
Gujarat MGNREGA scam : દાહોદમાં મંત્રી બચુ ખાબડના પુત્રોના મનરેગા કૌભાંડનો મામલો હાલ ખુબ ચર્ચામાં છે. કોંગ્રેસ આ મામલે સતત ભાજપ પર પ્રહારો કરી રહ્યું છે. બીજી તરફ ભાજપ પણ મંત્રી પુત્રોને બચાવવાના પ્રયાસો કરી નથી રહ્યું. જેથી હાલમાં આ મુદ્દે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે તેવામાં 2016 થી ચાલતા આવતા કૌભાંડને અત્યાર સુધીમાં કોંગ્રેસે કેમ દબાવ્યો અને કોંગ્રેસ બચુ ખાબડથી આખો મુદ્દે ડાયવર્ટ કરીને અન્ય જગ્યાએ લઈ જવાનો પ્રયાસ કેમ કરી રહી છે તેમજ આ કલેક્ટર નેહા કુમારીએ આ કૌભાંડમાં કાર્યવાહી કરવાને બદલે તેમાં કેવી રીતે સમાધા કરાવતા હતા તે વિશે દાહોદના સ્થાનિક પત્રકાર ઉમેશ અને દાહોદના સમાજીક કેતન બામણીયાએ માહિતી આપી હતી.
નેહા કુમારી વખતે કરાયેલ અરજી કેમ પાછી ખેંચી લેવાઈ ?
પત્રકાર ઉમેશે જણાવ્યું કે, આ કૌભાંડ 2016 થી સામે આવ્યું ત્યારે આ મામલે અત્યાર સુધીમાં કોને કોને ફરિયાદ કરી તે વિશે માહિતી આપી હતી. જેમાં મોટા ભાગે કોંગ્રેસે અને સામાજિકકાર્યકરોએ ફરિયાદ કરી હતી તેના વિશે જણાવ્યું હતું આ સાથે કલેક્ટર નેહા કુમારી વખતે અરજી કરવામા આવી હતી તે કેમ પાછી ખેંચી લેવામાં આવી તેના વિશે પણ તેમણે જણાવ્યું હતું.
કોંગ્રેસ મુદ્દાને ડાયવર્ટ કેમ કરવા માંગે છે ?
આ સાથે સામાજિક કાર્યકર કેતન બામણીયાએ જણાવ્યું હતુ કે, મંત્રી બચુ ખાબડ વિરુદ્ધ આપેલ અરજીઓ કોંગ્રેસે કેમ પાછી ખેંચી હતી તે મામલે જણાવ્યુ્ં હતું. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે જો મનરેગાનું કૌભાંડ તે વખતે કોંગ્રેસે ના દબાવ્યું હોત તો આટલું મોટુ કૈભાંડ ન થયું હોત. વિરોધ પક્ષે પોતાનો રોલ ન નિભાવ્યો. જો કે આમ આદમી પાર્ટીએ થોડો રોલ નિભાવ્યો અને તેનો આપ પાર્ટીને ફાયદો પણ થયો છે.આ સાથે તેમણે ભાજપના એવા નેતાઓ વિશે પણ જણાવ્યું હતુ કે, જે સમગ્ર કૌભાંડ વિશે જાણવા હોવ છતા કંઈ બોલી નહોતા શકતા.
નેહા કુમારી વખતે ભ્રષ્ટાચારોનો રાફડો ફાટ્યો
તેમજ સમગ્ર કૌભાંડને દબાવવામાં કલેકટર નેહા કુમારીએ શું ભુમિકા ભજવી હતી તેના વિશે પણ ખુલાસા કર્યા હતા. નેહા કુમારી વખતે ભ્રષ્ટાચારોનો રાફડો ફાટ્યો હોવાના આક્ષેપ પણ તેમણે કર્યા હતા. આ સાથે તેમણે દાહોદમાં જોબ કાર્ટ કૌભાંડ વિશે પણ જણાવ્યું હતું.
મંત્રી પુત્રોના કૈભાંડ વિશે ખોલી પોલ
આ સાથે તેમણે મંત્રી પુત્રોએ કેવી રીતે પોતાનો વિસ્તાર ન હોવા થતા ત્યાં ભ્રષ્ટાચાર કર્યા તે અંગે પણ જણાવ્યું હતું.આ સાથે ભાજપના ભ્રષ્ટાચારને કોંગ્રેસ કેવી રીતે દબાવે છે તે અંગે પણ જણાવ્યું હતું.
મનરેગા કૌભાંડ મામલે સરકાર પર સવાલ
આ સાથે મનરેગા કૌભાંડ મામલે તેમણે ભાજપ સરકાર સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. દાહોદ જેવા આદિવાસી વિસ્તારોમાં ભાજપના સત્તાધીશો કેવી રીતે આદિવાસીઓેને છેતરે છેતે અંગે પણ જણાવ્યું હતું. આમ મનરેગા કૈભાંડ મામલે સિક્કાની બીજી બાજુ અંગે શું છે તે વિશે જાણવા માટે જુઓ વીડિયો…
આ પણ વાંચો:
બનાસકાંઠા સરહદેથી BSF એ ઘુસણખોરને ઠાર માર્યો, કચ્છમાંથી એક જાસૂસની ધરપકડ
IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, શુભમન ગિલ બન્યો નવો કેપ્ટન
ગુજરાત સમાચાર પર IT-ED ના દિલધડ દરોડા બાદ સન્નાટો!, છાપુ ચલાવતી કંપનીનું શેર માર્કેટમાં રોકાણ કેમ?
Accident: અમદાવાદથી ભીલવાડા જતી લક્ઝરીએ મારી પલટી, 3ના મોત, ઘણાને ઈજાઓ
Surat: એમેઝોન પ્રાઇમ ફ્રેન્ચાઇઝી મેળવવા માટે બેંક લૂંટી, આ રીતે પોલીસે આરોપીને ઝડપ્યો
પ્રખ્યાત અભિનેતા Mukul Dev નું 54 વર્ષની વયે અવસાન, ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું
Gujarat Rain:આજે ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના
Sabarkantha: રેતી ખનન માફિયાઓ સામે પૂર્વ સાંસદની લાલ આંખ, ગેરકાયદે ખનન બંધ કરો નહીં તો….!
Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ
Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!
Vadodara: મંદિરમાં ઘૂસી વિધર્મીએ પુજારીને માર માર્યો
પાણી બંધ કરશો, તો તમારા શ્વાસ બંધ કરીશું, Pakistani સેનાની આતંકી ભાષા
Gondal: અમીત ખૂંટના પરિવારે સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી!, શું કરી માગ?