
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અંબાજી રોડ પર અમદાવાદ પાર્સિંગવાળી કારમાં આગ લાગતા સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે. સાથે જ ચાલક પણ સંપૂર્ણ ભડથું થઈ ગયો છે. આજે વહેલી સવારે ત્યાંથી પસાર થતાં લોકોને નજરે પડતાં ચોકી ઉઠ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. કારનો નંબર GJ01-HJ-9718 છે.
આ બનાવની જાણ વડગામ પોલીસ થતાં તત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. ઉપરોક્ત વિડિયોમાં જોઈ શકાય છે કે સંપૂર્ણ બળેલી કાર રોડ પર પડી છે અને તેમાં એક ડ્રાઈવર સીટ પર ભડથું થયેલી હાલતમાં લાશ પણ જોવા મળી રહી છે. ભોગ બનેલા ચાલકનો માત્ર ખોપડીનો ભાગ જ નજરે પડી રહ્યો છે. જોકે બળેલી ગાડી જોઈ વહેલી સવારે લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. ઘટનાને લઇ પોલીસે તપાસ હાથ ધરી છે.
આગ લાગવાનું રહસ્ય ઘેરાયું
કારમાં આગ કયા કારણોસર અને ડ્રાઈવર કોણ છે, અહીં કાર લઈને ડ્રાઈવર શું કરવા આવ્યો હતો. તે તમામ સવાલોને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. ડ્રાઈવરની હાલ સુધી ઓળખ થઈ નથી. જેથી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.