
Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકાનાં વર્તમાન શાસકોની લાપરવાહી અને તંત્રની બેદરકારીના કારણે બોરતળાવ ની કૈલાશ બાલવાટીકાની સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જતી હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કમોસમી વરસાદે નબળી ગુણવત્તા વાળા કામની ખોલી નાખી પોલ, જેમાં ગાર્ડન પાણીથી ભરાયું, ગુણવત્તાનો ક્યાંય અણસાર નથી! આખું કામ ફક્ત દેખાવ માટે હોય તેવું જણાય રહયું છે. તેમજ બગીચામાં બાળકોને રમવાના લપસીયા તૂટી ગયા છે, હિંચકાઓ તૂટી ગયા છે. અન્ય સાધનો પણ બંધ હાલતમાં છે. તેમજ કૈલાશ બાલવાટિકામાં નથી યોગ્ય પીવા માટે પાણીની સુવિધા નથી. નાના ભૂલકા માટે હીચકા કે અન્ય કોઈ રમવા માટે અવનવી રાઈટ્સ સહિતના સાધનો અહીં જોવા મળતા નથી. તેમજ અનેક જગ્યાઓ પર કચરાનાં ઢગલાઓ જોવા મળી રહ્યા છે ત્યારે આ નાગરીકો આ કૈલાશ બાલવાટિકાનાં પ્રવેશ માટે પાંચ રૂપિયા ચૂકવા હોય છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું ચિત્ર સ્પષ્ટ સામે આવી રહ્યું છે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ-૨૦૧૮માં રૂપિયા ૫.૨૨ કરોડના ખર્ચે બોરતળાવ પાસે આવેલ કૈલાશ બાલવાટિકા વિકાસ ફેઈસ-2 નું નવીનીકરણનું કામ પૂર્ણ કર્યું અને તેનું લોકાર્પણ ભાવનગર પશ્ચિમનાં ધારાસભ્ય જિતુ વાઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારે એવું લાગી રહ્યું હતું કે તે શહેરીજનો માટે બાલવાટિકા ફરવા માટેનું એક આકર્ષણનું કેન્દ્ર બની જશે. ત્યારે આજે ભાવનગર શહેરમાં આવેલ બોરતળાવ એટલે કે (ગૌરીશંકર તળાવ)નાં બ્યુટીફિકેશન પાછળ મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયા ખર્ચવા છતાં, તાજેતરમાં વરસાદના અભાવે તેનું સાચું સ્વરૂપ ઉજાગર કર્યું છે. ભાવનગર શહેરનું બોરતળાવ ઓવરફ્લો થતાં પાણી જમીનમાંથી બહાર નીકળી કૈલાશ વાટિકામાં આવી રહ્યું છે. કૈલાશ વાટિકાનું ફેઝ-૧ અને ફેઝ-૨ નું રૂપિયા ૧૦ કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા નિર્માણ કરાવવામાં આવ્યું છે. ભાવનગર શહેરનું બોરતળાવ ઓવરફ્લો થતાં પાણી જમીનમાંથી બહાર નીકળી કૈલાશ વાટિકામાં આવી રહ્યું છે. અહીં બાલવાટિકામાં નથી પીવા માટે પાણીની સુવિધા નથી નાના ભૂલકા માટે હીચકા કે અન્ય કોઈ રમવા માટે અવનવી રાઈટ્સ સહિતના સાધનો અહીં જોવા મળતા નથી. તેમજ અનેક જગ્યાઓ પર કચરાનાં ઢગલાઓ જોવા મળી રહ્યા છે ત્યારે આ નાગરીકો આ કૈલાશ બાલવાટિકાનાં પ્રવેશ માટે પાંચ રૂપિયા ચૂકવા હોય છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું ચિત્ર સ્પષ્ટ સામે આવી રહ્યું છે.
ભાવનગર શહેરમાં આવેલ બોરતળાવ એટલે કે (ગૌરીશંકર તળાવ)નાં બ્યુટીફિકેશન પાછળ મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયા ખર્ચવા છતાં, તાજેતરમાં વરસાદના અભાવે તેનું સાચું સ્વરૂપ ઉજાગર કર્યું છે. કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે પરિસ્થિતિને લઈ જેમાં જણાવ્યું છે કે આ કામ ફક્ત દેખાડો કરવા માટે કરવામાં આવ્યું હતું. પાર્ક પાણીથી ભરાઈ ગયું છે, પરંતુ ગુણવત્તાનું કોઈ ચિહ્ન નથી. ગોહિલે આ બાબતની તાત્કાલિક તપાસની માંગ કરી છે, અને વધુમાં કહ્યું કે પ્રજાનાં પૈસાનો આ રીતે દુરુપયોગ થયો છે. વરસાદ પછી બ્યુટીફિકેશનના કામની સ્થિતિ સ્પષ્ટપણે ખરાબ સ્થિતિમાં છે, જે સાબિત કરે છે કે ખર્ચવામાં આવેલા પૈસાનો યોગ્ય ઉપયોગ થયો નથી. અને કામમાં ભ્રષ્ટાચાર સ્પષ્ટ થયો હોય તેવા આક્ષેપો કરી અને આ કામોની તપાસ કરી જે દોષિત જણાય તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
અહેવાલ- નીતિન ગોહેલ
આ પણ વાંચો:
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!







