
Gondal:ગોંડલના વકીલ દિનેશ પાતરને બન્ની ગજેરા અને પિયુષ રાદડીયાની મદદગારી મામલે ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે હવે દિનેશ પાતરની મદદ માટે અનુસુચિત જાતિ સમાજ મેદાને આવ્યો છે. આ મામલે રાજકોટ રેન્જ આઈ જી, કલેક્ટર અને પોલીસ અધિકક્ષને અનુસુચિત સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં દિનેશ પાતરની કારર્કીર્દી પુરી કરવાના બદઈરાદે તેમને ખોટા કેસમાં ફસાવવાનો આરોપ લગાવ્યો છે અને આ સાથે ખોટો ગુનો દાખલ કરનારા જેતપુર પોલીસ સ્ટેશનના પી.આઈ પરમાર અને લોકલ ક્રાઈમ બ્રાન્સના પી.આઈ ઓડેદરા વિરુદ્દ એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરવા માટે રજૂઆત કરવામા આવી છે આ સાથે દિનેશ પાતર સામે થયેલ ખોટી ફરિયાદને રદ કરવા જણાવ્યું છે.
દિનેશ પાતરને પોલીસે ટોર્ચર કર્યાના આક્ષેપ
આ આવેદન પત્રમાં પોલીસે કેવી રીતે દિનેશ પાતર પર ખોટી ફરિયાદ દાખલ કરવામા આવી છે તેના વિશે જણાવ્યું છે. તેમજ રાજકોટ રુરલ પોલીસે અમુક ચોકકસ રાજકીય લોકોના ઈશારે પોલીસ દિનેશ પાતરને ટોર્ચર કરતી હોવાના આક્ષેપ પણ કરવામા આવ્યા છે. તેમજ પોલીસ સ્ટેશનમાં દિનેશ પાતરને માર મારવામા આવ્યો હોવાના આક્ષેપ પણ કરવામા આવ્યા છે.
બંન્ને પી.આઈ સામે ગુનો દાખલ કરવાની માંગ
આમ દિનેશ પાતરને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી તેમની સામે ખોટી કાર્યવાહી કરનાર બંન્ને પી.આઈ સામે ગુનો દાખલ કરવા અને તમામ ફરિયાદોમાંથી દિનેશ પાતરનું નામ કમી કરવા માટેની અનુસુચિત સમાજે માંગણી કરી છે.
અનુસુચિત સમાજે ઉચ્ચારી ચીમકી
તેમજ જો તેમની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી તારીખ18-06-2025 ના રોજ સમગ્ર ગુજરાતના અનુંજાતિના એક લાખ જેટલા યુવાનો, વડીલો, આગેવાનો, તથા માતાઓ-બહેનો બાઈક રેલી સ્વરૂપે ગોંડલ ખાતે આવી બાઈક રેલી સાથે જાહેર સભા કરવામાં આવશે તેમજ સમસ્ત અનુ.જાતિ સમાજ ગુજરાત દ્વારા આનાથી પણ જલદ કાર્યક્રમો આ દિવસે જાહેર કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચોઃ
હિંમતનગર પાલિકાએ લગાવેલા ટ્રાફિક સિંગ્નલો 5 વર્ષથી બંધ, ચાલુ કરવા માંગ | Traffic signal
Gujarat માં આજે 21 જિલ્લામાં ખાબકશે વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી
Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં
Ahmedabad: ચંડોળામાં બીજા તબ્બકાનું દબાણો હટાવવાનું કામ યથાવત, 8 હજારથી વધુ ઘરો તોડી પડાયા
Lion Census: ગુજરાતના સાવજોની સંખ્યા જાહેર, 891 વસ્તી
Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં
Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્રમો
Jamnagar: 20 યુવકોએ હાઈવે પર લગાવી બાઈક રેસ, યુવક ટ્રક સાથે અથડાયો, પળવારમાં મોત
Dahod Mgnrega Scam: ભાજપ નેતાઓ બચુ ખાબડના બેટાઓના કૌભાંડ પર ચૂપ કેમ?
Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્ર