
Anjar: કચ્છ જીલ્લાની અંજાર પાલિકાએ જાહેરમાં માસ મટન નહીં વેચવાનો ઠરાવ કર્યો છે. આ ઠરાવ બાદ પણ મટન વેચતાં ઝડપાયેલા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 15 દુકાનેને સીલ મારવામાં આવ્યું છે. જો કે આ ઠરાવનો લોકો વિરોધ કરી રહ્યા છે. આક્ષપે થઈ રહ્યા છે કે પાલિકા તંત્ર પોતાની મનમાની કરી રોજગારી છીનવી રહ્યું છે.
આજે અંજાર પાલિકા દ્વારા માસ મટન વેચતાં લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી માસના વેચાણકર્તાઓમાં ખળભળાટ મચી ગયો છે. 15 દુકાનો સીલ કરવામાં આવી છે. જ્યારે 7 જેટલા વેપારીઓને સ્વેચ્છાએ દુકાનો હટાવવા મજબૂર કર્યા છે. પાલિકા ગાણુ ગાઈ રહી છે કે જાહેરમાં મટન ન વેચવાનો ઠારાવ કરાયો છે. અંજાર ચીફ ઓફિસર પારસ મકવાણાએ કહ્યું નોટિસ આપ્યા બાદ દુકાનો સીલ કરવામાં આવી છે. દુકાને સીલ કરતી વખતે પાલિકાએ પોલીસને સાથે રાખી હતી.
આ પણ વાંચોઃ
મોંઘવારીના માર વચ્ચે PM MODI શ્રીલંકામાં બેસી ક્રિકેટની ચિંતા કરે છે?
જામનગરમાં પ્રેમીને પામવા પત્નીએ પતિને મારી નખાવ્યો, કાર નીચે કચડાવ્યો | Husband murder
મધ્ય પ્રદેશ સરકાર હવે બાળકોને જય હિંદ બોલાવશે, દેશભક્તિ કોને શીખવાની છે જરુર? | MP School
ગેસ સિલિન્ડરના ભાવ વધતાં AAPનો વિરોધ, બોટલ પર ભાજપની ઓળખને ઉધી કરાઈ! | LPG Gas Price Increase
NADIAD: હસતાં મુખે શરુ કરાયેલી સીટી બસ બંધ, ફરી શરુ નહીં થાય આંદોલન કરાશે | City bus service close