
US Attack in Nigeria: અમેરિકાએ નાઇજીરિયા ઉપર આતંકી અડ્ડાઓને નિશાન બનાવી એરસ્ટ્રાઇક કરી હોવાના અહેવાલ છે, રાત્રે આ હુમલો કરાયો હતો.ટ્રમ્પે ભારતીય સમય અનુસાર આજે શુક્રવારે સવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ કાર્યવાહીની જાણકારી આપી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા એર સ્ટ્રાઈક અંગે પૃષ્ટી કરી છે, ટ્રમ્પે કહ્યું કે ISIS ખ્રિસ્તીઓને નિશાન બનાવીને નિર્દયતાથી તેમની હત્યા કરતું હોય તેનો આ બદલો છે અને જો તેઓ નહિ સુધરે તો હજુપણ હુમલા થશે.ટ્રમ્પે ISIS ને ‘આતંકી કચરો’ ગણાવતા લખ્યું કે આ સંગઠન લાંબા સમયથી નિર્દોષ ખ્રિસ્તીઓની હત્યા કરી રહ્યું છે જેના ઉપર અમેરિકી સેનાએ સચોટ (પરફેક્ટ) સ્ટ્રાઇક કરી છે.
ટ્રેમ્પે સ્પષ્ટ કર્યું કે અમેરિકા આવા ‘કટ્ટર ઇસ્લામી આતંકવાદને કચડી નાખશે ‘ પોસ્ટના અંતમાં ટ્રમ્પે સેનાને ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું કે “જો આતંકીઓ ખ્રિસ્તીઓની હત્યાઓ કરવાનું ચાલુ રહેશે,તો તેની આકરી કિંમત ચુકવવી પડશે.”
ઇન્ટરનેશનલ સોસાયટી ફોર સિવિલ લિબર્ટીઝ એન્ડ ધ રૂલ ઓફ લોના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાઇજીરીયામાં જાન્યુઆરીથી લઈ તા. 10 ઓગસ્ટ સુધીમાં 7,000થી વધુ ખ્રિસ્તીઓની હત્યા કરી દેવામાં આવી છે.
આ હત્યાઓ પાછળ બોકો હરમ અને ચર ચરમપંથી ફુલાની જેવા આતંકવાદી સંગઠનોને જવાબદાર માનવામાં આવી રહયા છે.
નાઇજીરીયાની 22 કરોડની વસ્તીમા મુસ્લિમ અને ખ્રિસ્તી વહેંચાયેલા છે જ્યાં બોકો હરામ જેવા કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનો લાંબા સમયથી ખ્રિસ્તી સમુદાયને ટાર્ગેટ કરી હિંસા ફેલાવી રહયા છે.
જોકે, હિંસાનો ભોગ ખ્રિસ્તીઓજ નહીં પણ મુસ્લિમ સમુદાય પણ બનતો રહ્યો છે.આ હુમલા જુદા જુદા કારણોસર હોય છે જેમાં ધાર્મિક તો ઘણી જગ્યાએ જમીન, વંશીય સંઘર્ષ અથવા આતંકવાદીઓના કારણે થાય છે જેના જુદા જુદા કારણો સામે આવી રહયા છે, અહીં ખાસ ઉત્તરીય ભાગોમાં હિંસાની ઘટનાઓ વધુ છે.
ગુરુવારે રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં નાઇજીરીયામાં ISISના ઠેકાણાઓ પર શક્તિશાળી હુમલાની વાત કરી હતી.જોકે, પોસ્ટમાં હુમલો કેવી રીતે કરવામાં આવ્યો અથવા નુકસાન કેટલું થયું તે અંગે કોઈ વિગતો આપવામાં આવી નથી, વ્હાઇટ હાઉસે હજુ સુધી આ બાબતે કોઈ માહિતી જાહેર કરી નથી.
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!








