
Gandhinagar Murder Case: ગાંધીનગર પાસે આવેલા ઇન્દ્રોડા ગામે ક્રૂરતાપૂર્વક એક રિક્ષાચાલકની હત્યા કરી નાખવામાં આવી છે. રિક્ષાચાલકની ખોપડી ના ફાટે ત્યાં સુધી ફટકા માર્યા હોવાના આરોપ લાગ્યા છે. ઘરના મોભીની હત્યા થઈ જતાં પત્ની અને સંતાનો નોંધારા થયા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટ અર્થે ખસેડી આરોપીઓને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકની ઓળખ ઇન્દ્રોડા ગામનો રહેતાં 42 વર્ષિય અરજણ ઠાકોર તરીકે થઈ છે. સ્થાનિકો અને પરિવારજનોએ આજે સવારે ઇન્દ્રોડાના કિલ્લાના વિસ્તાર નજીક શોધખોળ કરતાં લાશ મળી હતી. અરજણ ઠાકોર ગઈકાલે સવારે રોજની જેમ પોતાની રિક્ષા લઈને ધંધા માટે ઘરેથી નીકળ્યા હોવાનું કહેવાઈ છે. જો કે પછી તેઓ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતાં પરિવારે શોધખોળ ચાલુ કરી હતી.
અરજણ ઠાકોરને દારુની લત હતી. તે કિલ્લાની આજુબાજુ અવારનવાર જતા હતા. જેથી પરિવારે આજે સવારે ઇન્દ્રોડા કિલ્લા નજીકના વિસ્તારમાં તપાસ કરતાં લાશ મળી આવી હતી. લાશ જોતાં જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. પરિવારે જોયું કે તેમના માથાના ભાગે ધોકા જેવા હથિયારથી હુમલો કર્યો હતો. આ હુમલો ખોપડી ફાટી ના જાય ત્યા સુધી કરાયો હતો. જે બાદ આ ઘટનાની જાણ પોલીસને કરતાં ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહ નજીકથી રિક્ષા પણ મળી આવી છે.
મૃતક અરજણના પરિવારમાં પત્ની અને ચાર સંતાન છે, જેમાંથી બે દીકરીનાં લગ્ન થઈ ગયા છે, જ્યારે અન્ય બે બાળકો હજુ ભણી રહ્યા છે. પરિવારના મોભીની અચાનક લાશ મળતાં પરિવાર પર દુઃખમાં ગરકાવ થઈ ગયો છે. આ હત્યા કોણે કરી તે હજુ સુધી બહાર આવ્યું નથી. જેથી પોલીસે હાલ અલગ-અલગ દ્રષ્ટિકોણથી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:
Gujarat: ગાંધીનગરમાં ઓછી ક્ષમતાનું ડેટા સેન્ટર બનાવીને સરકાર ખુશ કેમ?
UP: મૌલવીના પરિવાર સાથે થયેલી ક્રૂરતા મામલે 60 લોકો સામે FIR, કારણ જાણી ચોકી જશો!
UP: મૌલવીની પત્ની અને બે પુત્રીઓ સાથે ક્રૂરતા કરનાર બે સગીર પકડાયા, જાણો કેમ ઘટનાને આપ્યો અંજામ?
Gujarat: દિવાળીમાં પણ વરસાદ પડશે!, જુઓ હવામાન વિભાગે શું કરી આગાહી!
Bhavnagar: આનંદનગરમાં મોડી રાત્રે ત્રણ માળિયાનું મકાન ધરાશાયી, 1 યુવાનનો જીવ ગયો








