
Crime in England: ઇંગ્લેન્ડમાં 20 વર્ષીય ભારતીય મૂળની યુવતી પર બળાત્કાર થવાની ઘટના બની છે, અંદાજે 30 વર્ષના બળાત્કારી ગોરા પુરુષના સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના જણાવ્યા અનુસાર, તેમને શનિવારે (25 ઓક્ટોબર) સાંજે વોલ્સોલના પાર્ક હોલ વિસ્તારમાં રસ્તા પર એક યુવતી મુશ્કેલીમાં હોવાનો રિપોર્ટ મળ્યો હતો. પોલીસે શંકાસ્પદ વ્યક્તિના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા અને કહ્યું કે આ ગુનાને વંશીય હુમલો માનવામાં આવી રહ્યો છે.
પીટીઆઈના અહેવાલ મુજબ, આ કેસની તપાસ કરી રહેલા ડિટેક્ટીવ સુપરિન્ટેન્ડેન્ટ (ડીએસ) રોનન ટાયરરે જણાવ્યું હતું કે, “આ એક યુવતી પર ભયાનક હુમલો હતો. અમે ગુનેગારને પકડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. અમારી ટીમ પુરાવા એકઠા કરી રહી છે અને આરોપીને ઓળખવા માટે કામ કરી રહી છે જેથી તેને જલ્દીથી કસ્ટડીમાં લઈ શકાય.”
પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે જો તેમને તે સમયે વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ દેખાય અથવા તેમની પાસે સીસીટીવી ફૂટેજ હોય તો તેઓ માહિતી શેર કરે. પોલીસનું કહેવું છે કે હુમલાખોર 30 વર્ષનો એક શ્વેત પુરુષ છે, તેના વાળ ટૂંકા છે અને હુમલા સમયે તેણે કાળા રંગના કપડાં પહેર્યા હતા તે ઇંગ્લેન્ડનો હોવાનું માનવામાં આવે છે.
સ્થાનિક સમુદાયોનું કહેવું છે કે પીડિતા ભારતીય મૂળની યુવતી છે અને શીખ યુવતી ઉપર બળાત્કારની આ બીજી ઘટના છે અગાઉ પણ ઓલ્ડબરી વિસ્તારમાં એક બ્રિટિશ શીખ મહિલા પર તેની જાતિના કારણે બળાત્કાર થયો હતો જેના થોડા અઠવાડિયા પછી ફરી 20 વર્ષની શીખ યુવતી ઉપર બળાત્કાર થયો છે.
વોલ્સોલ પોલીસ ચીફ સુપરિન્ટેન્ડેન્ટ ફિલ ડોલ્બીએ જણાવ્યું હતું કે મૂળ ભારતીય શીખ સમુદાયમાં ભય અને ચિંતાની લાગણી છે, તેથી વિસ્તારમાં પોલીસની હાજરી વધારવામાં આવશે. શીખ ફેડરેશન યુકેએ અહેવાલ આપ્યો છે કે વોલ્સોલમાં પીડિતા એક પંજાબી મહિલા છે અને આરોપીએ તેના ઘરમાં ઘૂસીને બળાત્કારના ગૂનાને અંજામ આપ્યો છે જે ખુબજ ચોંકાવનારું છે જેનાથી શીખ સમુદાયમાં અસુરક્ષાની લાગણી ફેલાઇ છે.
આ પણ વાંચો:
Vadodara: નશામાં ધૂત કારચાલકે 4 વાહનોને અડફેટે લીધા, સૂતા બાળકનું મોત, લોકો ચાલકને ધોઈ નાખ્યો
Gandhinagar: ધારાસભ્યો માટે આલિશાન ફ્લેટ, સ્વિમિંગ પૂલ, જીમ, પણ જનતાની મૂળભૂત સુવિધાઓનું શું?










