‘બસ ચોરી કરવાનું બંધ કરો વડાપ્રધાન’, એક સભામાં 1 હજાર બસ રોકતાં લોકોને મુશ્કેલી | Modi | Gujarat

  • Gujarat
  • September 18, 2025
  • 0 Comments

 -દિલીપ પટેલ

Gujarat: વડાપ્રધાન ભાવનગર જવાહર ચોકમાં સભા કરવા આવી રહ્યા છે. રૂ. 1 લાખ 34 હજાર કરોડ રૂપિયાની યોજનાઓ જાહેર કરવાના છે. મોદીની સભામાં લોકો આવતા નથી. તેથી તેમને લાવવા માટે જાહેર બસનો ઉપયોગ કરવામાં આવે છે. એક સભામાં સરેરાશ 50થી 70 હજાર લોકોને બસ દ્વારા મફત મુસાફર તરીકે લાવવામાં આવે છે.

એક વર્ષમાં વડાપ્રધાન અને મુખ્ય પ્રધાનના જાહેર કાર્યક્રમમાં 34 હજાર 614 બસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર કુલ 56 કરોડ 1 લાખ 22 હજાર 120 રૂપિયા આપ્યા હતા. 53 કરોડ 81 લાખ 21 હજાર 895 રૂપિયા આપવાના બાકી હતા. આ વિગતો ગુજરાત વિધાનસભામાં 17 માર્ચ 2023ના રોજ ધારાસભ્યને આપવામાં આવી હતી.

રૂ. 50 કરોડની 150 બસ ખરીદવા ખર્ચ કરવામાં આવે છે. ગુજરાત એસટી પાસે 350 સ્લીપર કોચ, 1300 સેમી લક્ઝરી અને 6200 સુપર ડિલક્સ સુપર અને 1303 મીની બસ સહીત 8500 બસ છે. દર વર્ષે 1000 બસ કંડમ થાય અને 1000 બસ નવી મૂકવામાં આવે છે.

જેમાં દર 15 દિવસે ભાજપ સરકાર પોતાની સભા કરવા માટે સરેરાશ 1 હજાર બસનો ઉપયોગ કરે છે. સરકાર પોતાની સભા માટે એક બસના ભાડા પાછળ રૂ. 32 હજારનું ખર્ચ કરે છે. જે નાગરિકોના વેરામાંથી કરવામાં આવે છે.

ગુજરાતમાં છેલ્લા 13 વર્ષથી મોદી મુખ્ય પ્રધાન હતા, ત્યારે તેઓ પોતાની સભા માટે વર્ષે 25 હજાર બસનો ઉપયોગ કરતા હતા. વડાપ્રધાન બન્યા પછી તેઓ 11 વર્ષથી વર્ષે ગુજરાતની 25 હજાર બસનો ઉપયોગ કરે છે. આમ છેલ્લા 25 વર્ષથી નરેન્દ્ર મોદીએ 6 લાખ 25 હજાર એસ ટીની બસ પોતાના અંગત હેતુ માટે વાપરી હતી. ઉપરાંત મહાનગરપાલિકાઓની અને ખાનગી બસોનો પણ એટલો જ ઉપયોગ થતો હોવાનું અનુમાન મૂકી શકાય તેમ છે. આમ મોદીએ 25 વર્ષમાં 12 લાખ બસના ફેરા કરીને પોતાની સભામાં ભીડ ભેગી કરીને પોતાની લોકપ્રિયતા બતાવવા કૃત્રિમ પ્રયાસો કર્યા છે.

જે વાત લોકો સુધી પહોંચાડવા માંગે છે તે સાવ સસ્તા સોશિયલ મિડિયા અને મિડિયા દ્વારા પહોંચાડી શકે તેમ છે. તેમ છતાં તેઓ સરેરાશ દર 15 દિવસે એક સભા ગુજરાતમાં કરતાં રહ્યાં છે.

ભીડની સંખ્યા

એક બસમાં 60 મુસાફરો લેવામાં આવે છે. એક સભામાં સરેરાશ 1200 બસ લઈ જવામાં આવે છે. એ હિસાબે 70થી 72 હજાર લોકોની ભીડ એકઠી કરવામાં આવે છે. એક વર્ષમાં 6 લાખ બસનો ઉપયોગ ભાજપ કરે છે. 3 કરોડ 60 લાખ લોકોને એટલે કે અડધા ગુજરાતના લોકોને બસ દ્વારા ભેગા કરીને કૃત્રિમ લોકપ્રિયતા બતાવવામાં આવે છે. જે રીતે વોટ ચોરી કરાય છે તે રીતે બસ ચોરી કરીને ભીડ ચોરી પણ કરવામાં આવી રહી છે.

ખર્ચ

એક એસટી બસ દીઠ રૂ. 30 હજાર ભાડુ ગણવામાં આવે તો 6 લાખ 25 હજાર બસનું ભાડું રૂ. 1800 કરોડ થયું હોવાની ગણતરી વિધાનસભાની વિગતોના આધારે મૂકી શકાય તેમ છે. આ ખર્ચ નાગરિકોના નાણાંથી કરવામાં આવ્યું છે. વર્ષે 3 કરોડ 60 લાખ લોકો સભાઓમાં લઈ જવામાં આવે છે. તેમના એક દિવસના કામના કલાકો ગણવામાં આવે તો વર્ષે 60 કરોડ માનવ કલાક મોદીને સાંભળવા પાછળ પ્રજા ગુમાવી રહી છે. એક વ્યક્તિ પાછળ સરેરાશ રૂ. 1 હજારનું ખર્ચ ભાજપ અને સરકાર કરે છે. વર્ષે રૂ. 3600 કરોડ ખર્ચ થાય છે. વળી લોકોની આવક જાય છે તેની ગણતરી આમાં કરવામાં આવે તો એટલી બીજી રૂ. 3600 કરોડની રકમ થઈ શકે છે. આમ મોદીની સભા પાછળ ગુજરાતના નાગરિકોના રૂ. 9 હજાર કરોડનું ખર્ચ થાય છે. વળી વડાપ્રધાન અને મુખ્ય પ્રધાનની સલામતી, પ્લેન, હેલિકોપ્ટર, સ્ટાફ, સલામતી, સરકારી તંત્ર, સરકારી અધિકારી, આંગણવાડી કર્મચારીઓ, સખી મંડળો, ભાજપના કાર્યકરોનું એટલું જ બીજું ખર્ચ થતું હોવાનું ગણી શકાય તેમ છે.

આમ નરેન્દ્ર મોદીની સભાઓના રાજકારણ પાછળ વર્ષે રૂ. 18 હજાર કરોડનું ખર્ચ થતું હોવાનું અનુમાન મૂકી શકાય છે. આમ વડાપ્રધાન મોદી ગુજરાતના નાગરિકોનો ખજાનો લૂંટી રહ્યાં છે. 40,000 હજાર ડ્રાઈવરો અને સ્એટાફ અસટીમાં છે.

ખરાબ અસર

રાજ્યમાં રોજીંદી 28 લાખ યાત્રીઓ 8550 બસોમાં મુસાફરી કરે છે. એક બસ દિવસના 327 મુસાફરો વહન કરે છે. એક સભા હોય ત્યારે સરેરાશ 1 હજાર બસ વપરાય તો 3 લાખ 27 હજાર મુસાફરોને મુસાફરી કરવામાં મુશ્કેલી થાય છે. તેણે મુસાફરીના વિકલ્પ શોધવા પડે છે અથવા મુસાફરી કરવાનું માંડી વાળવું પડે છે.એક બસથી લગભગ બે રૂટને અસર થાય છે. એક બસ ખેંચી લેવાય તો શહેરના બે રૂટને અશર થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં 22 ગામના મુસાફરોને વિપરીત અસર કે પ્રભાવિત થાય છે.

લગ્ન, સામાજિક, ધાર્મિક કાર્યક્રમો માટે બુક કરેલી બસ રદ કરી દેવામાં આવે છે. ચૂંટણી આવે તે પહેલાં પ્રજાના પૈસામાંથી પ્રચારનો તમાશો કરવાનો સિલસિલો વર્ષોથી ચાલતો રહ્યો છે. સરકારી કાર્યક્રમોમાં મેદની ભેગી કરીને માનવ મહેરામણ ખડકી દેવાની પરંપરાનાં સૌથી વધુ દુરુપયોગ એસટી બસનો થઈ રહ્યો છે.

અસંખ્ય રૂટો રદ કરવામાં આવે છે. બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં જતા મુસાફરોને થતી પરેશાની થાય છે. લોકો સમયસર પોતાના સ્થાનો પર પહોંચી શકતા નથી. વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાય છે. વિદ્યાર્થીઓને કલાકો સુધી બસની રાહ જોઈને બેસી રહેવું પડ્યું હતું. બસની ક્ષમતા કરતા વધુ મુસાફરો બસ સ્ટેશનમાં બેસીને બસની રાહ જોતા હતા અને તડકામાં શેકાતા હતા.ટ્રાફિક જામ થાય છે. તેથી લોકોના કરોડો માનવ કલાક ખરાબ થાય છે.

સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકો સહિત સૌને મુશ્કેલી પડે છે. ગુજરાત એસટી મુસાફર હિત રક્ષક સમિતિ એવું માને છે કે, છેલ્લા પાંચ વર્ષમાં 50 હજારથી વધુ એસ.ટી. બસ આવા કાર્યક્રમો માટે ફાળવી દેવામાં આવી હતી. જેનાથી 500 કરોડનો ધુમાડો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

નેતાઓની સભાઓમાં સરાકરી નહીં પણ ખાનગી વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. મોદીની આવી ખર્ચાળ સભાનો વિરોધ કરનારાઓને પોલીસ ટીંગાટોળી કરી લઈ જાય છે. 20 સપ્ટેમ્બર 2025 ભાવનગર ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં જનમેદની એકઠી કરવા જીએસઆરટીસીની 1200 બસ ફાળવવામાં આવી છે.

ભાવનગરના શહેરના જવાહર મેદાનમાં 20 સપ્ટેમ્બર 2025ના મોદીની સભામાં ભીડ એકઠી કરવા માટે સરકારી વિભાગોને આદેશ અપાયો છે. ભાજપના આગેવાનો ભીડ ભેગી કરવાના કામમાં લાગી ગયા છે.

નજીકના સ્થાનોએથી માણસો લાવવા અને લઈ જવા માટે કલેક્ટર કચેરી તરફથી 1300 એસ.ટી. બસોની માંગણી કરવામાં આવી હતી. ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા આઠ ડેપોમાંથી 100 બસની ફાળવણી કરાઈ છે. અમરેલી 120, જૂનાગઢ 150, રાજકોટ 100, જામનગર 70, અમદાવાદ 100, વડોદરા 100, ભરૂચ 50, નડિયાદ 150, મહેસાણા 150, હિંમતનગર 100, પાલનપુર 50 અને ગોધરા વિભાગમાંથી 60 મળી કુલ 1200 બસ ભાવનગર પહોંચશે.

25 ઓગસ્ટ 2025 – અમદાવાદ

અમદાવાદના નિકોલમાં મોદીની ચૂંટણી જેવી સભા હતી. જેમાં આણંદ,બોરસદ અને ખેડાથી 400 બસ રૂટો પર કાપ મુકીને બસો અમદાવાદ લાવવામાં આવી હતી. વડાપ્રધાન મોદીની સભામાં જવા દસક્રોઈમાં 75 અને બારેજા નગરપાલિકા માટે 10 બસો ફાળવાઇ હતી. 25 ઓગસ્ટે અમદાવાદની મુલાકાતે ખોડલધામ મેદાનમાં સભા ભરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભીડ બતાવવા માટે મહેસાણા એસ.ટી. ડિવિઝનની 250 અને કલોલ ડેપોની 40 બસ મળી કુલ 290 નિગમની સરકારી બસો લાવવામાં આવી હતી. 12 હજાર લોકોને લાવવા-લઈ જવા માટે ઉપયોગ કરાયો હતો.

25 મે 2025

કચ્છમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી મેદ ભેગી કરવા માટે 1300 એસ.ટી.બસ મૂકવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાએ 10 બસ મૂકી હતી. કચ્છ એસ.ટી.ડિવિઝનની 260, રાજકોટ ડિવિઝનની 280, પાલનપુર ડિવિઝનની 160, જામનગર ડિવિઝનની 130 અમરેલી 105 અને જુનાગઢ ડિવિઝનથી 155 બસ હતી.
વિશાળ વોટરપ્રૂફ ડોમ બનાવ્યો હતો.

26 મે 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના ત્રણ શહેરોની મુલાકાતે આવ્યા હતા. તેમના કાર્યક્રમો માટે રાજ્યના 16 એસટી વિભાગમાંથી કુલ 3600 બસો ફાળવવામાં આવી હતી. મહેસાણા એસટી વિભાગીય કચેરી દ્વારા 500 બસો ફાળવવામાં આવી હતી. લાખો મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. માત્ર સૌરાષ્ટ્રના 2500 રૂટ બે દિવસ માટે રદ કરવામાં આવ્યા હતા.

7 માર્ચ 2025 – સુરત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સુરતના 7 માર્ચનાં કાર્યક્રમમાં મેદની એકત્ર કરવા માટે રાજ્યના જુદા જદા એસટી ડિવિઝનમાંથી 1350 એસટી બસ સરકારે ભાડે કરી હતી. મફતમાં સુરતની મુસાફરી હતી.  રાજકોટ એસટી ડિવિઝની 100 એસટી બસો હતી. બે હજાર સીડ્યુલ્ડ રૂટો બંધ કરી દેવાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ સરકારી કાર્યક્રમોનાં નામે જાહેર સંમેલનો યોજીને સરકારી ખર્ચે એસટી બસમં ભાડે કરી લોકોને ભાગે કરતા રહ્યાં છે. ગામેગામ તલાટી મંત્રી, શિક્ષકો, સખીમંડળો, સહાયકો, નિગમના કર્મચારીઓ, ડેરીના સભ્યોને  એસટી બસમાં સાથે મોકલી સરકારી મશીનરીનો દુરુપયોગ કરતા રહ્યાની ફરિયાદ રહી છે. સિલસિલો છેલ્લા અઢી દાયકાથી ચાલી રહ્યો છે.

19 એપ્રિલ 2022

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે હતા. દાહોદના કાર્યક્રમમાં મેદની ભેગી કરવા માટે વડાપ્રધાનના કાર્યક્રમ માટે મફતમાં 2800 ST બસ લઈ જવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રની 700 એસટી બસોને બે દિવસ પહેલા મોકલી આપવામાં આવી હતી. દાહોદ જિલ્લાની આજુબાજુનાં વિસ્તારમાંથી લોકોને લાવવા લઈ જવા માટે 1500 જયારે પંચમહાલ જિલ્લાને 700, છોટા ઉદેપુરને 200, વડોદરા 200, 450 મહેસાણા, 400 અમદાવાદ, નડિયાદની 400 મહિસાગર જિલ્લાની 200 એસટી બસોની ફાળવણી કરવામાં આવી હતી. જૂનાગઢાની 200, રાજકોટ 200, અમરેલી 100, જામનગર 100, ભાવનગર 100, ભુજ 100 એસટી બસો દાહોદ સુધી દોડી હતી.

20 એપ્રિલ 2022

ગાંધીનગર બાદ જામનગરમાં તેમના કાર્યક્રમ માટે સમગ્ર રાજ્યમાંથી એસ.ટી.બસોની ફાળવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાંથી 20 રૂટો બંધ 25 એસ.ટી.બસ લઈ જવામાં આવી હતી.

2021

વડાપ્રધાન સિમલાથી વર્ચ્યુઅલ માધ્યમથી અને મુખ્ય પ્રધાનના સંવાદ કાર્યક્રમમાં મહાત્મા મંદિર લાવવા 60 બસ દોડાવાવામાં આવી હતી. બસોનું મિકેનિકલ સહિતના અન્ય ચેકિંગ કરીને તૈયાર રાખવાની તમામ એસ ટી ડેપોને સૂચના આપવામાં આવી હતી.

24 ફેબ્રુઆરી 2020

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકોને સ્ટેડિયમ પર ભેગા કરવા માટે બસનો ગેર ઉપયોગ થયો હતો. એસટી નિગમની 2000 બસમાં લોકોને મફત લઈ જવાયા હતા. જેમાં અમદાવાદ અને ગાંધીનગર ડિવિઝનની 800 બસો અને અન્ય ડિવિઝનમાંથી 1200 બસ મંગાવવામાં આવી હતી. એસટી નિગમ પાસે 7 હજાર બસ હતી. તેમાં 2 હજાર તો મોદી અને ટ્રમ્પની રાજકિય સભા માટે મૂકી દેવામાં આવી હતી. અમદાવાદ સિટી બસ પણ એટલી જ મૂકવામાં આવી હતી. મેટ્રો ટ્રેન શરૂ થઈ હોત તો મફત મુસાફરી કરવાની છૂટ આપી હોત.

છે.

આ પણ વાંચો:

PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….

Bharuch: “સ્વચ્છતા હી સેવા” અભિયાનનો ઢોંગ, કચરો ફેંકાવી સાફ કરવાનો પ્રયાસ, વીડિયો વાયરલ થઈ જતા…

Ahmedabad: કારમાંથી બિયરની બોટલ, વર્દી અને નંબરપ્લેટ મળી, નશમાં ધૂત પોલીસે રિક્ષાચાલકને ટક્કર મારી!

Anand: ‘હું સવારથી લઈ સાંજ સુધી નશામાં જ છું, તારી તાકાત હોઈ એ કરી લે’, નશામાં ધૂત વકીલ નીકળ્યો પછી…

‘હું અહીં જે કરી રહ્યો છું તે મારું કામ નથી, મારું કામ લોકશાહી વ્યવસ્થામાં ભાગ લેવાનું’: Rahul Gandhi Press Conference

Surat: લોકો ના, ના કહેતા રહ્યા, મહિલાએ રાષ્ટ્રધ્વજને સળગાવી દીધો, વીડિયો વાયરલ થતાં….

 

Related Posts

Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading
Gujarat Lost to Illiteracy: અભણ ગુજરાત: શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ!! ડ્રોપ આઉટમાં 341 ટકાનો વધારો!
  • December 11, 2025

(સંકલન,દિલીપ પટેલ) Gujarat Lost to Illiteracy: સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ 2.40 લાખ વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જતા નથી. ભાજપ સરકારની નિષ્ફળતા સૂચવે છે. દેશમાં સૌથી વધુ શાળા બહાર કિશોરીઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 5 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 5 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 5 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ