
●ક્લાર્ક- પટ્ટાવાળાની ભરતી મુદ્દે સરકારને કોર્ટમાં પડકારવાનો શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠકમાં લેવાયો નિર્ણય
●રાજ્ય શાળા સંચાલક મહામંડળ વિનંતી કરીને થાકયું! હવે સરકાર સામે આરપાર લડી લેવાના મૂડમાં.
FRC and recruitment: અમદાવાદ ખાતે મળેલી રાજ્ય શાળા સંચાલક મહામંડળની વાર્ષિક કારોબારીની બેઠકમાં પટ્ટાવાળા, ક્લાર્કની ભરતી મુદે સરકારને કોર્ટમાં પડકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો,છેલ્લા ઘણાજ સમયથી ક્લાર્ક અને પત્તાવાળાની ભરતી નહિ કરવામાં આવતા સંચાલકો એક મંચ પર આવ્યા હતા અને આ નિર્ણય કર્યો છે.
સંચાલકોનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષથી પટ્ટાવાળા અને ક્લાર્કની ભરતી નહિ થતાં તેઓનું કામ શિક્ષકો અને આચાર્યને કરવું પડી રહ્યું હોય ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક અને પટ્ટાવાળાની જગ્યાઓ વહેલી તકે ભરવાની માંગ કરાઈ રહી છે જે નહિ સ્વીકારાતા હવે હાઇકોર્ટના દ્વારા ખખડાવવાનો નિર્ણય લેવાયો છે.
બેઠકમાં FRC સ્લેબમાં વધારવા મુદ્દે સરકારને કોર્ટમાં પડકારવા માટે કારોબારી બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો હતો.રાજ્યની 15 હજાર સ્વનિર્ભર શાળાઓમાં ફી વધારવા મુદ્દે પણ રજૂઆત થઈ હોવાછતાં સરકારે કઈ કર્યું નથી, બીજું FRC આવ્યાને 8 વર્ષ થયા હોવા છતાં સ્વનિર્ભર શાળાઓના સ્લેબમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.
પ્રાયમરીમાં 22 હજાર, સેકન્ડરીમાં 30 હજાર અને સમાન્ય પ્રવાહમાં 35 અને વિજ્ઞાન પ્રવાહમાં 40 હજાર સ્લેબ કરી આપવા માંગ તેવી તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી છે,સંચાલકોના મતે સરકારમાં આ મુદ્દે અનેક વખત રજૂઆત થઈ છે છતાં સરકાર દ્વારા કોઈ ધ્યાન અપાયું નથી જેથી હવે આ મુદ્દો કોર્ટમાં લઈ જવા સયુંકત રીતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
સંચાલકોની માંગણી છે કે જ્ઞાન સેતુમાં 7 ટકા દરે દર વર્ષે વધારો કરાય છે તો FRC સ્લેબમાં પણ વધારો કરવામાં આવે.રાજ્ય શાળા સંચાલક મહામંડળ પોતાની જુદી જુદી માંગણીઓ પૂર્ણ કરવા સરકારને વિનંતી કરી રહ્યું છે. પરંતુ સરકાર દ્વારા તેઓની માંગણીઓ તરફ ધ્યાન નહી અપાતા રાજ્ય શાળા સંચાલક મહામંડળ હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળ્યું હતુ.
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?






