સોનું 87000ની ઐતિહાસિક ટોચે પહોંચ્યું; ચાંદીમાં આગઝરતી તેજી

  • India
  • February 14, 2025
  • 0 Comments
  • સોનું 87000ની ઐતિહાસિક ટોચે પહોંચ્યું; ચાંદીમાં આગઝરતી તેજી

વૈશ્વિક સ્તરે ટેરિફ વોર, જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના પડકારો વચ્ચે કિંમતી ધાતુમાં તેજી આવી છે. સોના કરતાં ચાંદીમાં આજે આગઝરતી તેજી સાથે સ્થાનિક સ્તરે રૂ. 1500 અને ચાંદી વાયદો 2394 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો.

અમદાવાદમાં સોનાના ભાવ છેલ્લા બે સપ્તાહથી વધી રહ્યા છે. આજે સોનાનો ભાવ રૂ. 500 ઉછળી રૂ. 87000 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી રૂ. 1500 ઉછળી રૂ. 96500 પ્રતિ કિગ્રા થઈ હતી. ચાંદીમાં આક્રમક ખરીદીના પગલે તે ઝડપથી એક લાખ રૂપિયા પ્રતિ કિગ્રાની સપાટી ક્રોસ કરે તેવી શક્યતાઓ વધી છે.

જેએમ ફાઈનાન્સિયલ સર્વિસિઝ લિ.ના કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચ ઈબીજી-વાઈસ પ્રેસિડન્ટ પ્રણવ મેરએ જણાવ્યું હતું કે, ટ્રેડ ટેરિફ સંબંધિત અનિશ્ચિતતાઓ સાથે ટ્રેડર્સ અને રોકાણકારોએ સોનામાં ખરીદી વધારી છે. અમેરિકાનો ડોલર નબળો પડતાં બુલિયન માર્કેટને ટેકો મળ્યો છે. ડોલર ઈન્ડેક્સ આ સપ્તાહમાં 1 ટકા ઘટ્યો છે. ઔદ્યોગિક માગમાં વૃદ્ધિના કારણે ચાંદીમાં સોના કરતાં પણ આક્રમક તેજી જોવા મળશે. ટેક્નિકલી ગોલ્ડ વાયદો 85900-85650ના સપોર્ટ લેવલ સાથે તેજીમાં રહેશે.

આ પણ વાંચો-નવા ચીફ ઈલેક્શન કમિશ્નરની નિમણૂક માટે કાયદા મંત્રાલયે બોલાવી બેઠક

એમસીએક્સ ચાંદીમાં તેજી

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.95449ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.98130 અને નીચામાં રૂ.95449ના મથાળે અથડાઈ, રૂ.95233ના આગલા બંધ સામે રૂ.2394 વધી રૂ.97627ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.2291 વધી રૂ.97379ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.2290 વધી રૂ.97334ના ભાવ થયા હતા.

એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.86020ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.86358 અને નીચામાં રૂ.86014ના મથાળે અથડાઈ, રૂ.85809ના આગલા બંધ સામે રૂ.292 વધી રૂ.86101ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.355 વધી રૂ.69577ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.82 વધી રૂ.8657ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.255 વધી રૂ.85623ના સ્તરે પહોંચ્યો હતો.

આ પણ વાંચો- ભાજપ નેતાનો દાવો- આમ આદમી પાર્ટીના બધા મંત્રીઓ જેલમાં જશે

Related Posts

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….
  • October 28, 2025

UP Crime:  ઉત્તર પ્રદેશના ઝાંસીથી એક ભયાનક ઘટના સામે આવી છે. જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. અહીં એક કાકી-કાકાએ જમીનના નાના ટુકડાના વિવાદમાં તેના 12 વર્ષના ભત્રીજાની ક્રૂરતાથી હત્યા…

Continue reading
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ
  • October 28, 2025

Mumbai: મુંબઈના ખારમાં રહેતી 24 વર્ષીય નેહા ગુપ્તા ઉર્ફે રિંકીના અચાનક મૃત્યુથી સમગ્ર ખાર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે. ખાર પોલીસે નેહાના પતિ અરવિંદ અને તેના પરિવારના પાંચ સભ્યોની દહેજ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 4 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 4 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 5 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 9 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 23 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 10 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!