Fake promises: મોદીના વચનનો અમલ ન થતાં 40 હજાર લોકોને અન્યાય, નેતા છેતરે તો ગુનો દાખલ કરવા કોર્ટ નથી

દિલીપ પટેલ

Modi’s Fake promises: માણસ જન્મતાની સાથે જ એક ગ્રાહક બની જાય છે. મરે છે ત્યારે વીમા કંપની અને મેડિકલ ક્લેમ માટેના ગ્રાહક બને છે. રોજ સવાર પડતાની વસ્તુ અને સેવાઓની ખરીદી કરીએ છીએ, ત્યારે કેટલીક વખતે છેતરપિંડીનો ભોગ પણ બનીએ છીએ. પણ રાજનેતાઓ છેતરી જાય તો તેને મતદાર અદાલતમાં પડકારવા માટે કોઈ વ્યવસ્થા નથી.

ગ્રાહક મતદાર નથી તેથી તેની સરકારને પડી નથી. અલગ મંત્રાલય નથી. અન્ન સુરક્ષા સાથે તેને રાખ્યું છે. તેથી 40 હજાર ગ્રાહકોને ન્યાય મળતો નથી. ભાજપની સરકાર અન્યાય કરી રહી છે. 50 ટકા ન્યાયાધીશ નથી. ચૂકાદા માટે 7થી 10 વર્ષ રાહ જોવી પડે છે.

રાજનેતાઓ આપણને છેતરી જાય ત્યારે કોઈ કાયદો લાગુ પડતો નથી. ગ્રાહકો છેતરાય છે અને ન્યાય માટે ગ્રાહક અદાલતમાં જાય છે ત્યાં પણ વર્ષો સુધી ન્યાય વગર છેતરાય છે. મોદી પણ આ રીતે જ લોકોને છેતરીને દિલ્હી પહોંચી ગયા છે.

પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ 3 મે 2003ના રોજ ગુજરાતની પ્રજાને વચન અને ભરોસો આપ્યો હતો કે, રાજ્યના તમામ 225 તાલુકાઓમાં માન્ય ગ્રાહક સુરક્ષા મંડળો બનાવીશ.  બીજા મંડળોની પ્રવૃત્તિને ગ્રાહકોના વ્યાપક હિતમાં પરિણામલક્ષી બનાવીશ. ગ્રાહકોમાં પોતાના હિતો અને અધિકારો પ્રત્યે સભાનતા અને જાગૃતિ આવે તે માટે પ્રયાસો બળવતર બનાવીશ. ગુજરાતમાં ગ્રાહક સુરક્ષાની ચળવળમાં ગ્રાહકોના હિતોનું રક્ષણ કરાશે.

ગ્રાહક સુરક્ષા અંગેની બેઠકમાં ગુજરાતમાં વપરાશકાર જનતાના હિતોની ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને વધુ અસરકારક અને વેગવાન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે મોદીએ આ વચન 22 વર્ષ પહેલા આપ્યું હતું પણ આજ સુધી તેનો પુરો અમલ થતો નથી.

49 ગ્રાહક સુરક્ષા મંડળો 22 વર્ષ પહેલાં હતા આજે 53 છે. મોદીએ કંઈ ન કર્યું. દરેક તાલુકા દીઠ 250 ગ્રાહક સુરક્ષા મંડળો બનાવવાના હતા. ન બનાવાયા. રાજ્યના નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા પ્રધાન કૌશિક પટેલ હતા. સચિવ એચ.કે.દાસ હતા.

પણ ગુજરાતની ગ્રાહક અદાલતમાં સરકાર ન્યાયાધિશ આપતી ન હોવાથી 40 હજાર કેસ પડી રહ્યાં છે. જે કાયદા મુજબ વધીને 6 મહિનામાં નિકાલ થવો જોઈતો હતો પણ તેમ થતું નથી.

2025માં વિભાગના પ્રધાન કુંવરજી બાવળીયા છે. જેઓ ભાગ્યે જ ગ્રાહક સંસ્થાઓની મુલાકાત લે છે. પણ પાણી પુરવઠા અને સિંચાઈ યોજનાઓની વધારે મુલાકાત લે છે. ભારતમાં 1986થી ગ્રાહક સુરક્ષા કાયદો અમલમાં છે છતાં ગ્રાહકોને અધિકારથી વાકેફ કરતાં નથી.

ન્યાયાધીશ નથી

એપ્રિલ 2025માં રાજ્યની ગ્રાહક અદાલતોમાં ખાલી પડેલી જગ્યાને ભરવા અંગે વડી અદાલતે આદેશ આપવો પડ્યો હતો. 4 વર્ષ પહેલાં ​​​​​​​ગુજરાતની ગ્રાહક અદાલતોમાં 39 હજાર કેસ પડતર હતા. જિલ્લાની 26 ગ્રાહક પંચમાં 18 જજ, 35 સભ્યોની જગ્યા ખાલી હતી. જેમાં કોઈ સુધારો થયો નથી. 38 જિલ્લામાંથી 12 જજ કામ કરે છે. બીજા જિલ્લામાં જજને મોકલે છે. ગ્રાહક ફરિયાદ નિવારણમાં ન્યાય વિના ફરિયાદો પડતર છે. કમિશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવે તો ત્રણ મહિનામાં ફરિયાદોનું નિરાકરણ થવું જોઈએ તેમ થતું નથી.

2025માં ગુજરાતમાં રાજ્ય ગ્રાહક ફોરમમાં સભ્યોની 3 જગ્યા ખાલી છે જ્યારે જિલ્લા આયોગમાં અધ્યક્ષની 22 અને સભ્યોની 46 જગ્યા ખાલી છે. જિલ્લા ગ્રાહક ફોરમમાં સભ્યની જગ્યાઓ ખાલી છે. જિલ્લાના ફરિયાદ ફોરમમાં મેનેજરની જગ્યાઓ ખાલી છે. અપૂરતા માનવ બળને કારણે ગ્રાહક ફરિયાદ નિવારણ આયોગ પાસે પડતર ફરિયાદોની સંખ્યા સતત વધી રહી છે.

કલબ અને અન્યાય

2500 કન્‍ઝયુમર્સ કલબ બનાવીને સરકાર નાણાંનો ધુમાડો કરી રહી છે. પણ જજ આપતી નથી. કારણ કે ગ્રાહક એ સીધા મતદાર નથી. ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો અન્વયે ફરિયાદ દાખલ થયાને 90થી 150 દિવસોમાં નિકાલ કરવાનો નિયમ છે, તેમાં ભાજપ સરકાર ધ્યાન આપતી નથી.

ખટલા

12 વર્ષ પહેલા નવેમ્બર 2012 સુધીમાં 1 લાખ 72 હજાર કેસો દાખલ થયા હતા. રાજ્યની ગ્રાહક અદાલતોમાં 12 હજાર કેસો પડતર હતા. આમ દર વર્ષે ખટલાનો નિકાલ આવતા નથી. નિયમોની જોગવાઈ મુજબ ગ્રાહકોની ફરિયાદનો ઝડપથી ઉકેલ લાવવો જરૂરી છે. ગ્રાહકની એવી ફરિયાદ જેમાં વસ્તુના વિશ્લેષણની વધુ જરૂર નથી તેવા કિસ્સામાં નોટિસ મળ્યેથી ત્રણ મહિનાના અને જો વસ્તુઓના વિશ્લેષણ કે પરીક્ષણની જરૂર હોય તેવા કિસ્સામાં પાંચ મહિનાના સમયગાળામાં ફરિયાદને ન્યાય આપવો જરૂરી છે.

સરકાર પોતે ફ્રોડ

મોદી સરકારે ઈ જાગૃતિ પોર્ટલ શરૂ કર્યું તેમાં પણ ફ્રોડ છે. જેમાં લોલમ પોલ ચાલે છે. અમદાવાદમાં 15 હજાર ફરિયાદ પડતર છે. પણ મોદીના પોર્ટલમાં માત્ર 1414 પડતર દાવા બતાવે છે.

ફરિયાદો
ગુજરાતમાં વર્ષ 2024 દરમિયાન રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં 2477 ફરિયાદ થઈ હતી. 2214 નિકાલ થઈ હતી. જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં 19,723 ફરિયાદ નોંધાઈ હતી, 15,820 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. વર્ષે 3 હજાર ગુના આવે છે. જેમાંથી મોટોભાગના 150થી વધારે દિવસ સુધી ન્યાય મેળવી શકતા નથી. રૂ. 50 લાખથી ઉપરનાં અને રૂ. 2 કરોડ સુધીની રકમની વસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય ધરાવતા કેસ રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન ખાતે દાખલ કરવામાં આવે છે. તે ઉપરાંત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનોએ આપેલ ચુકાદા સામે રાજ્ય કમિશન ખાતે કરી અપીલ શકાય છે.  હેલ્પલાઇન ફોન નંબર – 14437 છે. ગુજરાત રાજ્ય ગ્રાહક હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-233-0222 છે.

7 વર્ષનો વિલંબ

ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો અન્વયે ફરિયાદ દાખલ થયાને 90થી 150 દિવસોમાં નિકાલ કરવાનો નિયમ છે. 2017-18ના કેસ 2025માં ચાલે છે. તારીખ પર તારીખ આવે છે. વીમાના કેસ વધારે છે. વૃક્ષ લોકો 7 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. પ્રીમિયમ ભરે છે પણ લાખો લોકો પરેશાન થાય છે. 24 ખાનગી કંપનીઓ પ્રજાને વીમો આપવામાં પરેશાન કરે છે. મેડિકલેમ પણ લોકોને પરેશાન કરાય છે.

કમિશનના પ્રમુખ જ નથી
વડી અદાલતના નિવૃત્ત ગ્રાહક રાજ્ય પંચના પ્રમુખ આશુતોષ શાસ્ત્રીએ રાજીનામું આપ્યું ત્યારથી 3 મહિનાથી જગ્યા ખાલી પડી છે. સ્ટાફ, સભ્યોની જગ્યા ખાલી છે. ગ્રાહક સુરક્ષા કાયદો 2020થી છે. રાજય ગ્રાહક તકરાર નિવારણ કમિશન, અમદાવાદ ખાતે કાર્યરત છે. 2024માં 8718 દાવા પડતર હતા. જે વધીને 2025માં 9 હજાર થયા હતા. રાજયમાં 56 ગ્રાહક સુરક્ષા મંડળો છે. જિલ્‍લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, પાંચ જીલ્‍લા કમિશનો ગુજરાતમાં છે. 2022માં 10 હજાર પડતર ખટલા હતા. જે 2024માં વધીને 39,047 ખટલા થઈ ગયા છે. પહેલાં 9 હજાર તકરારો આવતી હતી હવે વર્ષે 21600 તકરારો આવે છે. 2023માં 12 હજાર કેસનો નિકાલ કર્યો હતો. 2024માં 4201 કેસનો નિકાલ કરાયો હતો. 21 ગ્રાહક સલાહકાર કેન્દ્રો છે. દરેક ચીજ વસ્તુઓ ખરીદતી વખતે હંમેશા પાકું બિલ લેવાનો આગ્રહ રાખે છે.

તોલમાપ વિભાગ

ગ્રાહકોની જ્યાં સૌથી વધારે છેતરપિંડી થાય છે એ તોલમાપ છે. પણ હવે વીમો અને મેડિકલ ક્લેમ છે પણ સરકારે તોલમાપ વિભાગમાં તેનો અલગ તંત્ર બન્યું નથી.

વર્ષમાં દોઢ લાખ વેપારની તપાસ કરી
ગયા વર્ષ કરતાં નબળી કામગીરી
વજન અંગે 6689 સામે ગુના દાખલ કર્યા
પેકીંગ અંગે 1079 ગુના દાખલ કર્યા
વર્ષે 32 કરોડ રૂપિયાની ફી ઉઘરાવી આવક કરે છે
8184 પેટ્રોલ પંપ તપાસીને માપના 50 ગુના દાખલ કર્યા
6365 માર્કેટ યાર્ડ તપાસી માપના 351 ગુના દાખલ કર્યા
7 હજાર વજન કાંટા બ્રિજ તપાસીને 68 ગુના દાખલ કર્યા
4800 દુકાનો તપાસીને 30ની સામે ગુના દાખલ કર્યા
31 હજાર શાકભાજીના ફેરીયાની તપાસ કરીને 1855 સામે ગુના કર્યા
14 હજાર મીઠાઈની દુકાન તપાસીને 650 સામે ગુના દાખલ કર્યા
12 હજાર સોનીની તપાસ કરીને 150 ગુના કર્યા
8600 દુધના પાઉચની તપાસ કરીને 250 સામે ગુના દાખલ કર્યા

વધારે પૈસા લેવાના ગુના 429 માંડ નોંધાયા

ઓછો માલ આપવાના 257 ગુના નોંધાયા

ડોક્ટર, હોસ્પિટલ, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બિલ્ડર,ડેવલપર્સ, એલ.આઇ.સી. ખાનગી અને જાહેર ક્ષેત્રની વીમા કંપની, ઓઇલ કંપની, સી.એન.જી.,પીએનજી, શાળા-કોલેજો, યુનિ. શિક્ષણ સંસ્થાઓ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ વગેરે સર્વીસ પ્રોવાઇડર તેમ જ ઉત્પાદકો, વેપારી, પેઢીઓ સામે ફરિયાદ થાય છે.

રાજ્ય- પડતર દાવા
ગુજરાત    40288
મહારાષ્ટ્ર    82708
રાજસ્થાન    51431
દિલ્હી    23656
બિહાર    23020
આંધ્રપ્રદેશ    5142
હરિયાણા    34097
છત્તીસગઢ    8041
કર્ણાટક    17688
કેરળ    24497
મધ્યપ્રદેશ    35617
તામિલનાડુ    9152
પશ્ચિમ બંગાળ    16873
પંજાબ    17003

આ પણ વાંચો:

મોદી બેવફા કેમ? 7 વચનો ફોક કરીને ઐતિહાસિક દિવસને ભૂલ્યા | Kaal Chakra

Swiss Bank Indian money: હવે ભારતીયોના ખાતામાં મોદી 15 લાખ નહીં 45 લાખ મોકલશે?

Ceasefire: ટ્રમ્પ 31 વાર બોલ્યા મેં યુધ્ધ રોકાવ્યુ, મોદીએ કહ્યું કોઈએ યુધ્ધ રોકાવ્યું નથી, બેમાંથી સાચુ કોણ?

Parking Chair: ખુરશી સરખી કરવાની ઝંઝટ ખતમ, તાળી પાડતાં જ કેવી રીતે ગોઠવાઈ જાય છે?

Himachal Pradesh: એક છોકરી સાથે બે ભાઈઓએ લગ્ન કર્યા, પછી છોકરી શું બોલી?

Bihar: મતદાર યાદીમાંથી નામ નીકળી ગયુ પછી પતી ગયુ, આજીજી પણ નહીં ચાલે, ચૂંટણી પંચ કેમ આડું ફાટ્યું?

Bihar: 7 હજારમાં બનેલા વિમાને ઉડાન ભરી, હજ્જારો લોકો જોવા દોડ્યા, આ યુવાને કરી કમાલ!

UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?

Operation Mahadev: સેનાએ 3 આતંકીઓ ઠાર કર્યાનો દાવો, શું પહેલગામ હુમલામાં સંડોવાયેલા હતા?

Related Posts

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
  • August 4, 2025

Kaal Chakra  Part-56: ગુજરાત, એક રાજ્ય જે વિકાસના નામે દેશભરમાં ચર્ચામાં રહે છે, તે આજે ભ્રષ્ટાચારના આક્ષેપોના કેન્દ્રમાં છે. છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયેલા અનેક કૌભાંડોની યાદી એટલી લાંબી છે…

Continue reading
AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!
  • August 4, 2025

દિલીપ પટેલ AMTS scam: પૂનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપશે. ઘણાં રાજ્યોમાં રૂ.57ના ભાવે ઠેકો અપાયો છે. રૂ. 37 ઉંચો ભાવ છે. 65 ટકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 8 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 22 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 24 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 12 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 30 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 29 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?