India-Pakistan Conflict: શું ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ થશે? અમેરિકાન વિદેશ મંત્રીએ બોલ્યા, દિવસ-રાત નજર રાખવી પડશે

  • World
  • August 18, 2025
  • 0 Comments

India-Pakistan Conflict: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ ખૂબ મજબૂત નથી અને તે તૂટવાનો ભય છે. રુબિયોનો દાવો છે કે વોશિંગ્ટન ભારત-પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર રોજે રોજ નજર રાખી રહ્યું છે. રુબિયો કહે છે કે ભારત-પાકિસ્તાન વિશ્વના તે સંવેદનશીલ ક્ષેત્રોમાંનો એક છે જ્યાં તણાવ રહે છે. આવી સ્થિતિમાં અમેરિકા બંને દેશો વચ્ચેના સંબંધો પર નજર રાખી રહ્યું છે જેથી શાંતિ જાળવી શકાય.

NBC ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં રુબિયોએ મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા લશ્કરી સંઘર્ષ અને ચાલુ તણાવ વિશે વાત કરી. તેમણે ચેતવણી આપી હતી કે યુદ્ધવિરામ કરારો નાજુક છે અને ગમે ત્યારે તૂટી શકે છે. કોઈપણ યુદ્ધવિરામ જાળવી રાખવો એક પડકાર છે, અને ભારત-પાકિસ્તાનના કિસ્સામાં પણ તે એક મોટો પડકાર છે.

‘અમે તેના પર નજર રાખી રહ્યા છીએ’

રુબિયોએ કહ્યું, ‘અમે દરરોજ પાકિસ્તાન-ભારત અને કંબોડિયા-થાઇલેન્ડ વચ્ચે શું થઈ રહ્યું છે તેના પર નજર રાખીએ છીએ. અમે આ એટલા માટે કરીએ છીએ જેથી યુદ્ધવિરામ કરાર જાળવી શકાય.’ તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાવવા અને પરમાણુ તણાવ અટકાવવાના યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને પણ પુનરાવર્તિત કર્યો.

યુદ્ધવિરામમાં ટ્રમ્પની ભૂમિકાની પ્રશંસા કરતા માર્કો રુબિયોએ કહ્યું, ‘મને લાગે છે કે આપણે ખૂબ નસીબદાર છીએ. આપણે એવા રાષ્ટ્રપતિના આભારી હોવા જોઈએ જેમણે વિશ્વમાં શાંતિ લાવવાને તેમના વહીવટની પ્રાથમિકતા બનાવી છે. આપણે કંબોડિયા અને થાઇલેન્ડમાં આ જોયું છે. અગાઉ આપણે ભારત-પાકિસ્તાનમાં જોયું હતું કે તેમણે કેવી રીતે તણાવ ઓછો કર્યો.’

ભારત-પાકિસ્તાન સંઘર્ષ અને અમેરિકા

ભારત અને પાકિસ્તાન વચ્ચે 7 થી 10 મે દરમિયાન ભીષણ લશ્કરી સંઘર્ષ જોવા મળ્યો. પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ પછી બંને દેશો વચ્ચે સંઘર્ષ શરૂ થયો. ચાર દિવસના સંઘર્ષ પછી બંને દેશો 10 મેના રોજ યુદ્ધવિરામ માટે સંમત થયા. આનો જશ સતત ટ્રમ્પ લઈ રહ્યા છે.

બીજી બાજુ રુબિયોનું નિવેદન ટ્રમ્પના દાવાઓને મજબૂત બનાવવાનો પ્રયાસ હોય તેવું લાગે છે. જોકે, ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે આ સંઘર્ષવિરામ પાકિસ્તાનની માંગ પર થયો છે. ટ્રમ્પની આમાં કોઈ ભૂમિકા નથી. ત્યારે ભારત-પાકિસ્તાન સંઘર્ષવિરામને લઈ અનેક અટકળો છે.

આ પણ વાંચો:

Delhi: દ્વારકા DPS સહિત 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ

દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ સહિત અનેક શાળાઓને ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Viral video: ટ્રેનમાં પૈસા માંગતી કિન્નરને જોઈ લોકો પીગળી ગયા, કહ્યું: ભગવાને કરી મોટી ભૂલ

Election Commission: રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આરોપોના ચૂંટણી પંચે કેવા જવાબ આપ્યા?

Delhi: ‘નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી લોકોને મોદીની રેલીમાં લઈ જવાયા’, વીડિયો વાયરલ

Bihar: જીવિત માણસને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો, જાણો પછી શું થયું?

 

Related Posts

Houthis Saudi Blockade: હોર્મુઝ બાદ હવે બાબ-અલ-મંદેબ પર ખતરો! હૂથીઓની ધમકીથી વૈશ્વિક વેપાર પર મોટું જોખમ
  • July 22, 2026

Houthis Saudi Blockade: મધ્ય પૂર્વમાં પહેલેથી જ વધી રહેલા તણાવ વચ્ચે હવે વધુ એક ગંભીર ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. યમનમાં સક્રિય હૂથી બળવાખોર સંગઠને સાઉદી અરેબિયા સામે નૌકાબંધી…

Continue reading
Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા
  • July 22, 2026

Trump Generic Medicine Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની “અમેરિકા ફર્સ્ટ” વેપાર નીતિ હેઠળ એવો નિર્ણય જાહેર કર્યો છે, જેનો સૌથી મોટો ફટકો ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને લાગી શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 2 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 5 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 5 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 10 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 17 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 6 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ