
Ahmedabad fire: ગુજરાતના અનેક સ્થળોએ આગની ઘટનાઓમાં સતત વધારો થયો છે. ત્યારે આજે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ ખોખરાના પરિષ્કર-1 એપાર્ટમેન્ટના પાંચમા માળે આગ લાગવાની ઘટના ઘટી છે. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ છે. રહેણાક ફ્લેટના પાંચમા માળે આગ લાગી હોવાથી અમદાવાદ ફાયરના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. 18 લોકોનું રેસ્કયૂ કરાયું હોવાની જાણકારી મળી રહી છે.
જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ લાગતાં વિસ્તારના લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. ફાયરની ટીમો દ્વારા આગ બૂઝાવવાના પ્રાયસ હાથ ધરાયા છે. જો કે આગ કયા કારણોસર લાગી તે સામે આવ્યું નથી. જેથી આગ લાગવાનુ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
બાળકો અને લોકોને લટકાવી લટકાવીને બહાર કાઢવામાં આવ્યા છે. ઉપરના માળેથી લોકોને લટાવી નીચેના માળે ઉતારી રેસ્કયૂ કરાયા છે. આ ઘટનામાં લોકોને ભારે ઈજાઓ થઈ શકી હોઈ શકે છે.
Ahmedabad: ખોખરામાં ફ્લેટના 5માં માળે આગ, લોકોનું રેસ્ક્યૂ#Ahmedabadfire pic.twitter.com/LySI4qixI2
— The Gujarat Report (@TGujarat_Report) April 11, 2025
આ પણ વાંચોઃ
પાણી માટે તરસતું ગુજરાત: વઢવાણમાં પાણીના વલખાં , મનપા સામે વિરોધ | Water Problem
પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દોડધામ | Patan | Bomb Threat
વારાણસીમાં 7 દિવસ સુધી એક છોકરી પર 23 શખ્સોએ બળાત્કાર ગુજાર્યો | Varanasi girl rape
ગેનીબેન ઠાકોરને ગદ્દાર કોણે કહ્યા? પાટડી પોલીસ સ્ટેશનમાં રજૂઆત | Geniben Thakor








