
GST News: સ્વતંત્રતા દિવસના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધતા GST માં મોટા પાયે સુધારાની જાહેરાત કરી. મોદીએ કહ્યું હતુ કે, “આગામી દિવાળીએ દેશવાસીઓને GST સુધારાની ભેટ મળશે, જે કરનો બોજ ઘટાડશે અને સામાન્ય માણસથી લઈને નાના-મોટા ઉદ્યોગોને ફાયદો થશે.” પરંતુ, લાગે છે કે આ જાહેરાતની રેસમાં મોદીના ‘વફાદાર’ ગોદી મીડિયાએ તેમને જ પાછળ છોડી દીધા, મોદી દિવાળી સુધી જાહેરાત કરવાના હતા પરંતુ ગોદી મીડિયાએ ‘સૂત્રોના હવાલે’ એટલી ઝડપથી સમાચાર ફેલાવ્યા કે મોદીજી પોતે જ ચોંકી ગયા હશે!
GST મામલે ગોદી મીડિયાના સુત્રો મોદી કરતા મોખરે!
હિન્દુસ્તાન ન્યૂઝ, દૈનિક ભાસ્કર, એબીપી ન્યૂઝ, આજ તક, સીએનબીસી બજાર, નવભારત ટાઈમ્સ જેવા મીડિયા હાઉસે મોદીની જાહેરાતના થોડા જ કલાકોમાં ‘સૂત્રો’ના આધારે GST સુધારાની વિગતો ઉડાડવાનું શરૂ કરી દીધું. કેટલાકે તો એવું પણ જાહેર કરી દીધું કે રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ પર કર ઘટશે, જેમ કે ખાદ્ય તેલ, દૂધ, દવાઓ અને સ્વચ્છતા સંબંધિત ઉત્પાદનો. એટલું જ નહીં, MSME માટે રાહત, ડિજિટલ કમ્પ્લાયન્સ પોર્ટલ અને ટેક્સ સ્લેબનું સરળીકરણ જેવી વાતો પણ મીડિયાએ ‘સૂત્રો’ના હવાલે બજારમાં ફેલાવી દીધી.આ બધું જોઈને એવું લાગે છે કે મોદીએ દિવાળીની ભેટની જાહેરાત કરી એટલે ગોદી મીડિયાએ વિચાર્યું,ભાઈ, દિવાળીની રાહ શા માટે જોવી? ચાલો, અત્યારે જ ફટાકડા ફોડી દઈએ! અને બસ, સમાચારના ફટાકડા ફૂટવા લાગ્યા.
મોદીના પ્રથમ રહેવાના શોખ પર ગોદી મીડિયાએ જ પાણી ફેરવી દીધું
નરેન્દ્ર મોદીને વિશ્વમાં પ્રથમ રહેવાનો શોખ હોવાની વાત તો દેશ જાણે છે. પરંતુ આ વખતે ગોદી મીડિયાએ મોદીના આ પહેલા રહેવાના શોખ પર પાણી ફેરવી દીધું. મોદીએ દિવાળી સુધી રાહ જોવાનું કહ્યું, પરંતુ મીડિયાએ ‘સૂત્રો’ના નામે એવી દોડ લગાવી કે લાગે છે જાણે GST કાઉન્સિલની બેઠકમાં પત્રકારો જ બેસી ગયા હોય! ત્યારે સવાલ તે થાય કે, શું આ સૂત્રો મોદીજીના સલાહકારો કરતા વધુ સ્માર્ટ છે?” આવી પોસ્ટ્સ જોતા એવું લાગે છે કે ગોદી મીડિયા માત્ર સમાચાર આપવા માટે જ નહીં, પણ મોદીની જાહેરાતની ચમકને પોતાના નામે કરવા માટે પણ ઉત્સુક છે.
શું મોદી આને માફ કરશે?
મોદીનું ભાષણ ખતમ થયું નથી અને ગોદી મીડિયાએ તો GSTની બ્લૂપ્રિન્ટ જ રજૂ કરી દીધી! હવે સવાલ એ છે કે, જે મીડિયા મોદીની દરેક વાતને ‘માસ્ટરસ્ટ્રોક’ ગણાવે છે, તે જ મીડિયાએ મોદીની દિવાળીની સરપ્રાઈઝનો ગુબ્બારો ફોડી નાખ્યો તો શું મોદી આને માફ કરશે? કદાચ મોદીજી હસીને કહે, “ચલો, ગોદી મીડિયા તો અમારું જ છે, થોડું આગળ નીકળી ગયું તો શું થયું?” પરંતુ દેશની જનતા હવે આ રેસ જોઈને હસી રહી છે.
એક વાત તો સ્પષ્ટ છે કે ગોદી મીડિયાની આ પહેલા રહેવાની રેસમાં મોદીની જાહેરાતનો રંગ થોડો ઝાંખો પડી ગયો. હવે જોવાનું એ રહેશે કે દિવાળીએ મોદી કેવી ‘ડબલ દિવાળી’ લઈને આવે છે, અને શું ગોદી મીડિયા તેની પણ ‘પહેલી ઝલક’ અગાઉથી જ બતાવી દેશે?
શું ખરેખરમાં દિવાળીની ‘ભેટ’ ખરેખર ગોદી મીડિયાના ‘સૂત્રો’ ના જણાવ્યા મુજબની હશે?
ગોદી મીડિયાની આ ઝડપે એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે જ્યારે સમાચારોની રેસની વાત આવે છે, ત્યારે તે મોદીને પણ નથી છોડતું! મોદીએ GST સુધારાની જાહેરાત કરી, પરંતુ ગોદી મીડિયાએ ‘સૂત્રો’ના નામે તેનું પૂરું બ્લૂપ્રિન્ટ જ રજૂ કરી દીધું. હવે જોવું રહેશ કે શું દિવાળીની ‘ભેટ’ ખરેખર ગોદી મીડિયાના ‘સૂત્રો’ ના જણાવ્યા મુજબની હશે કે ગોદી મીડિયાએ પોતાની રીતે આ વિગતો જાહેર કરીને વોટ ચોરી મામલે રાહુલ ગાંધી સહિતના વિપક્ષ દ્નારા કરવામાં આવી રહેલા વિરોધ તરફથી લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો
UP: ભદ્રોહી જિલ્લામાં દર્દનાક ઘટના, ઝડપના દાનવે લીધો માસૂમનો જીવ, માતા ગંભીર
Delhi: દ્વારકા DPS સહિત 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ