
Gujarat Cyclone Forecast: ગુજરાતમાં એક વરસાદી માહોલ તો બીજી તરફ હવે ગુજરાતના દરિયાકાંઠાના તટ વિસ્તારમાં ચક્રવાતની શક્યતાને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવતા તંત્ર સાબદુ બન્યું છે. ગુજરાતના દ્વારકા, દિવ, દમણ સહિતના દરિયા કાંઠે તોફાની પવન, મોટા મોજાની શક્યતાને ધ્યાને લઈ એલર્ટ જાહેર કરાયું છે.
ચક્રવાતની સ્થિતિમાં કોઈપણ સંજોગોમાં લોકોને દરિયાથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી છે. કોસ્ટગાર્ડ દ્વારા ચક્રાવાતના જોખમને લઈ જહાજો-બોટ સાથે દરિયામાં ગયેલા માછીમારોને તાત્કાલિક પરત ફરવા આદેશ આપવામાં આવ્યો છે, ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા તકેદારીના પગલાંના રૂપે દરિયાકાંઠા વિસ્તારમાં પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બંગાળની ખાડીના વિસ્તારમાં મોંથા વાવાઝોડું આકાર લઈ રહ્યું છે જેના કારણે ભારતના પૂર્વ દરિયાકિનારે હવામાનમાં ફેરફાર થયો છે અને તેની અસર ગુજરાત સુધી પહોંચી શકે તેમ છે.
બીજી તરફ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમે ફરી વળાંક લીધો છે, હવે સિસ્ટમ સીધી ગુજરાત તરફ આગળ વધી રહી છે અને આગામી 24 કલાક સુધી તે ગુજરાત તરફ જ આગળ વધે તેવી સંભાવના છે. જેમ સિસ્ટમ નજીક આવશે તેમ ગુજરાતમાં પવનની ગતિ વધવાની શક્યતા છે અને વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે.
અરબી સમુદ્રમાં જે સિસ્ટમ છે તે હજી પણ દરિયામાં ત્રણથી ચાર દિવસ સુધી રહેવાની શક્યતા છે એટલે રાજ્યમાં હજી પણ એકાદ અઠવાડિયા સુધી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. આ સિસ્ટમની અસર હેઠળ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં vrsadi માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હાલમાં એક તરફ ગુજરાતની નજીક અરબી સમુદ્રમાં ડિપ્રેશન રચાયું છે, જ્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં વાવાઝોડાની સ્થિતિ પેદા થઈ છે.
આ ડિપ્રેશન આગામી ચોવીસ કલાકમાં આગળ વધશે જેના કારણે ગુજરાત, ગોવા, કોંકણ, અને કેરળમાં ભારે વરસાદ પડવાની આગાહી વચ્ચે સંભવીત ચક્રવાતની સ્થિતિ હેઠળ ભારે પવન ફૂંકાવાની ચેતવણીને લઈ કાંઠા વિસ્તારમાં એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 28 ઑક્ટોબર, મંગળવારની રાતે આંધ્ર પ્રદેશમાં કાકીનાડાના દરિયાકિનારે મોંથા વાવાઝોડું ટકરાઈ શકે છે.
બંગાળની ખાડીના વિસ્તારમાં મોંથા વાવાઝોડું આકાર લઈ રહ્યું છે જેના કારણે ભારતના પૂર્વ દરિયાકિનારે હવામાનમાં ફેરફાર થયો છે અને તેની અસર ગુજરાત સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચો:
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ, ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખર પડી જશે!
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી








