
ભારતના અતિપ્રાચીન મેળા મહાકુંભનો પ્રારંભ પ્રયાગરાજમાં થઈ ગયો છે. આજે પોષ પૂર્ણિમાના દિવસે પહેલું સ્નાન છે. સવારે 9.30 વાગ્યા સુધીમાં 60 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે. આ આંકડો 1 કરોડ સુધી પહોંચી શકે છે.
12 કિમી વિસ્તારમાં બનેલા સ્નાનઘાટ ભક્તોથી ભરેલા છે. એકલા સંગમમાં જ દર કલાકે 2 લાખ લોકો સ્નાન કરે છે. આજથી, ભક્તો 45 દિવસના કલ્પવાસ શરૂ કરશે. સંગમના તમામ પ્રવેશ માર્ગો પર ભક્તોની ભીડ છે. મહાકુંભને કારણે વાહનોનો પ્રવેશ બંધ છે. ભક્તો બસ અને રેલ્વે સ્ટેશનથી 10-12 કિલોમીટર ચાલીને સંગમ પહોંચી રહ્યા છે. 13 ફેબ્રુઆરી સુધી ચાલનાર કુંભ મેળામાં અંદાજે 40 લાખ લોકો આવવની શક્યતા છે.
આ કડકડતી ઠંડીમાં વિદેશી શ્રદ્ધાળુઓ પણ સ્નાન કરી રહ્યા છે. બ્રાઝિલના એક ભક્ત ફ્રાન્સિસ્કોએ કહ્યું- હું યોગ કરું છું. હું મુક્તિ શોધી રહ્યો છું. ભારત વિશ્વનું આધ્યાત્મિક હૃદય છે. જય શ્રી રામ.
60 હજાર સૈનિકો સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં રોકાયેલા છે. પોલીસ કર્મચારીઓ સ્પીકર્સ દ્વારા લાખોની ભીડને નિયંત્રિત કરી રહ્યા છે. કમાન્ડો અને અર્ધલશ્કરી દળના જવાનો પણ વિવિધ સ્થળોએ તૈનાત છે.
મહા કુંભ મેળા માટે પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું
ભારતના એક મહત્વપૂર્ણ ધાર્મિક, શૈક્ષણિક અને વહીવટી કેન્દ્ર તરીકે, પ્રયાગરાજ દેશના તમામ મુખ્ય શહેરો સાથે હવાઈ, રેલ અને માર્ગ દ્વારા સારી રીતે જોડાયેલું છે. આવી સ્થિતિમાં તમે સરળતાથી પ્રયાગરાજ પહોંચી શકો છો.
જાણો પ્રયાગરાજ વિશે
પ્રયાગરાજ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રયાગરાજ જીલ્લાનું મુખ્ય મથક છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગંગા નદીના કિનારે વસેલું પ્રયાગરાજ ભારત દેશનું પવિત્ર અને લોકપ્રિય તીર્થ સ્થળ છે. ઉત્તર પ્રદેશ રાજ્યના આ ઐતિહાસિક નગરનું પ્રશાસનિક, શૈક્ષેણીક, ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક દૃષ્ટિએ અગ્રણી સ્થાન છે. આ નગરનો ઉલ્લેખ ભારતના પુરાણા ધાર્મિક ગ્રંથોમાં મળે છે. વેદ, પુરાણ, રામાયણ અને મહાભારતમાં આ સ્થળને પ્રયાગ કહેવામાં આવ્યું છે. ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો અહીં સંગમ (ત્રિવેણી સંગમ) થાય છે, આ કારણે હિંદુઓ માટે આ શહેરનું વિશેષ મહત્વ છે. હિંદુઓની જુની પરંપરા અનુસાર દર 12 વર્ષે અહીં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ પાયલ ગોટીનું ખોટી રીતે રિકન્સ્ટ્રકશન કરાવનાર 3 પોલીસકર્મી સસ્પેન્ડ