પીએમ મોદીના દાવાની Donald Trump એ હવા કાઢી નાખી, ટ્રમ્પે દુનિયાની સામે કહી દીધું , ‘મેં ધમકી આપીને યુદ્ધને બંધ કરાવ્યું’

  • India
  • May 13, 2025
  • 1 Comments

Donald Trump on India Pakistan Ceasefire: ઓપરેશન સિંદૂર પર પીએમ મોદીએ ગઈ કાલે રાત્રે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. જેમાં પીએમ મોદીએ સેનાએ કરેલી કાર્યવાહી અંગે જણાવ્યુ હતું. આ સાથે પાકિસ્તાન ફરી કોઈ આવી હરકત કરશે તો યોગ્ય જવાબ આપવાની ચીમકી આપી પરંતું આખો દેશ અત્યારે પીએમ મોદી પાસેથી જાણવા માંગતો કે, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે હાથ ધરેલી કાર્યવાહી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રોકાવી દીધી છે તે ક્યા દબાણમાં આવીને રોકાવી ? તેના પર મોદી એક પણ શબ્દ બોલ્યા ન હતા. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ આખા વિશ્વની સામે દાવો કરી રહ્યા છે કે, તેમણે ભારતને ધમકી આપીને સંઘર્ષને અટકાવ્યો છે જો પીએમ મોદી અમેરિકાના દબાણમાં નથી તો કેમ આ મામલે કઈ બોલ્યા નહીં ?

પીએમ મોદી પોતાના ભાષણમાં ફાકા ફોજદારી કરે તે પહેલા જ ગઈ કાલે ટ્રમ્પે આખી દુનિયાની સામે દાવો કર્યો હતો કે, મેં ધમકી આપી હતી કે, જો યુદ્ધ નહીં રોકો તો તમારી સાથે વ્યાપાર ધંધો નહિ કરીએ જે બાદ આ યુદ્ધ રોકાયું.ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય લીધો છે. ડ્રમ્પે દુનિયાની સામે કહી દીધું કે મેં ધમકી આપી હતી કે યુદ્ધ નહિ રોકો તો અમે તમારી સાથે વ્યાપાર ધંધો નહિ કરીએ આવું કહીને મેં ભારત- પાકિસ્તાનનું યુદ્ધ રોકવી દીધું છે.  ત્યારે ટ્રમ્પે આખા વિશ્વની સામે આ દાવો કરીને પીએમ મોદીના દાવાની હવા કાઢી નાખી છે અને પીએમ મોદી ચુપ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

એક પ્રેસ કોન્ફરન્સમાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે બંને દેશોને સંઘર્ષ રોકવા માટે વેપાર બંધ કરવાની ધમકી પણ આપી હતી. ટ્રમ્પના મતે, તેમણે ભારત અને પાકિસ્તાનને કહ્યું હતું કે, ‘આ બધું બંધ કરો.’ હમણાં અમે તમારી સાથે ઘણો વેપાર કરવાના છીએ. જો તમે આ બંધ કરશો તો અમે વેપાર કરીશું, જો તમે આ બંધ નહીં કરો તો અમે કોઈ વેપાર કરવાના નથી. ટ્રમ્પે વધુમાં કહ્યું કે લોકો ક્યારેય મારા જેવી રીતે વ્યવસાયનો ઉપયોગ કરતા નથી. આ પછી ભારત અને પાકિસ્તાને કહ્યું કે અમે આ બંધ કરીશું અને તેમણે યુદ્ધવિરામની જાહેરાત કરી. ટ્રમ્પે એમ પણ કહ્યું કે સંઘર્ષ રોકવાના બીજા ઘણા કારણો હતા, પરંતુ વેપાર સૌથી મોટું કારણ હતું.

ટ્રમ્પના દાવા પર પીએમ મોદી પણ કંઈ બોલી શક્યા નહીં

ટ્રમ્પના આ નિવેદને મોદીના મોટા મોટા દાવાની હવા નિકળી ગઈ છે. ટ્રમ્પ ભારતને ધમકાવાની વાત આખા વિશ્વને જણાવે છે અને પીએમ મોદી આ બાબતે ચુપ છે તેમણે ગઇ કાલે અનેક મોટી મોટી વાતો કરી પરંતુ મોદીએ સીઝ ફાયર ભારત તરફથી કેમ કરવામાં આવ્યું તે અંગે કોઈ જવાબ ન આપ્યો. તેમજ ટ્રમ્પના દાવા વિશે પણ કઈ બોલ્યા નહીં.

મોદી ટ્રમ્પથી કેમ આટલા ડરી રહ્યા છે ?

વિચિત્ર વાત તે પણ છે કે, ભારત પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ આતંકવાદને લઈને થયું હતુ ત્યારે ડ્રમ્પ કહી રહ્યા છે કે, વેપારની ધમકી આપતા આ ઘર્ષણ અટક્યું. ખુલ્લેઆમ ટ્રમ્પ વારંવાર દાવો કરી રહ્યા છે કે, અમેરિકાના દબાવમાં આવીને ભારત પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ અટક્યું જો આ વાત ખોટી હોય તો કેમ આ બાબતે પીએમ મોદી દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામા નથી આવતી ? આતંકવાદ સામે કાર્યવાહીમાં વિપક્ષ સહિત દરેકે સમર્થન આપ્યું અને મોદી ડ્રમ્પની ધમકીથી ડરીને પાણીમાં બેસી ગયા આનાથી વધારે શરમની વાત શું હોઈ શકે ?

આ પણ વાંચોઃ

Chhattisgarh Accident: છત્તીસગઢમાં ટ્રક-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13 લોકોના કમકમાટી ભર્યા મોત, અન્ય ઘાયલ

Donald Trump: ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કાશ્મીર વિશે કહી દીધી મોટી વાત

India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

World Migratory Bird Day 2025 : પક્ષીઓને પણ પાકિસ્તાનમાં નથી ગમતું! લાખો પક્ષીઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી ગયા

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!
  • October 27, 2025

ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ છેતરપિંડી અટકાવવા માટે, દેશની બે સૌથી મોટી બેંકો AI અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને એક સિસ્ટમ વિકસાવી રહી છે જે આ છેતરપિંડીને તરતજ પકડી શકે છે અને…

Continue reading
SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC
  • October 27, 2025

SIR dates announce :  ભારત ચૂંટણી પંચ (ECI) દ્વારા આજે સોમવારે સાંજે લગભગ 4:15 કલાકે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને દેશભરમાં મતદાર યાદીના ખાસ સઘન ફેરફાર (Special Intensive Modification – SIR)ની તારીખોની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

  • October 27, 2025
  • 3 views
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

  • October 27, 2025
  • 11 views
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

  • October 27, 2025
  • 18 views
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

  • October 27, 2025
  • 3 views
SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

  • October 27, 2025
  • 11 views
BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું

  • October 27, 2025
  • 7 views
Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું