
Duplicate Medicine in gujarat: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા ચાલી રહી છે. નકલી પનીર, નકલી ધી, નકલી ખાદ્યપદાર્થોનો જથ્થો, નકલી કચેરીઓ નકલી અધિકારીઓ અને હવે તો નકલી દવાઓ પણ ઝડપાઈ છે. રાજ્યના મોટા મોટા શહેરોમાંથી નકલી દવાઓનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અમદાવાદ, વડોદરા,સુરત અને રાજકોટમાં સ્પુરિયસ દવાઓ વેચતા ઇસમોના ઘરે અને મેડિકલ એજન્સી ઉપર દરોડા પાડી 17 લાખ રૂપિયાની કિમતનો દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો છે.
નકલી દવાના કારોબારોનો થયો પર્દાફાશ
મળતી માહિતી મુજબ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર-FDCAએ ચાર શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્સીઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ડુપ્લીકેટ સ્પુરિયસ એલોપેથીક દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો છે.
રૂ. 17 લાખની કિંમતની દવાઓ જપ્ત
આ દરોડાની કાર્યવાહીમાં અંદાજે રૂ. 17 લાખની કિંમતની ડુપ્લિકેટ-સ્પુરીયસએલોપેથીક દવાઓ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ ડ્રગ વિભાગે 20 જેટલી દવાઓના નમૂનાઓ લઈ ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જેથી તેની ગુણવત્તા અને અધિકૃતતાની ખાતરી કરી શકાય.
જાણીતી કંપનીઓના નામે વેચાતી હતી દવાઓ
FDCAએ આ દરોડા ચોક્કસ માહિતીના આધારે પાડ્યા હતા, જેમાં શંકાસ્પદ મેડિકલ એજન્સીઓ અને વ્યક્તિઓના ઘરો પર તપાસ હાથ ધરવામાં આવી. આ નકલી દવાઓમાં જાણીતી કંપનીઓના નામનો દુરુપયોગ કરીને બજારમાં વેચાણ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે.
દવાઓમાં વપરાતો હતો ચોકનો પાઉડર
ચોંકાવનારી વાત એ છે કે આવી દવાઓમાં ચોકનો પાવડર જેવા હાનિકારક પદાર્થોનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઉભું કરે છે.આ કાર્યવાહી રાજ્યમાં નકલી દવાઓના વેચાણને રોકવા માટે FDCAના સતત પ્રયાસોનો ભાગ છે.
નાગરિકોને અપીલ
અધિકારીઓએ જણાવ્યું કે આવા ગેરકાયદેસર કૃત્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ દવાઓ ખરીદતી વખતે અધિકૃત મેડિકલ સ્ટોર્સની પસંદગી કરે અને શંકાસ્પદ દવાઓની જાણ નજીકના આરોગ્ય વિભાગને કરે.આ ઘટનાએ રાજ્યમાં દવાઓની ગુણવત્તા અને સલામતીના મુદ્દે ચર્ચા જગાવી છે, અને FDCAએ આવા ગુનાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવાની ખાતરી આપી.
આ પણ વાંચો:
Gujarat ATS: ગુજરાત ATS ને મળી મોટી સફળતા, અલકાયદાના માસ્ટર માઈન્ડ શમા પરવીની ધરપકડ
Russia Earthquack: રશિયા નજીક 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ભયાનક વીડિયો આવ્યા સામે