
ગુજરાત સરકારે વિધવા મહિલાઓને દર મહિને મળતી રુ. 1200ની આર્થિક સહાયના બજેટમાં વધારો કર્યો છે. સરકારે “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના” ના બજેટમાં 700 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. ગત વર્ષની સરખામણીમાં 700 કરોડનો વધારો કરાયો છે. વર્ષ 2025-26 માટે આ યોજનાનું બજેટ 3015 કરોડ રૂપિયા કરાયું છે. આ પગલું નિરાધાર અને વિધવા મહિલાઓના સશક્તિકરણ અને આર્થિક સ્થિરતા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વિધાવા મહિલાઓ સ્વમાન સાથે જીવી શકે તે માટે સરકાર ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના ચલાવી રહી છે. આ યોજના માટે બજેટમાં રાજ્ય સરકાર દ્વારા સતત વધારો કરી રહી છે. છેલ્લા 1 વર્ષમાં જ આ યોજનાના બજેટમાં ખૂબ મોટો અંદાજે રુ. 700 કરોડનો વધારો કર્યો છે. ગત વર્ષ 2024-25માં આ યોજના માટે રુ. 2362.67 કરોડની જોગવાઈ કરાઈ હતી. જેને આ વખતે વધારી 2025-26માં રુ. 3015 કરોડની ફાળવણી કરાઈ છે.
જુઓ પાછલાં પાંચ વર્ષમાં કેટલા લાભાર્થીઓએ લાભ લીધો અને કેટલું બજેટ?
વર્ષ | જોગવાઈ (રુ. કરોડમાં) | ખર્ચ ( રુ. કરોડમાં) | લાભાર્થીઓની સંખ્યા |
2020-21 | 549.74 | 1313.38 | 8.16 લાખ |
2021-22 | 753.47 | 1768.86 | 11.61 લાખ |
2022-23 | 917.02 | 2156.29 | 13.62 લાખ |
2023-24 | 1981.76 | 2297.43 | 14.97 લાખ |
2024-25 (ફેબ્રુ-25) | 2362.67 | 2164.64 | 16.49 લાખ |
આ પણ વાંચોઃ Rajkot: ભૂવા સાથે લવ મેરેજ કરનારી મહિલાએ કર્યો આપઘાત, પિતાએ લગાવ્યો હત્યાનો આરોપ, જાણો વધુ
આ પણ વાંચોઃ લોકસભામાં પીએમ મોદીનું સંબોધન તો ગૃહ બહાર રાહુલ ગાંધીનું નિવેદન; વિપક્ષને કેમ મૌન કરવામાં આવ્યું?
આ પણ વાંચોઃ Kheda: રાણીયાની મહીસાગર નદીમાંથી મળેલી લાશ મામલે મોટો ખુલાસો, કેમ હત્યા કરાઈ?