
16 ફેબ્રુઆરીએ યોજાલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે. રાજકીય પક્ષોમાં રસાકસી જોવા મળી રહી છે. ત્યારે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ પણ ગુજરાતમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે. કુતિયાણા અને રાણાવાવ નગરપલિકા ઉપર સમાજવાદી પાર્ટીએ કબજો જમાવ્યો છે. રાણાવાવ નગરપાલિકામાં કાંધલ જાડેજાની બોડી બનશે.
કુતિયાણા પાલિકામાં 14 બેઠકો સમાજવાદી પાર્ટીએ જીતી
કુતિયાણા નગરપાલિકામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અહીં સમાજવાદી પાર્ટીના ઉમેદવારોનો દબદબો જોવા મળ્યો છે. કુતિયાણામાં વોર્ડ નં. 5માં સમાજવાદી પાર્ટીની જીત થઈ છે. અહીં ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાની આખી પેનલ જીતી છે. હાલ મળતી અપડેટ મુજબ કુતિયાણા નગરપાલિકામાં 14 બેઠકો સમાજવાદી પાર્ટીએ જીતી છે. જ્યારે ભાજપે 10 બેઠકો ઉપર કબજો જમાવ્યો છે.
આ પણ વાંચોઃ Pregnancy Test: ગુજરાતના આ તાલુકામાંથી ગર્ભપરીક્ષણ કરતી હોસ્પિટલ ઝડપાઈ!, જાગૃત નાગરિકે કર્યો પર્દાફાશ
આ પણ વાંચોઃ Murder: કર્ણાટકમાં ઘરના મોભીએ પરિવારના 3 લોકોને ઝેર આપી મારી નાખ્યા, પોતે પણ કર્યો આપઘાત
આ પણ વાંચોઃ Statement: ભારતે ચીનને દુશ્મન માનવું બંધ કરવું જોઈએ: સામ પિત્રોડાના નિવેદનથી વિવાદ