Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • India
  • February 2, 2026
  • 0 Comments

Breaking News: આખરે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવાયેલો 25 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દીધો છે,ટ્રમ્પે આજે સોમવારે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કર્યા બાદ આ જાહેરાત કરી છે,ભારત પણ અમેરિકા સામેના તેના ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોને ઘટાડીને ‘શૂન્ય’ કરવા માટે આગળ વધશે.

મહત્વનું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઓગસ્ટ 2025માં ભારત ઉપર બે વખત ટેરિફ લગાવ્યો હતો. પહેલીવાર 1 ઓગસ્ટે વ્યાપાર ખાધને લઈને 25% ટેરિફ લગાવવામાં આવ્યો ત્યારબાદ 27 ઓગસ્ટે રશિયા પાસેથી તેલ ખરીદવાનું કારણ આપીને ફરી 25% વધુ ટેરિફ લગાવવામાં આવ્યો હતો,આજે સોમવારે જે ટેરિફમાં ઘટાડો કરવામાં આવ્યો છે, તે આ વધારાનો 25 ટકા ટેરીફ ઘટાડવામાં આવ્યો છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું- “આજે સવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવી મારા માટે સન્માનની વાત હતી તેઓ મારા ખૂબ જ સારા મિત્ર છે અને પોતાના દેશના એક મજબૂત અને સન્માનિત નેતા છે.”

અમારી વાતચીત અનેક મુદ્દાઓ પર થઈ, જેમાં વ્યાપાર અને રશિયા-યુક્રેન યુદ્ધને ખતમ કરવાના વિષયનો પણ સમાવેશ થાય છે. તેમણે રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા અને અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદવા પર સંમતિ દર્શાવી છે. જરૂર પડશે તો તેઓ વેનેઝુએલા પાસેથી પણ તેલ ખરીદશે. આનાથી યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવામાં મદદ મળશે કારણ કે ત્યાં દર અઠવાડિયે અનેક લોકો મરી રહયા છે.

વડાપ્રધાન મોદી સાથેની મિત્રતા અને સન્માનના નાતે, અને તેમની વિનંતી પર, અમેરિકા અને ભારત વચ્ચે તરત જ એક વ્યાપાર સમજૂતી થઈ છે. આ અંતર્ગત અમેરિકા ભારત પર લાગતો રેસિપ્રોકલ ટેરિફ 25%થી ઘટાડીને 18% કરશે. બીજી તરફ ભારત અમેરિકા સામેના પોતાના ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોને શૂન્ય કરવાની દિશામાં આગળ વધશે.

વડાપ્રધાન મોદીએ “BUY AMERICAN” એટલે કે અમેરિકા પાસેથી વધુ ખરીદી કરવાનું પણ વચન આપ્યું છે. આ ઉપરાંત ભારત અમેરિકા પાસેથી 500 અબજ ડોલરથી વધુની ઉર્જા, ટેકનોલોજી, કૃષિ, કોલસો અને અન્ય ઉત્પાદનો ખરીદશે,ભારત સાથેના અમારા સંબંધો આગળ જતાં વધુ મજબૂત થશે. વડાપ્રધાન મોદી અને હું બંને એવા લોકો છીએ જે કામ કરીને બતાવે છે. આ વિષય પર ધ્યાન આપવા બદલ આભાર,આ સાથેજ ડોનાલ્ડ ટ્રમ્પે ઈન્ડિયા ગેટ અને મોદી સાથેનો ફોટો શેર કર્યો હતો.

ટ્રમ્પે આજે જ પોતાના સોશિયલ મીડિયા ‘ટ્રુથ સોશિયલ’ પર ભારત સાથે જોડાયેલી બે તસવીરો પોસ્ટ કરી જેમાં તેઓએ એકમાં ઈન્ડિયા ગેટનો ફોટો જ્યારે બીજામાં પીએમ મોદી સાથે એક મેગેઝિનનું કવર શેર કર્યું હતું,આમ,ટેરીફ હઠતા અમેરિકા સાથેના વ્યાપારમાં તેજી આવશે અને બગડેલા સબંધો પૂર્વવત થવાની આશા બંધાઈ છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
  • March 20, 2026

■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

Continue reading
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
  • March 20, 2026

■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 3 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 6 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 7 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 8 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 12 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 10 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!