
- એલન મસ્કની ભારતીય માર્કેટમાં એન્ટ્રી; ભારતી એરટેલ સાથે સ્પેસ એક્સનો કરાર
ભારતમાં ઈવોન મસ્કની કંપનીની એન્ટ્રી થઈ ગઈ છે. મસ્કની કંપની સ્પેસએક્સે ભારતી એરટેલ સાથે જોડાણ કરી લીધું છે. આ જોડાણથી ભારતી એરટેલ દેશમાં ઝડપી ઈન્ટરનેટ સેવા પુરી પાડશે તેવું કહેવામાં આવી રહ્યુ છે. ભારતી એરટેલે ભારતમાં સ્ટારલિંક ઇન્ટરનેટ સર્વિસને ઝડપી બનાવવા SpaceX સાથે કરાર કર્યા હોવાની માહિતી આપી છે.
ભારતી એરટેલે 11 માર્ચ, 2025ના રોજ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, તેણે SpaceX સાથે એક કરાર કર્યો છે. જે હેઠળ સ્ટારલિંકની હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સર્વિસ ભારતના એરટેલ ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવશે. આ ભાગીદારીના માધ્યમથી અંતરિયાળ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી વંચિત વિસ્તારોમાં વિશ્વસનીય બ્રોડબેન્ડ સેવાઓ પ્રદાન કરવાનું લક્ષ્ય છે. આ કરાર ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટીને મજબૂત કરવા અને ગ્રાહકોને એડવાન્સ ઇન્ટરનેટ સર્વિસ ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્ત્વનો છે.
આ ભાગીદારી હેઠળ, SpaceXની સ્ટારલિંક એરટેલની હાલની સેવાઓના વિસ્તરણમાં મુખ્ય ભૂમિકા ભજવશે. SpaceX ભારતીય બજારમાં એરટેલના નિષ્ણાતો, ગ્રાહકો અને બિઝનેસ માટે સીધી સેવાઓનો લાભ આપશે. એરટેલ અને SpaceXના કરાર હેઠળ એરટેલના રિટેલ સ્ટોર્સમાં સ્ટારલિંક ટૂલ્સની ઉપલબ્ધતા, બિઝનેસ ગ્રાહકો માટે સ્ટારલિંક સર્વિસની રજૂઆત, ગ્રામીણ ક્ષેત્રોમાં કોમ્યુનિટી, શાળાઓ અને સ્વાસ્થ્ય કેન્દ્રોને જોડવાની તકો શોધશે. ત
તે ઉપરાંત બંને કંપનીઓ કેવી રીતે એકબીજાના નેટવર્ક વિસ્તરણમાં યોગદાન આપી શકે છે તેની નવી તકો શોધશે. સ્પેસએક્સ ભારતમાં એરટેલના ગ્રાઉન્ડ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ક્ષમતાઓનો લાભ ઉઠાવવા સજ્જ છે. તેથી આગામી સમયમાં એરટેલના ગ્રાહકોને ઝડપી ઈન્ટરનેટ સેવા મળી શકે છે. તો બીજી તરફ મસ્કની કંપનીએ સત્તાવાર રીતે ભારતીય માર્કેટમાં પોતાની એક બ્રાન્ડને લઈને એન્ટ્રી કરી લીધી છે. હવે તે જોવાનું કે મસ્ક પોતાની અન્ય બ્રાન્ડને ભારતમાં ક્યારે સ્થાપિત કરે છે.
પીએમ મોદીની અમેરિકા મુલાકાત કંઈ ખાસ સારી રહી નહતી. અમેરિકાએ પોતાની તમામ માંગોને સ્વીકારવા પીએમ મોદીને મજબૂર કરી દીધા હતા. ટેરિફથી લઈને અમેરિકા પાસેથી ખરીદી કરવાની બાબતોમાં ભારતને પીછેહઠ્ઠ કરવી પડી હતી. આ વચ્ચે ભારતી એરટેલ સાથેના મસ્કના જોડાણના સમાચાર સામે આવી રહ્યા છે. તેનાથી ભારતીય ગ્રાહકોને કેટલો ફાયદો થાય છે તે જોવાનું રહ્યુ કેમ કે મસ્કને તો ભારતીય માર્કેટનો ફાયદો થવાનો જ છે.
આ પણ વાંચો- મોદીનો પરિવાર: ભાજપ અને SEXUAL PREDATORS વચ્ચેના આ સંબંધને શું કહેશો? | બાલેશ ધનખડ








