
Gold prices: ભારતીય સંસ્કૃતિમાં જુના જમાનાથી શુભ કાર્યો અને તહેવારો ઉપર સોના અને ચાંદીના દાગીના ખરીદવાની પરંપરા રહી છે,બહેન-દીકરીઓને સોનાના દાગીના લઈ આપવા તેમજ લગ્ન પ્રસંગે ભેટ-સોગાદ પણ સોના-ચાંદીની વસ્તુઓ આપવામાં આવતી હતી પણ આજે સોનુ ખરીદવુ લગભગ અશક્ય થઈ ગયું છે અને હવે રોજ બરોજ સોનાના ભાવ વધતા ગ્રાહકો ઘટતાં સોના-ચાંદીના દાગીનાનો જુના જમાનાથી ધંધો કરતા જવેલર્સમાં પણ ચિંતાનો માહોલ છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, આજે 8 ઓક્ટોબર, બુધવારના રોજ 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,25,000 રૂપિયાને પાર કરી ગયો છે. આજે સોના અને ચાંદીના ભાવ ફરી વધ્યા છે. આજે (બુધવાર), 8 ઓક્ટોબર, 2025 ના રોજ ભારતીય બુલિયન બજારમાં સોનાનો ભાવ 1,25,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગયો છે. તે જ સમયે, ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. આજે, ચાંદીનો ભાવ 1,60,000 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ચુક્યો છે.
સોનાની કિંમતમાં ભારે ઉછાળો આવતા સામાન્ય નાગરિકોએ સોનું ખરીદવું જ બંધ કરી દેતાં જવેલર્સ ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો છે. હવે જવેલર્સ શોપમાં ભાગ્યેજ કોઈ વ્યક્તિ આવી ચડે છે બાકી બોણી પણ થતી નથી તેજ રીતે મોટા જવેલરી શોરૂમમાંતો સ્ટાફ સહિતનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બની રહ્યો છે. આવી સ્થિતિમાં સોનાની કિંમત જો વધતી જ રહીતો જવેલર્સ ઉદ્યોગ બંધ કરવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. સોનાના ભાવ ઘણા કારણોસર પ્રભાવિત થાય છે. આમાં, વિશ્વ અર્થતંત્ર, ફુગાવો, રાજકીય કારણો, માગ અને પુરવઠામાં તફાવત મુખ્ય છે.
વૈશ્વિક સ્તરે, અનિશ્ચિતતાના સમયમાં સોનાની વધતી માંગની અપેક્ષા ઘણીવાર વેપારીઓ અને રોકાણકારો દ્વારા સટ્ટાકીય ખરીદી તરફ દોરી જાય છે. આવા સમયે, અન્ય નાણાકીય સાધનો તેમનું આકર્ષણ ગુમાવે છે કારણ કે બજારોમાં ઉથલપાથલ હોય છે. તેથી, સોનું એક આકર્ષક સંપત્તિ બની જાય છે જેની કિંમતમાં વધારો થવાની ખાતરી છે અને તેથી તે માંગી શકાય તેવી ધાતુ બની જાય છે. તેથી પણ, ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ-ફંડ્સ (ETF) ની માંગ સોનાના ભાવમાં વધારો કરી શકે છે, કારણ કે આ બે પરિબળો સીધો સંબંધ ધરાવે છે.
સોનાના ભંડારની ખરીદી અને વેચાણને કારણે પણ સોનાના ભાવમાં વધારો થઈ શકે છે. દેશની સરકાર દ્વારા મોટા પ્રમાણમાં વ્યવહારો સોનાના બજારમાં ભાવમાં ફેરફારનું કારણ બની શકે છે સામાન્ય રીતે જ્યારે યુદ્ધનો માહોલ હોય ત્યારે પણ સોનાના ભાવ વધતા હોય છે. હાલ, રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ એમ બે મોટા યુદ્ધોના ચાલુ છે,ડોલર નબળો પડી રહ્યો છે બીજી તરફ ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે. આવા સમયમાં, રોકાણકારો જોખમી અસ્કયામતોને ટાળતા હોવાથી સોનાના મૂલ્યમાં વધારો થાય છે.
સોનું પ્રમાણમાં દુર્લભ હોવાને કારણે તેને મૂલ્યનો ભંડાર ગણવામાં આવે છે. વૈશ્વિક પુરવઠો મર્યાદિત છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ, ફક્ત 2,16,265 ટન સોનાનું ખોદકામ જ કરવામાં આવ્યું છે. (હાલ તેમાં પ્રતિવર્ષ લગભગ 3,500 ટનનો વધારો થાય છે) તેનો અર્થ એ થાય કે સોનાને વ્યાપકપણે એવી ‘સલામત રોકાણ સંપત્તિ’ ગણવામાં આવે છે, જેનું મૂલ્ય જળવાઈ રહેવાનું છે.સત્તાવાળાઓ તરફથી વ્યાજદરમાં ઘટાડા, નાણાં પુરવઠામાં વધારા, સરળ ઉપલબ્ધતા અને મની પ્રિન્ટિંગમાં વધારા જેવાં નીતિગત પગલાં લેવામાં આવે છે ત્યારે સોનાને સ્વર્ગ ગણવામાં આવી રહ્યું છે અને તેથી તે મૂલ્યનો ભંડાર છે.”કથિત ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ તરફથી સોનાની માગમાં તાજેતરમાં નોંધપાત્ર વધારો થયો છે.સોના જેવી સંપત્તિ ધરાવતા આ ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ જેવા રોકાણનાં સાધનોમાં રોકાણકારો ફંડમાંથી શૅર ખરીદી અને વેચી શકે છે.
ઉપરાંત અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાની મજબૂતાઈ કે નબળાઈ સોનાના ભાવ પર સીધી અસર કરે છે.જો રૂપિયો મજબૂત થાય તો સોનું સસ્તું થાય છે. પરંતુ જો રૂપિયો નબળો પડે છે, તો સોનાની કિંમત વધે છે, કારણ કે ભારત વિદેશથી સોનાની આયાત કરે છે. આમ,સોનાના સતત વધી રહેલા ભાવ માટે અનેક કારણો જવાબદાર છે અને હવે મોટો ઘટાડો શક્ય હોય તેવું જણાતું નથી ત્યારે સામાજિક પ્રસંગોમાં ખરીદવાની વર્ષો જૂની પરંપરા હવે જાળવી રાખવાનું મુશ્કેલ બન્યું છે અને લોકો હવે તેનો વિકલ્પ શોધી રહયા છે.
આ પણ વાંચો:
Gujarat Politics: મોદીના ગઢ ગુજરાતની કમાન શું ફરી આનંદીબેન પટેલ સંભાળશે?, જુઓ વીડિયો
UP: પુત્રએ દરવાજો ખોલતાં જ માતાને લોહીના ખાબોચીયામાં જોઈ, 20 વર્ષનો ભાઈ ગુમ, આખરે લખનૌમાં શું થયું?
UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?








