England: ઘરનો દરવાજો તોડ્યો, ‘ગોરો’ ઘરમાં ઘૂસ્યો અને 20 વર્ષીય ભારતીય યુવતી પીંખી નાખી

  • World
  • October 27, 2025
  • 0 Comments

Crime in England: ઇંગ્લેન્ડમાં 20 વર્ષીય ભારતીય મૂળની યુવતી પર બળાત્કાર થવાની ઘટના બની છે, અંદાજે 30 વર્ષના બળાત્કારી ગોરા પુરુષના સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના જણાવ્યા અનુસાર, તેમને શનિવારે (25 ઓક્ટોબર) સાંજે વોલ્સોલના પાર્ક હોલ વિસ્તારમાં રસ્તા પર એક યુવતી મુશ્કેલીમાં હોવાનો રિપોર્ટ મળ્યો હતો. પોલીસે શંકાસ્પદ વ્યક્તિના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા અને કહ્યું કે આ ગુનાને વંશીય હુમલો માનવામાં આવી રહ્યો છે.

પીટીઆઈના અહેવાલ મુજબ, આ કેસની તપાસ કરી રહેલા ડિટેક્ટીવ સુપરિન્ટેન્ડેન્ટ (ડીએસ) રોનન ટાયરરે જણાવ્યું હતું કે, “આ એક યુવતી પર ભયાનક હુમલો હતો. અમે ગુનેગારને પકડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. અમારી ટીમ પુરાવા એકઠા કરી રહી છે અને આરોપીને ઓળખવા માટે કામ કરી રહી છે જેથી તેને જલ્દીથી કસ્ટડીમાં લઈ શકાય.”

પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે જો તેમને તે સમયે વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ દેખાય અથવા તેમની પાસે સીસીટીવી ફૂટેજ હોય ​​તો તેઓ માહિતી શેર કરે. પોલીસનું કહેવું છે કે હુમલાખોર 30 વર્ષનો એક શ્વેત પુરુષ છે, તેના વાળ ટૂંકા છે અને હુમલા સમયે તેણે કાળા રંગના કપડાં પહેર્યા હતા તે ઇંગ્લેન્ડનો હોવાનું માનવામાં આવે છે.

સ્થાનિક સમુદાયોનું કહેવું છે કે પીડિતા ભારતીય મૂળની યુવતી છે અને શીખ યુવતી ઉપર બળાત્કારની આ બીજી ઘટના છે અગાઉ પણ ઓલ્ડબરી વિસ્તારમાં એક બ્રિટિશ શીખ મહિલા પર તેની જાતિના કારણે બળાત્કાર થયો હતો જેના થોડા અઠવાડિયા પછી ફરી 20 વર્ષની શીખ યુવતી ઉપર બળાત્કાર થયો છે.

વોલ્સોલ પોલીસ ચીફ સુપરિન્ટેન્ડેન્ટ ફિલ ડોલ્બીએ જણાવ્યું હતું કે મૂળ ભારતીય શીખ સમુદાયમાં ભય અને ચિંતાની લાગણી છે, તેથી વિસ્તારમાં પોલીસની હાજરી વધારવામાં આવશે. શીખ ફેડરેશન યુકેએ અહેવાલ આપ્યો છે કે વોલ્સોલમાં પીડિતા એક પંજાબી મહિલા છે અને આરોપીએ તેના ઘરમાં ઘૂસીને બળાત્કારના ગૂનાને અંજામ આપ્યો છે જે ખુબજ ચોંકાવનારું છે જેનાથી શીખ સમુદાયમાં અસુરક્ષાની લાગણી ફેલાઇ છે.

આ પણ વાંચો:

Vadodara: નશામાં ધૂત કારચાલકે 4 વાહનોને અડફેટે લીધા, સૂતા બાળકનું મોત, લોકો ચાલકને ધોઈ નાખ્યો

Gandhinagar: ધારાસભ્યો માટે આલિશાન ફ્લેટ, સ્વિમિંગ પૂલ, જીમ, પણ જનતાની મૂળભૂત સુવિધાઓનું શું?

Gujarat Rain Forecast: ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી, આ તારીખ સુધી પડશે વરસાદ, જાણો અંબાલાલ પટેલની આગાહી

Related Posts

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી
  • August 1, 2026

Nepal Communal Violence: નેપાળ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ગંભીર ગણાતી હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક હિંસાનો સામનો કરી રહ્યું છે. ધાર્મિક શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલો સ્થાનિક વિવાદ થોડા જ દિવસોમાં દક્ષિણ તરાઈ (મધેશ)…

Continue reading
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી
  • August 1, 2026

Ceuta Border Crisis: તાજેતરના દિવસોમાં સ્પેનના Ceuta શહેરમાં સર્જાયેલા માઇગ્રેશન સંકટે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આફ્રિકાના વિવિધ દેશોમાંથી હજારો લોકો યુરોપમાં પ્રવેશ મેળવવાના પ્રયાસમાં Ceuta તરફ પહોંચી રહ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 5 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 6 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 7 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 7 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 9 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 7 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી