Gandhinagar: આરોગ્યકર્મીઓ હડતાળ સમેટે તો ચર્ચા કરીશુંઃ આરોગ્યમંત્રી, 2200 કર્મીઓ સસ્પેન્ડ

Gandhinagar: 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈ અડગ છે. બીજી બાજુ સરકાર પણ અડગ રહી છે. 2200 જેટલાં આરોગ્યકર્મીઓને નોકરીમાંથી કાઢી નાખ્યા છે.

Gandhinagar: આરોગ્યકર્મીની હડતાળને આજે 12 દિવસ થઈ ગયા છે. તેઓ ગાંધીનગરમાં પોતાનો હક લઈને જ જંપવાની વાત કરે છે. સરકારે અત્યાર સુધી 2100થી વધુ આરોગ્યકર્મીઓને છૂટા કરી દીધી છે. જ્યારે 5 હજારથી વધુને કારણ દર્શક નોટીસ ફટકારી છે. ખાતાકીય તપાસ પણ કરવા સરકાર જોર લગાવી રહી છે અને આરોગ્યકર્મીઓને ફરજ પર પરત ફરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. જો કે જુલમી સરકારની આ કાર્યવાહીની આરોગ્યકર્મીઓ પર કોઈ અસર દેખાતી નથી. તેઓ પોતાની માગોને લઈ અડગ જોવા મળી રહ્યા છે.

ગુરુવારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતુ કે આરોગ્યકર્મીઓએ જે માંગણીઓ કરી હતી, તેમાંથી 1 માગણી સ્વીકારવાપાત્ર હતી અને બાકીની ગ્રેડ પે સુધારવાની માગણી હતી. તે સમજ્યા વિચાર્યા વગર વિચારી શકાય એમ નથી.  કર્મચારીઓ હડતાળ સમેટ્યા બાદ ચર્ચા થાય, બાકી વાત કરવાનો કોઇ મતલબ નથી.

‘2 દિવસમાં ફરજ પર પાછા ફરો’

આરોગ્યમંત્રી ઋષિકેશે વધુમાં કહ્યુ હતુ કે આ રીતે હડતાળ પર ઊતરી જવું ગેરવાજબી છે. હું અપીલ કરું છું કે એક કે બે દિવસમાં ફરજ પર પરત ફરો, લોકોનાં આરોગ્ય સાથે ચેડાં સરકાર ચલાવી લે નહીં. બીજી બાજુ આરોગ્યકર્મીચારીઓ સખત વિરોધ નોંધાવી રહ્યા છે. જેથી સરકારની ઊંઘ ઉડી ગઈ છે.

કેમ સરકાર આરોગ્યકર્મીઓની માંગો સ્વીકારતાં નથી?

1. એકને આપે તો બીજાને આપવું પડે

જો સરકાર આરોગ્યકર્મચારીઓની માંગણીઓ સ્વીકારે તો અન્ય જાહેર ક્ષેત્રોના કર્મચારીઓ પણ સમાન માંગણીઓ સાથે આગળ આવી શકે છે. આ સરકાર માટે એક દાખલો બની શકે છે, જે ભવિષ્યમાં વધુ હડતાળો અને માંગણીઓને આમંત્રણ આપી શકે છે.

2. નાણાકીય અસરો

આરોગ્યકર્મચારીઓની માંગણીઓ જેવી કે ગ્રેડ-પે સુધારણા અને ટેક્નિકલ કેડરમાં સમાવેશ, તેનો અમલ કરવાથી સરકાર પર નાણાકીય બોજ વધી શકે છે. સરકાર આવા ખર્ચને ટાળવા અથવા નિયંત્રણમાં રાખવા માંગતી હોઈ શકે છે.

3. રાજકીય વિચારણાઓ

સરકારનું વલણ રાજકીય પરિબળોથી પણ પ્રભાવિત હોઈ શકે છે. માંગણીઓ સ્વીકારવાથી સરકાર નબળી દેખાઈ શકે છે, જે તેની સત્તા અને નિયંત્રણની છબીને અસર કરી શકે છે. વિપક્ષ, જેમ કે કોંગ્રેસ પાર્ટી, આરોગ્યકર્મચારીઓને સમર્થન આપી રહી છે અને સરકારની ટીકા કરી રહી છે, જે સરકારના સખત વલણને વધુ મજબૂત કરી શકે છે.

સરકાર આરોગ્યકર્મચારીઓની માંગણીઓ સ્વીકારવા તૈયાર નથી કારણ કે તે આવશ્યક સેવાઓમાં વિક્ષેપ, નાણાકીય બોજ, રાજકીય પરિણામો અને ભવિષ્યની હડતાળોની શક્યતાઓથી ચિંતિત છે. જોકે, આરોગ્યકર્મચારીઓ પોતાની લડાઈ ચાલુ રાખવા નિશ્ચિત છે, અને આ સંઘર્ષ હજુ ચાલુ છે.

આ પણ વાંચોઃ Ahmedabad: હરિયાણાથી પોલીસકર્મીઓના મૃતદેહ વતન લવાયા

આ પણ વાંચોઃ Ahmedabad: ચાંદખેડામાં કાર AMTS બસની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ, એકનું મોત

આ પણ વાંચોઃ Ahmedabad: વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં પ્રદર્શન કરતાં NSUI કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

આ પણ વાંચોઃ Valsad: બાળક અને પત્નીને ઝેર આપી પતિએ કર્યો આપઘાત, શું છે કારણ?

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 3 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 4 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 5 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 11 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 9 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 11 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ