
Gujarat High Court: મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટમાં 8 નવા ન્યાયાધીશને નિમણૂક કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કોલેજિયમની બેઠક 19 માર્ચે યોજાઈ હતી, જેમાં જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંત પણ હાજર રહ્યા હતા.
સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે લિયાકથુસૈન શમસુદ્દીન પીરઝાદા, રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી, જયેશ લખનશીભાઈ ઓડેદરા, પ્રણવ મહેશભાઈ રાવલ, મૂળચંદ ત્યાગી, દીપક મનસુખલાલ વ્યાસ, ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ અને રોહનકુમાર કુંદનલાલ ચૂડાવલની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
ગુજરાત હાઈકોર્ટનું સંખ્યાબળ 32 થી 40 થશે
હાલ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 32 છે, જો આ વધુ 8 ન્યાયમૂર્તિઓની નિમણૂક થતાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓનું કુલ સંખ્યાબળ 40નું થશે.
પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં ત્રણ કાયમી ન્યાયાધીશો
કોલેજિયમે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પણ કાયમી ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ સુમિત ગોયલ, ન્યાયાધીશ સુદિપ્તિ શર્મા અને ન્યાયાધીશ કીર્તિ સિંહની નિમણૂકની ભલામણ કરી છે.
છત્તીસગઢ હાઈકોર્ટના ત્રણ ન્યાયાધીશોનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો
આ ઉપરાંત કોલેજિયમે જસ્ટિસ સચિન સિંહ રાજપૂત, જસ્ટિસ રાધાકિશન અગ્રવાલ અને જસ્ટિસ સંજય કુમાર જયસ્વાલને છત્તીસગઢ હાઈકોર્ટમાં વધારાના ન્યાયાધીશ તરીકે વધુ એક વર્ષ માટે જાળવી રાખવાની ભલામણ કરી છે.
આ પણ વાંચોઃ Mehsana: જમીનમાં હયાતી હક દાખલ કરવા લાંચ લેતાં સર્કલ ઓફિસર ઝડપાયો, બહુચરાજીમાં બની ઘટના
આ પણ વાંચોઃ સૌરભનું કાપેલું માથુ લઈ મુસ્કાન બોયફ્રેન્ડ સાથે સૂઈ રહી, મેરઠ હત્યાકાંડનું ભયાનક સત્ય | Saurabh murder case
આ પણ વાંચોઃ ભર ઉનાળે કચ્છમાં ચોમાસાનો માહોલ, કમોસમી વરસાદ પડતાં ખેડતો ચિંતત |Unseasonal Rain Gujarat
આ પણ વાંચોઃ એક પાકિસ્તાની નાગરિક ભારતના વિઝા વગર મુંબઈ પહોંચ્યો; કાયદેસર રીતે 6 કલાક રોકાયો