
Gujarat BJP Leader J.J. Mewada Corruption: ભાજપ નેતા જયંતીલાલ જેઠાભાઈ મેવાડાની 300 કરોડની સંપતિ જપ્ત કરવા મોડાસા કોર્ટે આદેશ કર્યો છે. તેઓ પહેલા આમ આદમી પાર્ટીમાં હતા. જો કે ભ્રષ્ટાચારના ભરડામાં સંડોવાયા બાદ ભાજપમાં જોડાવું પડ્યું હતુ. તેમ છતાં તેમને બક્ષવામાં આવ્યા નથી. કોર્ટે આદશે કર્યો છે કે જે.જે. મેવાડા મિલકતો વેચી પુરાવા નાશ કરે તે પહેલા જપ્ત કરો. આ માટે નોટીસ પણ મોકલવામાં આવશે અને મેવાડાને મિલકતો જપ્ત કેમ ન કરવી તેનો જવાબ આપવો પડશે. ઉલ્લેખનીય છે કે મેવાડા સામે 1700 કરોડના ભ્રષ્ટાચારના આરોપ છે.
2022માં લાગ્યા હતા ભ્રષ્ટાટારના આરોપ
વર્ષ 2022માં જ્યારે અમદાવાદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ હતા, ત્યારે જયંતીલાલ મેવાડા વિરુદ્ધ 300 કરોડના ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકતની મોડાસા કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ હતી. કલોલના વિરલગિરી ગોસ્વામીએ નિવૃત્ત ડી.વાય.એસ.પી અને આપ નેતા જયંતીલાલ મેવાડા સહિત પરિવારના અન્ય 6 વિરુદ્ધ અપ્રમાણસર મિલકત બાબતે અરવલ્લી-મોડાસા જિલ્લા સેશન્સ કોર્ટમાં ફરિયાદ કરી હતી.
ચૂંટણીમાં ખોટી એફિડેવિટ
જયંતીલાલ જે. મેવાડા કે જેઓ તલોદ તાલુકાના મોહનપુર ગામના વતની છે અને નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. કલોલના વિરલગીરી ગૌસ્વામીએ જે. જે. મેવાડા વિરુદ્ધ તેમની ફરજ દરમિયાન અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં 300 કરોડ કરતા વધુ ભ્રષ્ટાચાર કરી મિલકતો ગેરકાયદેસર ખરીદી હોવાનો આક્ષેપ કર્યા હતા. વધુમાં તેઓ 2014માં અને 2017માં ચૂંટણી લડ્યા ત્યારે પણ ખોટી એફિડેવિટ કરાવી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કર્યો હતો. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં 24 મિલકતો વસાવી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ત્યારે આ તમામ મુદ્દાઓ બાબતે ફરિયાદી વિરલગિરી ગોસ્વામીએ મોડાસા સેશન્સ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
AAP પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા અને હાર્યા
AAP તરફથી જયંતીલાલ મેવાડા (જે.જે. મેવાડા) 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અસારવા બેઠક પરથી ચૂંટણી જીત્યા ન હતા. અસારવા વિધાનસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર દર્શના એમ. વાઘેલાએ જીત મેળવી હતી. તેમણે 80,155 મતો (64.13%) મેળવ્યા હતા. જયંતીલાલ મેવાડાએ 15,465 મતો (12.37%) મેળવ્યા હતા અને તેઓ ત્રીજા સ્થાને રહ્યા હતા. બીજા સ્થાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના ઉમેદવાર વિપુલ પરમાર હતા, જેમણે 25,982 મતો (20.79%) મેળવ્યા હતા. આમ, જયંતીલાલ મેવાડા અસારવા બેઠક પરથી 2022ની ચૂંટણી હારી ગયા હતા. ત્યાર બાદ અંતે ભાજપને ખેસ ધારણ કર્યો હતો.
જુઓ આ જ મુદ્દે વધુ ચર્ચા આ વીડિયોમાં
આ પણ વાંચો:
Viral video: મુંબઈમાં 30 રુપિયાના ભાડા માટે રિક્ષાચાલકે કિશોરને લાફા માર્યા, જુઓ
મોદીએ માત્રો વાતો જ કરી, ગુજરાતમાં ગાયો અને બળદની સંખ્યામાં મોટો ઘટાડો | Kaal Chakra | Part-73
Nikki Murder Case: પતિ બાદ સાસુ અને હવે જેઠ રોહિત ભાટીની ધરપકડ, મોટી બહેનના મોટા ખૂલાસા
MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!