Gold Scam: સુરતમાં નકલી લેબગ્રોન સોનાનું માર્કેટમાં ધૂમ વેચાણ! ગ્રાહકો સાવધાન! આ પીળી ધાતુ સિવાય કંઈ નથી!

(દિલીપ પટેલ દ્વારા)

Gold Scam:આજકાલ સોનાના ભાવોમાં તોતિંગ વધારો થતાં હવે સોનુ ખરીદવાનું લગભગ અશક્ય થઈ જતા હવે પ્રયોગ શાળામાં તૈયાર થતાં લેબગ્રોન સોનું માર્કેટમાં વેચાઈ રહ્યું છે,જે રીતે અસલી હીરાની જગ્યાએ હવે પ્રયોગ શાળામાં બનતા લેબગ્રોન હીરા માર્કેટમાં આવી ગયા છે તેજ રીતે લેબગ્રોન સોનુ પણ વેચાઈ રહ્યું છે પણ આ સોનુ ખરીદતા પહેલા ચેતી જજો કેમકે તે સંપૂર્ણપણે નકલી હોય શકે છે.એક ચોંકાવનારી માહિતી મુજબ સુરત સહિત ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારના લેબગ્રોન સોનાના દગીનાનું ધૂમ વેચાણ શરૂ થયું છે જે ખરેખર નકલી ધાતુ સિવાય કંઈ નથી જેથી લોકોએ આવી છેતરપીંડીથી બચવું જોઈએ.

ટેક્નોલૉજી દ્વારા લેબમાં તૈયાર થતું અથવા કૃત્રિમ સોનું તકનીકી રીતે અદ્યતન વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા શક્ય છે, પરંતુ તે હજુસુધી બજારમાં ઉપલબ્ધ નથી.સોનુ લેબમાં તૈયાર કરવાના પ્રયોગો ચાલુ છે જે શક્ય પણ છે પણ ખૂબજ ખર્ચાળ પદ્ધતિ છે,સોનું એક તત્વ છે (અણુ ક્રમાંક 79), અને તેને બનાવવા માટે પરમાણુ પ્રક્રિયાઓની જરૂર પડે છે જે અત્યંત ઊર્જા-સઘન અને ખર્ચાળ હોય છે જે કુદરતી સોનાના ખાણકામ કરતા પણ વધુ ખર્ચાળ હોય છે મતલબ કે નકલી સોનુ બનાવવા અસલી સોનાની ખાણકામ કરતા વધુ ખર્ચ કરવો પડે છે તેથી કઈક એવો રસ્તો નીકળે કે તેનો ખર્ચ ઓછો આવે અને લેબમાં સોનુ તૈયાર થઈ શકે મતલબ કે તે અન્ડર પ્રોસેસ છે અને કોઈ એવો દાવો કરતું હોય કે લેબગ્રોન સોનાના દાગીના છે તો તે ખોટું પણ હોય શકે છે.

1980 ના દાયકામાં લોરેન્સ બર્કલે લેબોરેટરીમાં ગ્લેન સીબોર્ગ જેવા વૈજ્ઞાનિકો દ્વારા અને તાજેતરમાં CERN ખાતે (પિકોગ્રામ જેવી નાની માત્રામાં ઉત્પાદન) પ્રયોગોમાં દર્શાવ્યા મુજબ, કણ પ્રવેગક અથવા પરમાણુ પ્રતિક્રિયાઓ (દા.ત., પારો અથવા બિસ્મથ પર ન્યુટ્રોન/કણોનો બોમ્બમારો) નો ઉપયોગ કરીને પ્રયોગશાળાઓમાં થોડી માત્રામાં સોનું બનાવવામાં આવ્યું હતું.

મેરેથોન ફ્યુઝન નામની એક યુએસ સ્ટાર્ટઅપે (2025 માં) પારાને ટ્રાન્સમ્યુટ કરીને પરમાણુ ફ્યુઝન રિએક્ટરના ઉપ-ઉત્પાદન તરીકે સોનાનું ઉત્પાદન કરવાની સૈદ્ધાંતિક પદ્ધતિનો પ્રસ્તાવ મૂક્યો છે, પરંતુ આ પ્રાયોગિક, સ્કેલ પર અપ્રમાણિત અને ભવિષ્યના ફ્યુઝન ઊર્જા ટેકનોલોજી સાથે જોડાયેલું છે (હજુ સુધી કોઈ વાણિજ્યિક રિએક્ટર અસ્તિત્વમાં નથી).

■હાલમાં કોઈ પણ કંપની પ્રયોગશાળામાં સોનાનું ઉત્પાદન કે વેચાણ કરતી નથી તો માર્કેટમાં કઈ રીતે આવે

પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવેલા સોનાની સફળતાના દાવાઓ ખોટા છે જ્યારે લેબગ્રોન ડાયમંડની વાત સાચી છે પ્રયોગશાળામાં ઉગાડવામાં આવતા હીરા ઘણી કંપનીઓ દ્વારા વ્યાપકપણે ઉત્પન્ન કરવામાં આવે છે અને માર્કેટમાં વેચાણ થઈ રહ્યું છે,કારણ કે હીરા એક કાર્બન માળખું છે જે ઉચ્ચ દબાણ/તાપમાન અથવા રાસાયણિક વરાળ નિક્ષેપ હેઠળ પોસાય તેવી રીતે નકલ કરી શકાય છે પણ લેબગ્રોન સોનું કોઈ તૈયાર કરતું નહિ હોવાથી આવા લેબમાં તૈયાર થતા સોનાના દાગીના હજુસુધી માર્કેટમાં આવ્યા નથી, સંશોધન ચાલુ છે જે ભવિષ્યમાં સફળતા ઉપર આધાર રાખે છે.

■10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 1 લાખ 42 હજાર છે.

2023 સુધીમાં કુલ 212,582 ટન સોનુ ખોદકામ કરવામાં આવ્યું હતું. આગામી 20 વર્ષમાં બીજા 31,458 ટન ખોદકામ કરવામાં આવશે.સોના ભાવો આસમાને પહોંચતા હવે મધ્યમ વર્ગ માટે ખરીદવું સરળ રહ્યું નથી.સોનું હજારો વર્ષોથી સંપત્તિ, શક્તિ અને વૈભવનું પ્રતીક રહ્યું છે તેનું મૂલ્ય તેની ચમક અને તેના આકર્ષણથી પણ વધુ અંકાય છે; ઇન્વેસ્ટમેન્ટ, જ્વેલરી, ફેશન, ઇલેક્ટ્રોનિક્સ, ઉદ્યોગો માટે સોનું વપરાય છે હવે સોનુ મોંઘુ થઈ જતા કેટલાક તત્વો લેબગ્રોન સોનું હવે બજારમાં આવી ગયાનું જણાવી ટેક્નોલૉજી પછી બનેલા ગોલ્ડ સિન્થેસિસનું ગુજરાતમાં ટનબંધ વેચાણ કરવામા આવી રહ્યું છે.

વૈજ્ઞાનિકો લેબમાં સોનું બનાવવા માટે કામ કરી રહ્યા છે પણ હજુ તેનું વ્યાપક પરિણામ મળ્યું નથી.હા,લેબમાં હીરા બનાવવામાં સફળતા મળી છે આ હીરાના દાગીના પણ બનાવવામાં આવી રહ્યા છે. લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા (LGD) ની માંગ પણ વધી રહી છે પણ સોનું એક રાસાયણિક તત્વ છે. દરેક અણુ ન્યુક્લિયસમાં 79 પ્રોટોન હોય છે. પારો અને પ્લેટિનમમાંથી સોનું બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. બુધમાં 80 પ્રોટોન હોય છે, અને પ્લેટિનમમાં 78 હોય છે. 80 માંથી એક પ્રોટોન દૂર કરીને સોનું બનાવી શકાય છે. 78 માં એક પ્રોટોન ઉમેરીને પણ સોનું બનાવી શકાય છે. અણુ બંધારણમાં ફેરફાર કરીને સોનું બનાવી શકાય છે.

સોનાની નવી પદ્ધતિઓ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે પણ તેની સફળતા સંપૂર્ણપણે નિશ્ચિત નથી.સુરત સહિતગુજરાતના ઘણા ગ્રામ્ય વિસ્તારમાં લેબગ્રોન સોનું વેચવાની છેતરપીંડી ચાલી રહી છે.વાર્ષિક 30 લાખ હીરા પ્રયોગશાળાઓમાં ઉત્પન્ન થાય છે. ભારત વૈશ્વિક ઉત્પાદનમાં 15% હિસ્સો ધરાવે છે. યુએસ ભારતીય LGD નો સૌથી મોટો આયાતકાર છે.

કુદરતી હીરા કરતા પ્રયોગશાળાના હીરા લગભગ 50-60% સસ્તા હોય છે.1 કેરેટ કુદરતી હીરાની કિંમતે 2.15 કેરેટ LGD ઉપલબ્ધ છે. ભારતમાં LGD નું ટર્નઓવર રૂ. 16 હજાર કરોડ છે. 2025 સુધીમાં રૂ. 31,000 કરોડનું ટર્નઓવર થઈ જશે.ભારતમાં 15-20% વૃદ્ધિ દર છે. IBJA ના સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવતા સોનાનું ભવિષ્ય નથી તે પ્રકારના સોનામાં રોકાણ કરવાની શક્યતા ઓછી છે. લોકો શુદ્ધ સોનું ખરીદવાનું પસંદ કરે છે. મર્યાદિત બજેટ ધરાવતા લોકો 18-14 કેરેટ સોનું ખરીદી શકે છે.

લેબગ્રોન ડાયમંડની શોધ લેબગ્રોનના આવવાથી નેચરલ ડાયમંડની ટેક્નોલૉજીથી અને તેની ઉત્પાદન પ્રક્રિયાથી માહિતગાર છે.હોટ ટૉપિક ચર્ચામાં છે અને એ છે લેબગ્રોન ગોલ્ડ પ્રયોગશાળામાં વૈજ્ઞાનિક રીતે કેવી રીતે સુવર્ણ બનાવી શકાય? લેબગ્રોન ડાયમંડની જેમ જ પ્રયોગશાળામાં ગોલ્ડ બનાવી શકાય છે એવો ખોટો દાવો ખોટો છે. બેઝ મેટલને સોનામાં ફેરવવા માટે રાસાયણિક પ્રક્રિયા કરે છે. જેમાં સોનું હોતું નથી. સોના સિવાયની ધાતું હોય છે.

પરમાણુ રિએક્ટર અથવા પાર્ટિકલ એક્સિલરેટરનો ઉપયોગ કરીને અમુક તત્વો જેમ કે પારો, પ્લૅટિનમ અથવા બિસ્મથ, ઉચ્ચ-ઊર્જાવાળા કણો સાથે મિશ્રિત કરવામાં આવે છે.રાસાયણિક પ્રતિક્રિયાઓકેમીકલ રેડ્યૂસ એજન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.બેક્ટેરિયલ રૂપાંતરણ જેવી ભ્રામક વાતો કરવામાં આવી રહી છે.

લેબમાં ઉત્પાદિત સોનું ખાણકામ કરેલા સોનાની ગુણવત્તા સાથે મેળ ખાય છે અથવા તેનાથી ઓછી ગુણવત્તા ધરાવે છે તેની ખાતરી કરવામાં આવી ત્યારે તે સોનું ન હોવાનું ખુલ્યું છે.લેબગ્રોન સોનામાં ઘણા આકર્ષક છે.લેબગ્રોન સોનું, રાસાયણિક રીતે સમાન હોવા છતાં, ખાસ કરીને સુંદર દાગીના અથવા રોકાણ જેવા વૈભવી બજારોમાં સમાન ભાવનાત્મક જોડાણ અથવા પ્રતિષ્ઠા જગાડતું નથી.લેબગ્રોન સોનું ઉત્પાદન કરવા માટે ખાણકામ કરેલા સોના કરતાં વધુ ખર્ચાળ છે એવું કહેવામાં આવે છે.જ્વેલરી, દાગીના, ઇલેક્ટ્રોનિક્સના સર્કિટ બોર્ડ, તબીબી ઍપ્લિકેશન, દવા, સેમિકન્ડક્ટર બનાવવા વપરાતું હોવાની વાતો ફેલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી
  • March 18, 2026

BJP: રાજ્ય સરકાર પાસે છેલ્લા ઘણાજ સમયથી પડતર માંગણીઓ મુદ્દે લડત આપી રહેલી આંગણવાડી બહેનો, આશા વર્કરો અને હેલ્પર બહેનોએ સરકાર સામે લડી લેવા હવે કામકાજથી અળગા રહી આંદોલન શરૂ…

Continue reading
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!
  • March 18, 2026

PM Modi: PM નરેન્દ્ર મોદી અગાઉ જે રીતે ગુજરાતમાં ચૂંટણી જીતવા જે રીતે ભાષણો કરી રહયા હતા તેવાજ ભાષણો હાલમાં બંગાળમાં કરી રહયા છે અને ત્યાંની વર્ષોથી જામી પડેલી સરકારની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”