ્યું છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે DOGE એટલે કે યુએસ સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિએંસીને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે DOGE માટે ઇલોન મસ્ક કરતાં વધુ સમજદાર વ્યક્તિની શોધ કરવામાં આવી હતી, પરંતુ કોઈ મળ્યું ન હતું. તેણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે મસ્ક DOGE માટે માત્ર કામ કરે છે અને આ અંગે તે કોઈ નિર્ણય લઇ શકશે નહી.
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, ‘તમે વિશ્વના સૌથી અમીર વ્યક્તિને ‘ખર્ચ ઘટાડવા’ના વિભાગના વડા કેમ બનાવ્યા? આના પર ટ્રમ્પે કહ્યું, ‘તે સારા છે… જો કે હું તેના કરતાં વધુ સમજદાર વ્યક્તિને શોધવા માંગતો હતો. મેં ઘણી શોધ કરી પરંતુ તેવું થયું નહી. મને તેના કરતા સમજદાર કોઈ મળ્યું નથી. આવી સ્થિતિમાં અમારે દેશ માટે આ વ્યક્તિ પર સહમત થવું પડ્યું.’
DOGEના કાર્યની પ્રશંસા કરતા ટ્રમ્પે કહ્યું, ‘મસ્કનું કામ એક્ઝિક્યુટિવ ઓર્ડર લેવાનું અને તેના સેંકડો પ્રતિભાશાળી લોકો સાથે કામ કરવાનું છે. તેમની પાસે ખૂબ જ આશાસ્પદ યુવાનો છે જે તેમના માટે કામ કરે છે.’
આ પણ વાંચો- મહાકુંભ: સંગમના પાણી વિશે સીએમ યોગીએ કહ્યું – તે સ્નાન સાથે પીવા લાયક