
Gujarat: કોંગ્રેસે આવનારી ચૂંટણીઓ જીતવા અત્યારથી શરુઆત કરી દીધી છે. તેની શરુઆત મોદીના ગઢ ગુજરાતમાંથી કરી છે. જો કે સવાલ છે કે કોંગ્રેસને ભાજપને હરાવી શકે ખરી? કારણ કે મોટા ભાગે ગ્રામ્ય લેવલે કોંગ્રેસ બચી નથી. ગુજરાતના સ્થાનિક સ્તરે જ્યા જુઓ ત્યા ભાજપનું રાજ છે. એવા રાહુલ ગાંધીએ ગુજરાતની ત્રણવાર મુલાકાલ લીધી છે અને હવે તેઓ બૂથ બજબૂત કરવા મહેનત કરી રહ્યા છે.
ભાજપના મજબૂત બૂથ પર કોંગ્રેસનો હાથ ફરશે ખરો?. કારણ કે ઘણા વર્ષોથી કોંગ્રેસના પાયા ડગમગી ગયા છે. સમગ્ર ગુજરાત સહિત કેન્દ્રમાં ભાજપ છે. ભાજપ સૌથી વધુ મજબૂત હોય તે ગુજરાત રાજ્ય છે. એવામાં રાહુલ ગાંધી ચૂંટણી જીતવાની અહીંથી રણનિતી બનાવી રહ્યા છે. પણ ગુજરાતમાં એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસના પાયાઓને ફરી મજબૂત કરવા માત્ર રાહુલ ગાંધી જ સક્રિય દેખાઈ રહ્યા છે.
ગ્રામ્ય લેવલે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. ગુજરાત ભ્રષ્ટાચારનો મોટો મુદ્દો છે, તેમ છતાં કોંગ્રેસ ઉઠાવી શકતી નથી. ઘણી ડેરીઓમાં ભાજપ નેતાઓએ કૌભાંડ આચર્યા છે, જો કે કોંગ્રેસ બોલી શકતી નથી. અને કોંગ્રેસ બોલી શકતી નથી એનું કારણ કે તે ભાજપ સાથે મળેલી છે. ગુજરાતની ડેરીઓમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો જોડાયેલા છે. જેથી ડેરીમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ કંઈ બોલી શકતી નથી.
બીજી બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પડી ભાગી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે કોંગ્રેસનો પ્રચાર કરતાં પણ લોકો ડરે છે. ગામડાંઓમાં પણ ભાજપનો દબદબો થઈ ગયો છે. ભાજપ પાસે પૈસા છે, ખર્ચ કરે છે. જો કે કોંગ્રેસ આવું કરી શકતી નથી. ભાજપને મોટું ફંડ મળી રહ્યું છે. તેની સામે કોંગ્રેસને ખૂબ જ ઓછા પ્રમાણમાં ફંડ મળી રહ્યું છે.
બીજી બાજુ ગુજરાત કોંગ્રેસના નેતાઓ ભાજપ સામે લાચાર છે. તેઓ નિષ્ક્રિય થઈને બેઠાં છે. જો ભાજપ સામે બોલે છે, તે જ ફસાઈ જાય છે. તેમના કામ ટલ્લે ચઢી જાય. જેથી ભાજપ સામે હાલ કોંગ્રેસના કોઈ નેતા બોલવા તૈયાર નથી.
ભાજપ ટકી રહેવા ઘણી મહેતન કરી રહી છે. ભાજપમાં મોટી મોટી ટીમો છે. તે ગ્રાઉન્ડ લેવલે કામ કરે છે. મોટા અભિયાનો ચલાવે છે. જો કે કોંગ્રેસ આવું કરી રહી નથી. ભાજપ એક એક વ્યક્તિને તેની સાથે જોડવાનું કામ કરી રહી છે. જ્યારે કોંગ્રેસ નેતાઓમાં તે ઉત્સાહ દેખાતો નથી. તે ભાજપ સામે પડવા માગતાં નથી. પણ પનારો પાડી રહી છે.
જેથી રાહુલ ગાંધી ગમે તેટલું ગણું મોં દુખાડી બોલે તો પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓને મોટો ફેર પડતો નથી. કોંગ્રેસના કાર્યકરોને જ્યા લાભ દેખાય ત્યારે ભાજપમાં ઘૂસી જાય છે. ત્યારે હવે રાહુલ ગાંધીએ જીલ્લા લેવલના પ્રમુખોને બૂથ મજબૂત કરવાની જવાબદારી સોંપી છે. જોકે રાહુલ ગાંધીની આ જવાદારી કેટલી સ્વીકારશે તે પણ એક સવાલ છે.
કારણ કે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીના વાત એક કાને સાંભળે છે અને બીજા કાને કાઢી નાખે છે. આ વખતે પણ આવું થઈ શકે છે અને ભાજપ ફાવી શકે છે.
રાહુલ ગાંધી પણ બેવડી નીતિ અપનાવી રહ્યા છે. જેથી કોંગ્રેસમાં રહેલા પ્રામાણિક કાર્યકરોનો જુસ્સો ઓછો થઈ રહ્યો છે. રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે આવ્યા ત્યારે કહ્યું હતુ કે કોંગ્રેસમાં બે ટીમ છે. એક સાચે જ પ્રામાણિકથી કોંગ્રેસમાં કામ કરે છે. બીજી કોંગ્રેસમાં રહી ભાજપનું કામ કરે છે. તેણે વધુમાં કહ્યું હતુ કે 30-40 લોકો એવા છે જેમને કાઢવા પડે તો કાઢી નાખીશું. જો કે એવું થયું નહીં. રાહુલ ગાંધીએ એકપણ નેતાની હજુ સુધી હાકલપટ્ટી કરી નથી. તો રાહુલ ગાંધી પર પોતાના કાર્યકરોને વિશ્વાસ નથી.
બીજી બાજુ કોંગ્રેસના જીલ્લા પ્રમુખો મજબૂત થશે તો ભાજપ ખરીદી પોતાના પક્ષ બેસાડી શકે છે. જેથી કોંગ્રેસ જે દશા છે તેનાથી બત્તર થઈ શકે છે.
ત્યારે જુઓ વીડિયોમાં કોંગ્રેસ ફરી કેવી રીતે બેઠી થઈ શકે?
આ પણ વાંચોઃ
Ahmedabad: 12 વાગ્યા બાદ શાળા ચાલુ રાખી શકાશે નહીં, જો હશે તો થશે કાર્યવાહી
Mehsana: કડીમાં નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતાં ACBએ ઝડપી પાડ્યા
Waqf પર સુનાવણી: સરકારને 7 દિવસમાં કોર્ટમાં જવાબ આપવો પડશે, વાંચો હવે શું થશે?
Sabarkantha: વડાલી સામૂહિક આપઘાત કેસમાં આરોપી ઝડપાયો, જાણો આપઘાત પાછળનું કારણ!