
Ahmedabad News: ગુજરાતમાં સતત જાહેરમાં હુમલાઓની ઘટનાઓ વધી રહી છે. ગઈકાલે રવિવારે જુહાપુરા વિસ્તારમાં અસમાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. આ ઘટનામાં એક યુવક અને તેના મિત્ર પર છરી વડે હુમલો કરવામાં આવ્યો, જેના પરિણામે બંનેને ગંભીર ઈજાઓ થઈ. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ભય અને આઘાત ફેલાવ્યો છે, અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. સુરક્ષા માટે ગુજરાતમાં અઢળક પોલીસવાનનું ઉદ્ઘાટન થાય છે. જો કે તેમ છતાં લોકોની સુરક્ષા કરવામાં ગુજરાત પોલીસ નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં વારંવાર જાહેર સ્થળો પર હુમલા થઈ રહ્યા છે.
કેવી રીતે બની ઘટના?
Ahmedabad: સુરક્ષાની વાતો વચ્ચે જુહાપુરામાં છરીથી હુમલો, 2 લોકો ઈજાગ્રસ્ત pic.twitter.com/Y1B8WtPxEh
— The Gujarat Report (@TGujarat_Report) September 1, 2025
જુહાપુરા વિસ્તારના તવક્કલ પાર્કમાં રહેતા અમાન શેખ, જે મીઠાખળીમાં ગેરેજમાં કાર વોશિંગનું કામ કરે છે, તે 31 ઓગષ્ટની મોડી સાંજે પોતાના બે મિત્રો સાથે જુહાપુરા તરફ જઈ રહ્યો હતો. સોનલ ચાર રસ્તા ખાતે અચાનક ત્રણ ઈસમો ટુ-વ્હીલર પર આવ્યા અને અમાનને કહ્યું કે તેની ગાડી સીઝ કરવાની છે. અમાને આ ઈસમોને ઓળખવાનો ઇનકાર કર્યો, જેના કારણે બોલાચાલી શરૂ થઈ. આ બોલાચાલી ટૂંક સમયમાં હિંસક બની ગઈ, અને આ શખસોએ અમાન સાથે મારામારી શરૂ કરી. એક આરોપીએ છરી કાઢી અને અમાન પર હુમલો કરવાનું શરૂ કર્યું. અમાનને બચાવવા માટે તેનો મિત્ર વચ્ચે પડ્યો, પરંતુ આરોપીઓએ તેના પર પણ છરી વડે હુમલો કર્યો. આ હુમલામાં અમાન અને તેના મિત્ર બંનેને ગંભીર ઈજાઓ થઈ. સ્થાનિક લોકો ઘટનાસ્થળે ભેગા થઈ જતાં હુમલાખોરો ભાગી છૂટ્યા.
સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા
ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક અમાન અને તેના મિત્રને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યા. સાથે જ, તેમણે વેજલપુર પોલીસને આ ઘટનાની જાણ કરી. જોકે, પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. વેજલપુર પોલીસે આ મામલે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વેજલપુર પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે. વીડિયો ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી, આરોપીઓને પકડવા માટે ખાસ ટીમ રચી છે. જો કે આ આવી ઘટનાઓ વારંવાર બનતાં સુરક્ષા પર સવાલો પેદા થયા છે. અમદાવાદમાં આ એક ઘટના નથી ઘણી જગ્યાએ હત્યા પણ થઈ ગઈ છે. તેમ છતાં આવા હુમલાઓઓની ઘટના રોકાતી નથી. નેતાઓ અને પોલીસ તંત્રની નરમ નજર હેઠલ આ બધુ થતું રહે છે. કારણ કે આવી ઘટના બને ત્યારે કોઈ પગલા લેવાતાં નથી. જેના બીજી ઘટનાઓ બનતી જઈ રહી છે.
આ પણ વાંચો:
Ahmedabad: પાંચ શખ્સોએ કારખાનેદારને મારમારી અને જાતિગત અપમાન કર્યું, ફરિયાદીના પોલીસ પર આક્ષેપ
Modi China Visit: ‘મોદીનું ગરમ સિંદૂર પાણી થઈ ગયું’, જિનપિંગને ના પૂછ્યું પાકિસ્તાનને કેમ મદદ કરી?
PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?
Gujarat Politics: ભરૂચની દૂધધારા ડેરી ચૂંટણી પહેલાં BJPમાં મોટા ડખા, મનુસખ વસાવાનો મોદીને પત્
Bharuch: ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી, કૌભાંડમાં દરેકને ટકાવારી મળી : મનસુખ વસાવા
Vadodara: શરીર સંબંધ બાંધે નહીં તો તારો નગ્ન વીડિયો ગ્રુપમાં મૂકી દઈશ: યુવતીને એક શખ્સે આપી ધમકી