કોંગ્રેસ પાર્ટીનું મૂળ નેતૃત્વ ગુજરાતે આપ્યું: રાહુલ ગાંધી

  • India
  • March 9, 2025
  • 0 Comments
  • કોંગ્રેસ પાર્ટીનું મૂળ નેતૃત્વ ગુજરાતે આપ્યું: રાહુલ ગાંધી

ગુજરાત કોંગ્રેસને નવજીવન આપવા માટે રાજ્યમાં આવેલા રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં અનેક મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં રહીને બીજેપીને મદદ કરનારા નેતાઓ વિશે પણ ટિપ્પણી કરી હતી. આવા નેતાઓની હકાલપટ્ટી પણ કરવાની વાત કરી છે. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત સમાચારોમાં ચમકી રહી છે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાઈ રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓના માથા ઉપર તલવાર પણ લટકી રહી છે.

આ વચ્ચે રાહુલ ગાંધીએ એક્સ પર પોતાનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, કોંગ્રેસ પાર્ટીનું મૂળ નેતૃત્વ ગુજરાતે આપ્યું હતું, જેણે આપણને વિચારવાનું, લડવાનું અને જીવવાનું શીખવ્યું. ગાંધીજી વિના કોંગ્રેસ પાર્ટી દેશમાં આઝાદી લાવી શકી ન હોત અને ગુજરાત વિના ગાંધીજી પણ ન હોત. તેમનાથી એક ડગલું પાછળ ગુજરાતે આપણને સરદાર પટેલજી આપ્યા.

આજે એ જ ગુજરાત રસ્તો શોધી રહ્યું છે. અહીંના નાના વેપારીઓ, ઉદ્યોગસાહસિકો, ખેડૂતો – દરેક જણ મુશ્કેલીમાં છે. હીરા, કાપડ અને સિરામિક ઉદ્યોગો બર્બાદ થઈ રહ્યા છે. ગુજરાતના લોકો કહી રહ્યા છે કે આપણને એક નવા વિઝનની જરૂર છે, કારણ કે છેલ્લા 20-25 વર્ષથી ચાલી રહેલ વિઝન સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે.

ગુજરાત એક નવો વિકલ્પ શોધી રહ્યું છે, પરંતુ કોંગ્રેસ પક્ષ તેને દિશા બતાવવામાં સક્ષમ નથી. આ સત્ય છે, અને મને તે કહેવામાં કોઈ શરમ કે ડર નથી. આપણે કોંગ્રેસની એ જ વિચારધારા તરફ પાછા ફરવું પડશે, જે ગુજરાતની વિચારધારા છે – જે ગાંધીજી અને સરદાર પટેલજીએ આપણને શીખવ્યું હતું.

આપણે લોકોની વચ્ચે જવું પડશે અને તેમની વાત સાંભળવી પડશે. આપણે એ બતાવવું પડશે કે આપણે ફક્ત સૂત્રોચ્ચાર કરવા માટે જ નહીં, પરંતુ તેમની સમસ્યાઓના ઉકેલ શોધવા માટે આવ્યા છીએ. ‘ભારત જોડો યાત્રા’ દ્વારા અમે સાબિત કર્યું કે કોંગ્રેસ જનતા સાથે સરળતાથી જોડાઈ શકે છે. જેવી આપણે આ પરિવર્તન લાવીશું અને આપણી ફરજો નિભાવવાનું શરૂ કરીશું, ગુજરાતના લોકો આપણી સાથે ઉભા રહેશે.

આ પણ વાંચો- અમેરિકામાં હિન્દુ મંદિરમાં થયેલી તોડફોડ પર કોંગ્રેસ અને વિદેશ મંત્રાલયે શું કહ્યું?

Related Posts

Rajasthan: ચેટિંગ, લવ, મુલાકાત અને હત્યા!, ગટરમાં તરતી વિદ્યાર્થિની લાશ મળી, જાણો હચમચાવી નાખતી ઘટના
  • August 8, 2025

Rajasthan: રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાંથી 19 વર્ષિય યુવતીનો મૃતદેહ ગટરમાંથી મળી આવતાં હાહાકાર મચ્યો છે. મૃતકના પરિવારજનોને શંકા છે કે તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરી…

Continue reading
Huma Qureshi Brother Murder: હુમા કુરેશીના ભાઈની હત્યાના CCTV આવ્યા સામે, શું નવા રાજ ખુલ્યા?
  • August 8, 2025

Huma Qureshi Brother Murder: બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીના ભાઈની હત્યાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે, જેમાં યુવાનો આસિફને ગાળો આપતા અને હુમલો કરતા જોઈ શકાય છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagar: નદીમાથી માટી ભરવા બાબતે માથાભારે ઈસમોએ વૃદ્ધને ઢોર માર માર્યો, પટેલ સમાજમાં ભારે રોષ

  • August 8, 2025
  • 6 views
Bhavnagar: નદીમાથી માટી ભરવા બાબતે માથાભારે ઈસમોએ વૃદ્ધને ઢોર માર માર્યો, પટેલ સમાજમાં ભારે રોષ

Threatened: ‘જે કોઈ સલમાન સાથે કામ કરશે તે મરશે’, બોલિવૂડના દિગ્દર્શકો-નિર્માતાઓને ધમકીભર્યો ઓડિયો વાયરલ

  • August 8, 2025
  • 12 views
Threatened: ‘જે કોઈ સલમાન સાથે કામ કરશે તે મરશે’, બોલિવૂડના દિગ્દર્શકો-નિર્માતાઓને ધમકીભર્યો ઓડિયો વાયરલ

Accident: મોરબી-કચ્છ હાઈવે પર સૂરજબારી પુલ નજીક ભયાનક ટ્રિપલ અકસ્માત: બે વિદ્યાર્થી સહિત ચારના કરુણ મોત

  • August 8, 2025
  • 22 views
Accident: મોરબી-કચ્છ હાઈવે પર સૂરજબારી પુલ નજીક ભયાનક ટ્રિપલ અકસ્માત: બે વિદ્યાર્થી સહિત ચારના કરુણ મોત

Rajasthan: ચેટિંગ, લવ, મુલાકાત અને હત્યા!, ગટરમાં તરતી વિદ્યાર્થિની લાશ મળી, જાણો હચમચાવી નાખતી ઘટના

  • August 8, 2025
  • 14 views
Rajasthan: ચેટિંગ, લવ, મુલાકાત અને હત્યા!, ગટરમાં તરતી વિદ્યાર્થિની લાશ મળી, જાણો હચમચાવી નાખતી ઘટના

Huma Qureshi Brother Murder: હુમા કુરેશીના ભાઈની હત્યાના CCTV આવ્યા સામે, શું નવા રાજ ખુલ્યા?

  • August 8, 2025
  • 7 views
Huma Qureshi Brother Murder: હુમા કુરેશીના ભાઈની હત્યાના CCTV આવ્યા સામે, શું નવા રાજ ખુલ્યા?

UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

  • August 8, 2025
  • 39 views
UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!