
Katch rape case threat: ગુજરાતમાં હવે લોકો છેતરપીંડી કે ખોટા કેસનો ભોગ બની રહ્યા છે. સડયંત્રબાજો લોકો પાસેથી પૈસા પડાવવા અનેક પૈંતરા કરતાં હોય છે. કોઈ કામ ધંધો ન હોય એટલે નકલી ઓફિસ, કોર્ટ, કચેરીઓ ઉભી કરી લોકોને છેતરવાનું અને ધમકીઓ આપી રુપિયા પડાવવાનું કામ થતું હોય છે. ત્યારે કચ્છના મુંદ્રાના યુવકને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મકાનના દસ્તાવેજ અને કાર પડાવી લેવાની ઘટનામાં પોલીસે 4 આરોપીને દબોચ્યા છે. મુંદ્રા પોલીસે આરોપીની ઓફિસમાં તપાસ કરતાં મોટી સખ્યામાં સરકારી દસ્તાવેજ મળી આવ્યા છે.
મુંદ્રાના યુવકને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી યુવકના 30 લાખના મકાનના ઓરીજનલ દસ્તાવેજ અને 5 લાખની કિંમતની કાર 4 શખ્સોએ પડાવી લીધી હતી. મળતી વિગતો મુજબ ફરિયાદી યુવક વિરુદ્ધમાં મુંદ્રા પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ અરજી આપી હતી. જેના આધારે આરોપીએ સામેથી યુવકનો સંપર્ક કર્યો હતો. યુવકને રેપ કેસમાં ફિટ કરવી દેવાની ધમકી આપી આપી હતી. બાદમાં આરોપીએ સમાધાન માટે ઓફર કરી હતી. મુંદ્રાના પાવાપૂરી ચાર રસ્તા પાસે ઓફિસ ખોલી ચાર શખ્સો લોકો સાથે છેતરપીંડી કરતાં હતા.
View this post on Instagram
ફરિયાદી યુવકને ચારેય યુવકે ઘણો હેરાન કર્યો હતો. જે બાદ યુવકે 4 શખ્સો વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં ચારેય આરોપીની ધરપકડ કરી છે. આ ગુનામાં ઝડપાયેલો મુદ્દામાલ આરોપીએ મોહમદ શકીલ અને મહમદ રફીક ખોજાની ઓફિસમાં રાખ્યો હોવાની કબુલાત કરી છે. પોલીસે ચારેય આરોપીને સાથે રાખીને ઓફિસમાં તપાસ કરતાં મોટી સખ્યામાં સરકારી દસ્તાવેજ મળી આવ્યા છે.
પોલીસને આરોપીની ઓફિસમાંથી અલગ અલગ વ્યક્તિના કોરા ચેક 26 , સરકારી કોરા સ્ટેમ્પ 46 , જમીન વેચાણ કરેલ દસ્તાવેજ 24 , વિલ વસિયતનામા 6 , જુદા જુદા વ્યક્તિના સોગંધનામાં 23 , પાવર ઓફ એટર્ની 36 , સાટા કરાર 44 મળી આવ્યા છે. આ સાથેજ ચેકબુક પાસબુક 12, મરણ સર્ટિફિકેટ 42, ત્રણ પેન ડ્રાઈવ, રૂપિયા ગણવા માટેનું મશીન, બે છરી મળી આવી છે. સાથે જ પોલીસે આરોપી પાસેથી ત્રણ કાર, 7 મોબાઈલ અને 3.23 લાખ રોકડ, સહિતનો મુદામાલ કબજે કર્યો છે.
આરોપીની ઓફિસમાં મોટી સખ્યામાં સરકારી દસ્તાવેજ મળી આવતા પોલીસ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. આરોપી અનેક ગુનાઓને અંજામ આપ્યો હોવાની શક્યતા છે. મુંદ્રા પોલીસે આરોપી મોહમદ શકીલ ઘુઇયા, મહમદ રફીક હાજી ખોજા, હિમાંશુ નવીનભાઈ મકવાણા, મુસ્તાક અલારખીયા વિરુદ્ધ બીએનએસની કલમ 308(6), 61(2), 3(5) મુજબ ગુનો નોંધી આરોપી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ
Vadodara: M.S. યુનિવર્સિટીમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાધો
ગેનીબેન ઠાકોરને ગદ્દાર કોણે કહ્યા? પાટડી પોલીસ સ્ટેશનમાં રજૂઆત | Geniben Thakor
પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દોડધામ | Patan | Bomb Threat
