
Gandhinagar News: ગાંધીનગરમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થયુ છે. દર્શ હોસ્ટેલના 20 જેટલા વિદ્યાર્થીઓેને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાની જાણકારી મળી રહી છે. બે દિવસ અગાઉ ચાઈનીઝ ફૂડ ખાધા બાદ તબિયત બગડી હોવાના અહેવાલ છે. પેટમાં દુખાવો થતાં વિદ્યાર્થીઓએ દવા લીધી હતી. દવા લીધા બાદ પણ વિદ્યાર્થીઓની તબિયત ઠીક થઈ ન હતી. જેથી આરોગ્ય વિભાગની બે ટીમે ઘટનાસ્થળે પહોંચી વિદ્યાર્થીઓને સારવાર આપી હતી.
ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં પીડીપીયુ નજીક આવેલી પ્રાઈવેટ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનની આ ગંભીર ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ ચાઈનીઝ ભોજન આરોગ્યા બાદ 20થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનની અસર થઈ હતી.
બે દિવસ પહેલા હોસ્ટેલમાં મંચુરિયન અને નૂડલ્સ જેવી ચાઈનિઝ વાનગીઓ બનાવવામાં આવી હતી. ભોજન બાદ વિદ્યાર્થીઓને પેટમાં દુખાવો શરૂ થયો હતો, જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓએ દવા લીધી હતી. પરંતુ બીજા દિવસે પણ આડ અસર જણાઈ આવી હતી.
હાલ ખાદ્ય પદાર્થોના નમૂના લેબ ટેસ્ટિંગ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Mahesana: અમૂલના નામે વેચાતું બનાવટી ઘી ઝડપાયું, 35 લાખનો જથ્થો જપ્ત
આ પણ જુઓઃ